તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The RSS Chief Will Meet Muslim Intellectuals, Discussing The 5 State Elections At The RSS Meeting In Nagpur

મોહન ભાગવત આજે મુંબઈમાં:RSSના વડા મુસ્લિમ બુદ્ધિજીવીને મળશે, નાગપુરમાં સંઘની બેઠકમાં 5 રાજ્યોની ચૂંટણી વિશે ચર્ચા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહન ભાગવત - ફાઇલ તસવીર - Divya Bhaskar
મોહન ભાગવત - ફાઇલ તસવીર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત સોમવારે મુંબઈ પહોંચી રહ્યા છે. અહીં તેઓ ફાઇવસ્ટાર હોટેલમાં મુસ્લિમ સમુદાયના બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે જુલાઇમાં મોહન ભાગવતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ત્યારે ભાગવતે કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ એકતાની અવધારણાને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. ખરેખર તો બન્ને વચ્ચે કોઈ જ અંતર નથી. એ પુરવાર થઈ ગયું છે કે 40 હજાર વર્ષ પહેલા આપણા પૂર્વજો એક જ હતા. ભારતના જ લોકોનું ડીએનએ છે. ભાગવતે કહ્યું હતું કે ક્યારેય દેશમાં ક્યારેય હિંદુ કે મુસ્લિમનું પ્રભુત્વ હોઈ શકે નહીં. માત્ર ભારતીયોનું જ વર્ચસ્વ હોઈ શકે છે.

સંઘની 3 દિવસની સમન્વય બેઠકનો અંત
નાગપુરમાં 3 સપ્ટેમ્બરથી શરૂ થયેલી સંઘની ત્રણ દિવસીય સમન્વય બેઠક રવિવારે પૂરી થઈ છે. તેમાં સંઘના મહાસચિવ, વિશ્વ હિંદુ પરિષદ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ અને વિદ્યા ભારતી જેવા સંલગ્ન સંગઠનો સામેલ હતા. બેઠકમાં પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પણ મુખ્ય એજન્ડાઓમાં સામેલ હતી.

અન્ય સમાચારો પણ છે...