તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Rooster Killed The Man In The Forbidden Battle !: Destruction By Heavy Rains, Many Houses In The Water; An Even Larger Piece Of Iceberg Broke From New York City

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:પ્રતિબંધિત લડાઈમાં કૂકડાએ માણસને પતાવી દીધો!: 139 વર્ષ જૂના મકાને સરનામુ બદલ્યું; સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બલૂનમાં ડાન્સ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રતિબંધિત કૂકડાની લડાઈમાં માણસનું મોત

કોકફાઈટને વધુ રસપ્રદ અને આક્રમક બનાવવા કૂકડાના પગમાં બ્લેડ પણ લગાવવામાં આવે છે.
કોકફાઈટને વધુ રસપ્રદ અને આક્રમક બનાવવા કૂકડાના પગમાં બ્લેડ પણ લગાવવામાં આવે છે.

દક્ષિણ ભારતમાં અનેક સ્થળે પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે કૂકડાની લડાઈનો ખેલ યોજવામાં આવતો હોય છે. કોકફાઈટને વધુ રસપ્રદ અને આક્રમક બનાવવા કૂકડાના પગમાં બ્લેડ પણ લગાવવામાં આવે છે. જેમાં અત્યંત ચોંકાવનારી એક ઘટના તેલંગણાના લોથુનુર ગામમાં બની. જેમાં કૂકડાની લડાઈમાં કૂકડાના સ્થાને કૂકડાના માલિકનું મોત થયું હતું. વાસ્તવમાં, એક કૂકડાના પગમાં લગાવેલી તીક્ષ્ણ બ્લેડ તેના જ માલિક થનગુલ્લા સતિષના પેડુના ભાગમાં વાગી અને મોટો ચીરો પડી જતા ભારે માત્રામાં લોહી વહી ગયું. જેના કારણે આ શખ્સનું મોત થયાનું પોલીસે જણાવ્યું હતું.દાયકાઓથી કૂકડાઓની લડાઈના ખેલ અંગે પ્રતિબંધ હોવા છતાં કેટલાક દક્ષિણ ભારતીય રાજ્યોમાં આ ખેલ યોજવામાં આવે છે.

કેન્ટુકીમાં ભારે વરસાદે ખાનાખરાબી સર્જી દીધી

ભારે વરસાદના કારણે રેડ રિવરમાં જળસ્તર ભયજનક રીતે વધી ગયું.
ભારે વરસાદના કારણે રેડ રિવરમાં જળસ્તર ભયજનક રીતે વધી ગયું.

અમેરિકાના કેન્ટુકીમાં ભારે વરસાદે ખાનાખરાબી સર્જી દીધી છે. ગાજવીજ સાથે પડેલા સતત ભારે વરસાદથી અહીં એપાલાચિયા અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. કેન્ટુકીમાં ભારે વરસાદના કારણે રેડ રિવરમાં જળસ્તર ભયજનક રીતે વધી ગયું અને પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતા લોકો ભારે હાલાકીમાં મૂકાઈ ગયા છે. ચોતરફ પાણી અને વચ્ચે ઘર જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી. પૂરના પાણીમાં વાહનો ફસાઈ ગયા છે. કેન્ટુકીમાં પૂરના લીધે માર્ગ પરિવહનની સુવિધામાં અવરોધ સર્જાયો છે. અનેક સ્થળેથી બચાવકર્મીઓએ ફસાયેલા લોકોને બચાવ્યા હતા. હેઝલ ગ્રીન ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સતત બચાવ કામગીરી ચાલી રહી છે.
આઈસબર્ગનો ન્યુયોર્કથી મોટો હિસ્સો તૂટ્યો

બ્રન્ટ આઈસ શેલ્ફથી બરફનો મોટો હિસ્સો શુક્રવારે તૂટીને છૂટો પડી ગયો.
બ્રન્ટ આઈસ શેલ્ફથી બરફનો મોટો હિસ્સો શુક્રવારે તૂટીને છૂટો પડી ગયો.

એન્ટાર્કટિકામાં બ્રન્ટ આઈસ શેલ્ફથી બરફનો મોટો હિસ્સો તૂટીને છૂટો પડી ગયો. આ જગ્યા બ્રિટનની સાયન્ટિફિક આઉટપોસ્ટથી વધારે દૂર નથી. બ્રિટિશ એન્ટાર્કટિક સરવે મુજબ આઈસબર્ગનો તૂટેલો હિસ્સો 490 ચો.માઈલ(1270 ચો.કિ.મી.)નો છે. તે ન્યુયોર્ક શહેરથી પણ મોટો છે. અહીં બરફની જાડાઇ આશરે 150 મીટરની છે. વિજ્ઞાનીઓ લાંબા સમયથી એક મોટા આઈસબર્ગના તૂટવાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. હાલમાં આ જગ્યાએ એક મોટી ખીણ બની ચૂકી છે.

લેહમાં સાષ્ટાંગ દંડવત સાથે વાર્ષિક ગોચક શોભાયાત્રા

ગોચકમાં ભાગ લેનારા માંસાહાર, દારૂ તથા નશીલા પદાર્થોનું સેવન બંધ કરી દે છે.
ગોચકમાં ભાગ લેનારા માંસાહાર, દારૂ તથા નશીલા પદાર્થોનું સેવન બંધ કરી દે છે.

લેહમાં વાર્ષિક ગોચક શોભાયાત્રામાં બાળકો, મહિલાઓ સહિત સેંકડો બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો જોડાયા હતા. યાત્રામાં સામેલ લોકો બૌદ્ધ પ્રાર્થના મંત્રોના ઉચ્ચારણની સાથે જમીન પર સાષ્ટાંગ દંડવત કરતા આગળ વધી રહ્યા હતા. તિબેટની બૌદ્ધ પરંપરા અનુસાર બૌદ્ધ કેલેન્ડરના પહેલા મહિનાના 14મા અને 15મા દિવસે લેહમાં ગોચક શોભાયાત્રા નીકળે છે. આ યાત્રા લેહ ગેટ નજીક ચટસલગેંગથી શરૂ થઈને ચૂબી ગામ, નામગ્યાલ થઇને બે દિવસમાં પાછી લેહ પહોંચે છે. ગોચકમાં ભાગ લેનારા માંસાહાર, દારૂ તથા નશીલા પદાર્થોનું સેવન બંધ કરી દે છે. અનેક તો ઉપવાસ અને મૌન વ્રત પણ રાખે છે અને પરોપકારી કાર્યોમાં ભાગ લે છે. એવી માન્યતા છે કે ગોચકમાં ભાગ લેવાથી પહેલાના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને શરીર, વાણી અને મન શુદ્ધ થઈ જાય છે.

139 વર્ષ જૂના મકાને સરનામુ બદલ્યું

આ વિશાળ બે માળના વિક્ટોરિયન હાઉસને ખસેડવાનું આયોજન વર્ષો સુધી ચાલ્યું હતું.
આ વિશાળ બે માળના વિક્ટોરિયન હાઉસને ખસેડવાનું આયોજન વર્ષો સુધી ચાલ્યું હતું.

માણસો અવારનવાર પોતાનું સરનામુ બદલે એ સામાન્ય વાત છે પરંતુ કોઈ મકાન પોતાનું સરનામું બદલે એ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. જો કે આવું પણ બન્યું છે. સાન ફ્રાન્સિસ્કોમાં 139 જૂના એક વિશાળ મકાનને તેના મૂળ સ્થાનેથી બીજા સ્થળે લઈ જવાયું ત્યારે સૌના માટે કૌતુક સર્જાયું હતું. બે માળનું આ વિક્ટોરિયન હાઉસ પોતાના સ્થળથી છ બ્લોક દૂર ખસેડવામાં આવ્યું હતું. ત્યાં હાજર લોકો તસવીરો ખેંચવા લાગ્યા હતા. જો કે આ મકાનને ખસેડવા માટેના આયોજનનું કામ વર્ષો સુધી ચાલ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બલૂનમાં ડાન્સ

કોરોના મહામારીએ અનેક ચીજો બદલી છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં તેનો મોટો માર પડ્યો છે.
કોરોના મહામારીએ અનેક ચીજો બદલી છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં તેનો મોટો માર પડ્યો છે.

જર્મનીના સ્ટટગર્ટમાં બેલે લવર્સ માટે બેલે ડાન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ સ્ટેક્સનું પરફોર્મન્સ કરાયું હતું જેમાં જોનારાઓએ તે ઓનલાઈન સ્ટ્રીમ દ્વારા ઘેર બેઠાં નિહાળ્યું હતું. પરફોર્મરોએ પણ એક બલૂનમાં પરફોર્મ કર્યું જેથી ડિસ્ટન્સિંગ જળવાઈ રહે.