• Gujarati News
  • National
  • The Room, Which Opened 88 Years Ago, Will Reveal Many Secrets If Reopened; Petition Pending In Agra

તાજમહેલના એ રહસ્યમયી 22 ઓરડાં:88 વર્ષ અગાઉ ખુલ્યાં હતાં આ રુમ, જો ફરી ખુલશે તો ઘણા રહસ્યો સામે આવશે; આગ્રામાં પિટીશન પેન્ડિંગ

10 દિવસ પહેલાલેખક: ગૌરવ ભારદ્વાજ

ભાજપના નેતા ડૉ. રજનીશ સિંહે તાજમહેલના 22 રૂમ ખોલવાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી દાખલ કરી છે. પિટિશન દાખલ થયા બાદ લોકોમાં આ 22 રૂમના રહસ્યને લઈને ઉત્સુકતા છે. જો પિટિશન સ્વીકારવામાં આવે અને ભવિષ્યમાં આ 22 રૂમ ખોલવામાં આવે તો શું આ રૂમમાંથી ચોંકાવનારું કોઈ રહસ્ય સામે આવશે?

આ અંગે ઈતિહાસકાર રાજકિશોર શર્મા રાજેએ ભાસ્કર સાથે વાત કરી હતી. તેમનું માનવું છે કે જો આ રૂમો ખોલવામાં આવશે તો ચોક્કસ ચોંકાવનારા તથ્યો સામે આવશે. તે જ સમયે, તાજમહેલના બંધ ભાગની વિડિયોગ્રાફી માટેની અરજી આગ્રાની કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ છે.

1934માં ખુલ્યા હતા તાજમહેલના રૂમ
તાજમહેલના 22 રૂમમાં તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે . અરજી દાખલ થયા બાદ તાજમહેલ અને તેજો મહાલય વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઈતિહાસકાર રાજકિશોર રાજેએ જણાવ્યું કે તાજમહેલમાં મુખ્ય મકબરા અને ચમેલી ફ્લોરની નીચે 22 રૂમ છે, જેને બંધ કરી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ રૂમો મુગલ કાળથી બંધ છે. વર્ષ 1934માં પણ તેમની સ્થિતિ કેવી હતી તે જોવા માટે તેઓને માત્ર નિરીક્ષણ માટે જ જોવામાં આવ્યા હતા. પરંતુ, તેનો ક્યાંય ઉલ્લેખ નથી.

ઈતિહાસવિદ રાજકિશોર રાજે જણાવ્યું કે જો રુમની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા રહસ્યો સામે આવી શકે છે
ઈતિહાસવિદ રાજકિશોર રાજે જણાવ્યું કે જો રુમની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા રહસ્યો સામે આવી શકે છે

ચમેલ ફ્લોર પર યમુના કિનારા તરફ બેઝમેન્ટમાં નીચે જવા માટે બે જગ્યાએ સીડીઓ બનેલી છે. તેમની ઉપર લોખંડની જાળી નાખીને બંધ કરી દેવામાં આવી છે. 40 થી 45 વર્ષ પહેલા સુધી સીડી નીચે જવાનો રસ્તો ખુલ્લો હતો. તે જ સમયે, છેલ્લી વખત આ રૂમ 88 વર્ષ પહેલા 1934 માં ખોલવામાં આવ્યા હતા.

આ પછી, 2015 માં, રિપેરિંગ કામ માટે કેટલાક રૂમ ગુપ્ત રીતે ખોલવામાં આવ્યા હતા. જો કે, છેલ્લા 88 વર્ષમાં આ રૂમ લોકો માટે ખુલ્લા મુકાયા નથી. તેમનું માનવું છે કે જો આ રૂમો ખોલવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કંઈક નવું રહસ્ય બહાર આવી શકે છે.

1934 દરમિયાન તાજમહેલના મુખ્ય ગુંબજ નીચેનું નિર્માણ. આ રુમ લાંબા સમયથી બંધ છે
1934 દરમિયાન તાજમહેલના મુખ્ય ગુંબજ નીચેનું નિર્માણ. આ રુમ લાંબા સમયથી બંધ છે

પીએન ઓકના પુસ્તકથી વિવાદ ઉદભવ્યો
તાજમહેલ કે તેજો મહાલય વિવાદ ઈતિહાસકાર પીએન ઓકના પુસ્તક "ટ્રુ સ્ટોરી ઓફ ધ તાજ" પછી શરૂ થયો હતો. ઈતિહાસકાર રાજકુમાર કહે છે કે ઓકે પોતાના પુસ્તકમાં તાજમહેલ શિવ મંદિર હોવા અંગે ઘણા દાવા કર્યા હતા. તેમના પુસ્તકમાં તેમણે રાજા જયસિંહના આદેશો ટાંક્યા હતા અને સ્થાપત્યના ઉદાહરણો આપ્યા હતા. આ ઉપરાંત તાજમહેલમાં ગણેશ, કમળના ફૂલ અને સાપના આકારની ઘણી આકૃતિઓ જોવા મળી હતી.

તાજમહેલની પાછળની સીડીઓ, જે સીધી બેઝમેન્ટ તરફ જાય છે, જે હાલપૂરતી બંધ છે
તાજમહેલની પાછળની સીડીઓ, જે સીધી બેઝમેન્ટ તરફ જાય છે, જે હાલપૂરતી બંધ છે

રાજા માન સિંહ સાથે સંબંધ હોવાના શિલાલેખ
ઉપરાંત , તાજમહેલનો રાજા માન સિંહ સાથે સંબંધ હોવાનો રેકોર્ડ જયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં છે. ઉલ્લેખ છે કે રાજા માનસિંહની હવેલીના બદલામાં શાહજહાંએ રાજા જયસિંહને ચાર હવેલીઓ આપી હતી. આ હુકમ 16 ડિસેમ્બર 1633નો છે. આમાં રાજા ભગવાન દાસની હવેલી, રાજા માધો સિંહની હવેલી, રૂપસી બૈરાગીની હવેલી અને સૂરજ સિંહના પુત્ર ચાંદ સિંહની હવેલી આપવાનો ઉલ્લેખ છે. આ સિવાય શાહજહાંના ફરમાનમાં ઉલ્લેખ છે કે તેમણે જયસિંહ પાસેથી માર્બલ મંગાવ્યો હતો, જેટલા માર્બલ મંગાવવામાં આવ્યા હતા તેટલા તાજમહેલનું નિર્માણ થઈ શક્યું નથી.

અરજી આગ્રામાં પણ પેન્ડિંગ છે
2015માં લખનઉના હરિશંકર જૈન અને અન્યો વતી એડવોકેટ રાજેશ કુલશ્રેષ્ઠે તાજમહેલને ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર વિરાજમાન તેજો મહાલય મંદિર તરીકે જાહેર કરવા સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. તેનો આધાર બટેશ્વર ખાતે મળેલા રાજા પરમાર્દિદેવના શિલાલેખને આભારી હતો. 2017 માં, કેન્દ્ર સરકાર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ વળતો દાવો દાખલ કરતી વખતે, તાજમહેલમાં કોઈ મંદિર અથવા શિવલિંગ હોવાનો અથવા તેને તેજો મહાલય તરીકે માનવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશે અરજી ફગાવી દીધી હતી. જોકે, બાદમાં રિવિઝન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તાજમહેલના બંધ ભાગોની વિડિયોગ્રાફી સંબંધિત અરજી હજુ પણ ADJ વી પાસે પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...