• Gujarati News
  • National
  • The Robbers Also Cut The Woman's Throat With An Ax, A Team Of 100 Policemen Speeding To Catch The Killers

બંને પગ કાપીને 1 કિલો ચાંદીના કડાની લૂંટ:લૂંટારાઓએ કુહાડી વડે મહિલાનું ગળું પણ કાપ્યું, હત્યારાઓને પકડવા 100 પોલીસકર્મીની ટીમ દ્વારા ચક્રો ગતિમાન

જયપુરએક મહિનો પહેલા
  • વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને હત્યારાઓએ દાગીનાની લૂંટ કરી

રાજસ્થાનના જયપુરમાં મંગળવારે એક વૃદ્ધ મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. લૂંટારાઓએ વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને એક કિલો ચાંદીના કડાની લૂંટ કરી હતી. જામવારામગઢ વિસ્તારમાં ખતેહપુરા ચાવંડિયા ગામમાં ધોળા દિવસે હત્યા અને લૂંટની ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પણ આરોપીનો કોઇ પતો મળ્યો નથી. તેની શોધમાં ડોગ-સ્કવોડની ટીમે લગભગ 1 કિલોમીટર દૂર સુધી સર્ચ કર્યું હતું. FSLની ટીમે પણ તપાસ કરી છે.

હત્યાની ઘટના બાદ શરૂ થયાં હતાં ધરણાં, ગ્રામજનોને સમજાવતા જયપુર ગ્રામ્ય એસપી.
હત્યાની ઘટના બાદ શરૂ થયાં હતાં ધરણાં, ગ્રામજનોને સમજાવતા જયપુર ગ્રામ્ય એસપી.

જયપુર ગ્રામ્ય, એસપી શંકર દત્ત શર્માએ પોતે પડાવ નાખ્યો હતો. તેમના નેતૃત્વમાં 100 જેટલા પોલીસકર્મીની જુદી જુદી ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ગુનાની રીતથી રીઢો આરોપી સામેલ હોવાની શક્યતા જણાઈ રહી છે, જે આસપાસનાં ગામોમાંથી હોઈ શકે છે. ગામમાં રહેતી દરેક વ્યક્તિની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી બદમાશોની ઓળખ બાબતે જાણી શકાય. એ પણ તપાસ કરી છે કે આ ઘટના બાદ ગામમાં કોણ ગાયબ છે. આ સિવાય શંકાસ્પદ બદમાશોના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ત્રણ માગને લઈને ગામમાં રાતભર ધરણાં કરવામાં આવ્યાં હતાં.
ત્રણ માગને લઈને ગામમાં રાતભર ધરણાં કરવામાં આવ્યાં હતાં.

ગ્રામજનો આખી રાત ધરણાં પર બેઠાં હતાં
બીજી બાજુ, મહિલાના હત્યારાઓની વહેલી ધરપકડ, વૃદ્ધ મહિલાના પરિવારને 15 લાખ રૂપિયાનું આર્થિક વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ મંગળવાર સાંજથી શરૂ થઈ હતી. આખી રાત ધરણાં પર વિરોધ ચાલુ રહ્યો. સ્થાનિક ગ્રામજનો ઉપરાંત વિપ્ર સેનાના પ્રમુખ સુનીલ તિવારીની આગેવાનીમાં અનેક કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ ત્યાં પણ ધરણાં પર બેઠા હતા. આ સિવાય જયપુરમાં બુધવારે સવારે પણ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સંગઠનોના પદાધિકારીઓ પણ ખતેહપુરા જવા માટે રવાના થયા હતા.

મૃતક ગીતા દેવી, જેના બંને પગ અને ગળું કાપીને હત્યા કરવામાં આવી.
મૃતક ગીતા દેવી, જેના બંને પગ અને ગળું કાપીને હત્યા કરવામાં આવી.

ગીતા દેવી સવારે 10 વાગે ખેતરમાં પશુઓને ચરાવવા માટે ગઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહની ઓળખ ગીતા દેવી (56) તરીકે થઈ છે, જે ખતેહપુરા ચાવંડિયા ગામની રહેવાસી છે. તે રામ ગોપાલ શર્માની પત્ની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગીતા દેવી મંગળવારે સવારે લગભગ10 વાગ્યે ગાય અને ભેંસ ખેતરમાં ચરાવવા માટે ગયાં હતાં. બપોરે 1 વાગ્યાની આસપાસ ખેતરો નજીકથી પસાર થતા સ્થાનિક ગ્રામજનોએ ગીતા દેવીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોયો હતો. પછી ગામમાં જાણ કરી હતી.

પતિ રામગોપાલ શર્મા અને અન્ય પરિવારજનો સહિત સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જમવારાગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાને અંજામ 12 વાગ્યાની આસપાસ આપવામાં આવ્યો હશે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લૂંટારાઓએ પહેલા ગીતા દેવીના ગાળા પર તીક્ષ્ણ હથિયાર એટલે કે કુહાડીના ઘા માર્યા હશે. તેમની હત્યા બાદ કુહાડીથી તેના બંને પગ કાપીને પંજાને આગળ કરી દીધો હશે. બાદમાં પગમાથી ચાંદીના એક કિલો વજનના કડાની લૂંટ કરી ફરાર થઈ ગયા. આ ઉપરાંત ગાળામાં અને કાનમાં પહેરેલા દાગીનાની પણ લૂંટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...