• Home
  • National
  • The sale of coronil and inhalers will no longer be banned, but many questions remain unanswered

કોરોનાની પહેલી આયુર્વેદિક દવા / કોરોનિલ અને શ્વાસારિના વેચાણ પર હવે પ્રતિબંધ નહીં, પરંતુ ઘણા સવાલોના જવાબ હજુ બાકી

The sale of coronil and inhalers will no longer be banned, but many questions remain unanswered
X
The sale of coronil and inhalers will no longer be banned, but many questions remain unanswered

  • પતંજલિએ 23 જૂને દવા લોન્ચ કરી હતી, 5 કલાક પછી સરકારે પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો
  • 7 દિવસ પછી રામદેવ પાછા સામે આવ્યા, કહ્યું- હવે આયુષ મંત્રાલય સાથે કોઈ અસહમતિ નથી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:38 PM IST

હરિદ્વાર. યોગ ગુરુ રામદેવની પતંજલિ કંપનીએ કોરોનાની પહેલી આયુર્વેદિક દવા કોરોનિલ એક કીટના રૂપમાં 23 જૂને લોન્ચ કરી છે. જેને કોરોનાના દર્દીઓ પર ક્લીનિકલ ટ્રાયલ બાદ લોન્ચ કરવાનો દાવો કરાયો છે. પરંતુ વાંધો ઉઠાવાયો તો આયુષ મંત્રાલયે પાંચ કલાક પછી જ દવાના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 7 દિવસ બાદ એટલે કે આજે રામદેવ ફરી મીડિયા સામે આવ્યા અને કહ્યું કે, તેમની દવાઓ પર હવે કોઈ પ્રતિબંધ નથી અને આજથી તે આખા દેશમાં મળશે. રામદેવની કોરોના કીટ અંગેની માહિતી સમજીએ..

પતંજલિ કીટમાં શું છે?
આમા ત્રણ દવાઓ કોરોનિલ ટેબલેટ, શ્વાસારિ વટી અને અણુ તેલ છે. રામદેવનો દાવો છે કે કોરોનિલમાં ગિલોય, તુલસી અને અશ્વગંધા છે જે ઈમ્યુનિટી વધારે છે. શરીરમાં ઓક્સિજનની ખામી હોય તો શ્વાસારિ આપવાથી ફાયદો થાય છે. આ દવા શરદી, ખાંસી, તાવ સામે એક સાથે લડે છે. અણુતેલ નાકમાં નાંખવાનું હોય છે. ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોનાનું સંક્રમણ ખતમ થઈ શકે છે અને મહામારી સામે પણ બચાવ શક્ય બને છે. 

વિવાદ શું હતો?
કેન્દ્ર સરકારે પતંજલિને કહ્યું કે, તેના દાવાના ફેક્ટની માહિતી નથી. દવા અંગે કરવામાં આવેલી રિસર્ચ અને દસ્તાવેજ ઉપલબ્ધ કરાવે અને તપાસ પુરી થાય ત્યા સુધી તેનો પ્રચાર ન કરે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત ઘણા અન્ય રાજ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

 રામદેવે હવે શું કહ્યું?
 ક્લીનિકલ કંટ્રોલ ટ્રાયલના તમામ ડોક્યુમેન્ટ્સ આયુષ મંત્રાલયને ઉપલ્બ્ધ કરાવ્યા છે. મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે કોવિડ-19ના મેનેજમેન્ટ માટે પતંજલિએ સારી કામગીરી કરી છે. હવે બન્ને વચ્ચે કોઈ અસહમતિ નથી. આખા દેશમાં આપણી દવા વેચાશે. અમે રાજ્યો સાથે પણ વાત કરી ચુક્યા છીએ

 શું પતંજલિની દવાઓથી કોરોનાની સારવાર શક્ય છે?
રામદેવનું કહેવું છે કે 15 વર્ષથી 65 વર્ષ સુધીના 95 લોકો જેમણે એસિમ્પ્ટોમેટિક અને માઈલ્ડ ટૂ મોડરેટ દર્દી સામેલ હતા, તેની પર ક્લીનીકલ ટ્રાયલ કર્યો હતો. જેમાંથી 45 દર્દીઓને પતંજલિની દવા આપવામાં આવી હતી. જેનાથી 3 દિવસમાં 67% અને 7 દિવસમાં 100% દર્દી કોરોના પોઝિટિવથી નેગેટિવ થયા હતા.

 આયુષ મંત્રાલયે પતંજલિને શુ સલાહ આપી છે 
રામદેવે કહ્યું કે, મંત્રાલયે ક્યોર શબ્દનો ઉપયોગ કરવાની ના પાડી છે. એટલા માટે અમે અમારી દવાઓને કોવિડ મેનેજમેન્ટ તરીકે રજુ કરીશું. અમારે શબ્દોના માયાજાળમાં નથી પડવું.ટ

 શું પતંજલિની દવાઓના સાઈડ ઈફેક્ટ છે?
પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, અમારી દવાઓના કોઈ સાઈડ ઈફેક્ટ નથી. 

 આ 4 સવાલોના જવાબ ન મળ્યા 
1. શું સરકારે કોરોનાના દર્દીઓ માટે પતંજલિની દવાઓના ઉપયોગની મંજૂરી આપી દીધી છે?
2. આ દવાઓના ઉપયોગથી કોઈ દર્દી સાજો નહીં થાય તો શું થશે?
3. 15 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉમરના દર્દીઓ પર આ દવા કેટલી કારગર છે?
4. જે લોકોને પહેલા કોઈ ગંભીર બિમારી છે તે કોરોનાની સારવાર માટે પતંજલિની દવા લઈ શકે કે નહી?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી