પંજાબમાં ધોળા દિવસે લૂંટની ઘટના,VIDEO:બંદૂકની ધાકે લૂંટારુ ચેઈન લૂંટી ફરાર,ઘટના CCTVમાં કેદ

2 મહિનો પહેલા

પંજાબના તરન તારણમાં બાબા દીપ સિંહ એવન્યુમાં બંદૂક તાકી લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. લૂંટારૂ ઘરની બહાર જ મહિલાના વાળ ખેંચી તેને પાડી દીધી હતી. આ દરમિયાન બાળકીએ તેને રોકવાનો પ્રયાસ કરતા લૂંટારુએ બાળકીને પણ ધક્કો માર્યો હતો. તો પાડોશીને પણ બંદૂકના જોરે ડરાવ્યો હતો. મહિલાના ગળામાંથી અઢી તોલાની ચેઈન લઈને લૂંટારુ ફરાર થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા હાલ પોલીસે FIR નોંધી કાર્યવાહી હાથ ધરી છે.