• Gujarati News
  • National
  • The Same Vaccine That Has Not Been Tested On Children In The Country, Was Given To 2 Brothers In Nalanda, Bihar.

બાળકોને કોવેક્સિનની જગ્યાએ અપાઈ કોવિશીલ્ડ:જેની બાળકો પર ટ્રાયલ જ નથી થઈ તે વેક્સિન બિહારના બે ભાઈઓને આપી દેવાઈ, માતા-પિતા ચિંતામાં ગરકાવ

નાલંદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 24 કલાક મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી

દેશમાં જે વેક્સિનની બાળકો પર હજુ સુધી ટ્રાયલ જ નથી થઈ એ વેક્સિનના ડોઝ બિહારમાં 2 બાળકોને આપવામાં આવ્યા છે. આ મામલો નાલંદાનો છે, જ્યાં બે ભાઈને કોવેક્સિનની જગ્યાએ કોવિશીલ્ડની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે બાળકોએ આ અંગે સ્વાસ્થ્યકર્મચારીઓને ફરિયાદ કરી તો તેમણે તો સીધું જ કહી દીધું કે કોવિશીલ્ડ લેવાથી કોઈ જ મુશ્કેલી નહીં થાય.

સ્વાસ્થ્ય વિભાગની આ બેદરકારીનો શિકાર બનેલા બંને ભાઈ પીયૂષ રંજન અને આર્યન કિરણ બિહારશરીફના પ્રોફેસર કોલોનીના રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે અમે રવિવારે કોવેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યો હતો. એ બાદ આજે અમે 10 વાગ્યાની આસપાસ નાલંદા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સંચાલિત વેક્સિનેસન કેન્દ્ર IMA હોલ ગયા હતા.

ત્યાં તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ અમે વેક્સિન લીધી. વેક્સિન પછી ખ્યાલ આવ્યો કે અમે બંનેને કોવેક્સિનની જગ્યાએ કોવિશીલ્ડની વેક્સિન આપવામાં આવી છે.

જે સર્ટિફિકેટ જનરેટ કરાયું છે એમાં કોવિશીલ્ડની જગ્યાએ કોવેક્સિન દેખાડવામાં આવ્યું છે.
જે સર્ટિફિકેટ જનરેટ કરાયું છે એમાં કોવિશીલ્ડની જગ્યાએ કોવેક્સિન દેખાડવામાં આવ્યું છે.

માતા-પિતાની ચિંતા વધી
બંને બાળકોના પિતા પ્રિયરંજન કુમારે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગે બેદરકારી દાખવી છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે જ્યારે બંને બાળકો સીએસ કાર્યાલયમાં ફરિયાદ કરવા ગયાં તો તેમને દોઢ કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં. એ બાદ કહેવામાં આવ્યું કે કોઈ મુશ્કેલી થશે તો તેમના ઘરે મેડિકલ ટીમ મોકલવામાં આવશે. હવે તેમનાં માતા-પિતા કોઈ અઘટિત ઘટના ન બને એને લઈને ચિંતા કરી રહ્યા છે. તેમને ડર લાગી રહ્યો છે કે તેમના પુત્રોને કંઈ થઈ ન જાય !. બંને કિશોરના પિતાએ કહ્યું હતું કે એક તો વેક્સિન આપવામાં બેદરકારી દાખવવામાં આવી, બીજું જે સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવ્યું એમાં પણ કોવિશીલ્ડની જગ્યાએ કોવેક્સિન જ લખવામાં આવ્યું છે.

CSએ કહ્યું- આ અંગે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે
પિતાએ કહ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગ પોતાને સુરક્ષિત અને બાળકોને અસુરક્ષિત કરવામાં વ્યસ્ત છે. જ્યારે અમે લોકોએ આ અંગેની ફરિયાદ કરી તો અધિકારીઓએ અફરાતફરીમાં વેક્સિન આપનાર બંને કર્મચારીને ત્યાંથી હટાવી દીધા. તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી એ હજુ નથી ખબર.

CS ડૉ. સુનીલ કુમારે જણાવ્યું હતું કે તેમને આ અંગે માહિતી મળી છે. વેક્સિન આપનાર કર્મચારી પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. જે કર્મચારી પહેલાં વેક્સિન આપી રહ્યો હતો તે કોરોના પોઝિટિવ હતો, ત્યારે તેની જગ્યાએ નવા જીએનએમથી આ ભૂલ થઈ છે. કિશોરના પરિવારને આશ્વસ્ત કરવામાં આવ્યા છે. તેમને સ્વાસ્થ્ય વિભાગનો નંબર પણ આપવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 24 કલાક મેડિકલ સેવા તેમના માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...