• Gujarati News
  • National
  • The S 400 Missile System From Russia Reached India, Likely To Be Deployed In The Northern Part Of The Country

અભેદ સુરક્ષા કવચ:રશિયાથી S-400 મિસાઈલ સિસ્ટમ ભારત આવી પહોંચી, દેશના ઉત્તર ભાગમાં ગોઠવવામાં આવે તેવી શક્યતા

એક મહિનો પહેલા
એસ-400 મિસાઈલ સિસ્ટમ (ફાઈલ ફોટો)
  • S-400 મિસાઈલ સિસ્ટમની બીજી રેજીમેન્ટ આગામી વર્ષના જૂન,2022 સુધીમાં ભારત પહોંચી

રશિયા તરફથી S-400 મિસાઈલ સિસ્ટમની પ્રથમ રેજીમેન્ટ ભારત આવી પહોંચી છે. વર્ષ 2022માં આ સિસ્ટમને દેશના ઉત્તર પ્રાંતમાં ગોઠવવામાં આવી શકે છે. આ સિસ્ટમ પાકિસ્તાન અને ચીન તરફથી થતા સંભવિત હવાઈ હુમલાથી દેશને સુરક્ષા આપી શકે છે.

S-400 મિસાઈલ સિસ્ટમની બીજી રેજીમેન્ટ આગામી વર્ષના જૂન,2022 સુધીમાં ભારત પહોંચી જાય તેવી શક્યતા છે. બીજી રેજીમેન્ટ ભારત આવવાના સંજોગોમાં તેને પણ લદાખ અને અરુણાચલ પ્રદેશની સુરક્ષા માટે ગોઠવવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે S-400 મિસાઈલ સિસ્ટમ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સંરક્ષણ સિસ્ટમ પૈકીની એક છે.

કેટલીક બાબતોમાં તો તે અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સારી છે. આ સિસ્ટમ મારફતે મિસાઈલ, ફાઈટર વિમાનો, રોકેડ અને ડ્રોન હુમલાને પણ અટકાવી શકાય છે. દરેક રેજીમેન્ટ 8 લોંચર્સ ધરાવે છે. દરેક લોંચર 4 મિસાઈલ્સ ધરાવે છે. આ પૈકી એક રેજીમેન્ટ એક સાથે 32 મિસાઈલ છોડી શકે છે.

આ સિસ્ટમના કમાન્ડ સેન્ટર 600 કિમીના અંતરથી હુમલો કરતી મિસાઈલ અથવા એરક્રાફ્ટને ટ્રેક કરે છે અને 2થી 400 કિમીની રેન્જમાં જ તેનો તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ સિસ્ટમ એક સાથે 80 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને તે જેવા રેન્જમાં આવે તે સાથે જ તેને તોડી પાડવા સક્ષમ છે. જરૂર પડવાના સંજોગોમાં તેને ટ્રક પર વહન કરી શકાય છે અને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તે ફક્ત 10થી 15 મિનિટમાં જ પ્રહાર કરવા માટે તૈયાર થઈ જાય છે. આ સિસ્ટમને ગોઠવવામાં આવે તેની 3 મિનિટમાં જ સિંગ્નલ પ્રાપ્ત કરવા સાથે વળતો પ્રહાર કરવા સક્ષમ છે. આ સિસ્ટમની વિશેષતા એ છે કે તેને જામ કરી શકાતી નથી.

ભારતે 5 ઓક્ટોબર,2018માં રશિયા સાથે પાંચ S-400 રેજીમેન્ટ માટે 5.43 અબજ ડોલર એટલે કે રૂપિયા 39,000 કરોડની સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા. ચીન અને પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાનો સામનો કરવા માટે આ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમની ભારતને ખૂબ જ જરૂર છે. ચીન પાસે ખૂબ જ સારી કક્ષાના લડાકૂ વિમાન હોવા ઉપરાંત વિશાળ સંખ્યામાં અને રેન્જ ધરાવતી બેલેસ્ટીક મિસાઈલનો ભંડાર છે.

અમેરિકા અગાઉ રશિયા અને ભારત વચ્ચેની આ સમજૂતી અંગે પોતાનો નારાજગી દર્શાવી ચુક્યું છે. આ ઉપરાંત અમેરિકાએ ભારત પર કાઉન્ટરીંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ ( CAATSA) ધારા હેઠળ પ્રતિબંધો લાદવાની પણ ધમકી આપી હતી. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધુ હતું કે તે પોતાની સુરક્ષાની જરૂરિયાતો અંગેના નિર્ણયો લેવા કોઈ જ નિયંત્રણોને સ્વીકારશે નહીં.