• Gujarati News
  • National
  • The Road From Rashtrapati Bhavan To India Gate Was Renamed, Rajpath Will Now Be Called Kartvyapath

મોટો નિર્ણય!:રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના રસ્તાનું નામ બદલાયું, રાજપથ હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના રસ્તાનું નામ બદલાયું, રાજપથ હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે

રાજપથ હવેથી તેના નવા નામ કર્તવ્યપથ તરીકે ઓળખાશે. NDMCએ પોતાની બેઠકમાં મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીયમંત્રી મીનાક્ષી લેખીએ આને એક ઐતિહાસિક ચૂકાદો જણાવી સમગ્ર દેશવાસીઓને તેની શુભકામનાઓ આપી છે.તેમણે કહ્યું, રાજપથનું નામ બદલવાનો અમારો નિર્ણય માતૃભૂમિની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

રાજપથ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે, જેની લંબાઈ 3 કિલોમીટરની છે. રાજપથ પર દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં તેનું નામ બદલીને કર્તવ્યપથ કરવાનો નિર્ણય કર્યોં છે. તેની પર અંતિમ મહોર લગાડવા આજે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(NDMC)એ બેઠક બોલાવી હતી. બેઠકમાં નામ બદલવાના પ્રસ્તાવ પર મહોર લાગી ચૂકી છે. હવે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી લઈ રાષ્ટ્રપતિ ભવનના તમામ રસ્તા અને ક્ષેત્રને 'કર્તવ્યપથ' તરીકે ઓળખવામાં આવશે.

સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કરશે PM
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના બંને બાજુના ક્ષેત્રને સેન્ટ્રલ વિસ્ટા કહેવાય છે. હવે રાજપથનું નામ બદલી કર્તવ્યપથ કરી દેવામાં આવ્યું છે.

102 વર્ષમાં ત્રીજી વખત નામ બદલાયું
ત્રીજી વખત રાજપથનું નામ બદલવામાં આવ્યું છે. બ્રિટિશ શાસન વખતે આ રસ્તાનું નામ કિંગ્સવે(kingsway) હતું. આઝાદી બાદ તેનું નામ બદલી 'રાજપથ' કરવામાં આવ્યું, જે કિંગ્સવેનો જ હિંદી અનુવાદ છે. હવે રાજપથનું નામ બદલી કર્તવ્યપથ કરી દેવામાં આવ્યું છે.

રાજપથનો શું છે ઈતિહાસ?

  • 1911માં જ્યારે અંગ્રેજોએ પોતાની રાજધાની કોલકત્તાને બદલી દિલ્હી બનાવી, ત્યારે નવી રાજધાનીને ડિઝાઈન કરવાની જવાબદારી એડવિન લુટિયંસ અને હર્બર્ટ બેકરને સોંપી હતી. 1920માં રાજપથ બનીને તૈયાર થયું હતું. ત્યારે તેને કિંગ્સવે એટલે કે 'રાજાનો રસ્તો' કહેવાતો હતો.
  • 1905માં લંડનમાં જ્યોર્જ પંચમના પિતાના સન્માનમાં એક રસ્તો બનાવાયો હતો, જેનું નામ કિંગ્સવે રાખવામાં આવ્યું હતું. જ્યોર્જ પંચમ 1911માં દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમણે નવી રાજધાનીની ઘોષણા કરી હતી.
  • આઝાદી પછી તેનું નામ બદલીને 'રાજપથ' રાખવામાં આવ્યું. જોકે, આ કિંગ્સવેનું હિંદી અનુવાદ હતું. 75 વર્ષથી રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ કરવામાં આવે છે.હવે રાજપથનું નામ બદલી કર્તવ્યપથ કરી દેવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...