• Gujarati News
  • National
  • The Rioters Were Seen Carrying Swords, CCTV Footage Of The Violence stoning Came Out

મધ્યપ્રદેશની ખરગોન હિંસા:તોફાનીઓ તલવાર લઈને જોવા મળ્યા, બહાર આવ્યા હિંસા-પથ્થરમારાના CCTV ફૂટેજ

ખરગોનએક મહિનો પહેલા
  • ફૂટેજ ઘાટી માર્ગ મુલ્લાન વાડી જામા મસ્જિદની પાછળના વોર્ડ નંબર 13ના હોવાનું કહેવાય છે

મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે તોફાનીઓ પથ્થરમારો અને તલવાર ફેરવતા દેખાઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ ઘાટી માર્ગ મુલ્લાન વાડી, જામા મસ્જિદની પાછળના વોર્ડ નંબર 13ના હોવાનું કહેવાઈ રહ્યું છે. એમાં એક વ્યક્તિ તલવારથી ગાડી પર હુમલો કરતી પણ દેખાઈ રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોએ પોતાનો ચહેરો ઢાંકેલો છે. તેમના હાથમાં તલવાર છે. કેટલાક લોકો પથ્થરમારો પણ કરતા દેખાઈ રહ્યા છે.

100 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના પ્રસંગે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે શોભાયાત્રા મસ્જિદની પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એ પછી આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ છે. રામનવમી અને તેના આગલા દિવસે ફેલાયેલા મામલામાં અત્યારસુધીમાં 100 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એસપી પર તોફાનીઓએ હુમલો કર્યો
હિંસામાં ખરગોનના એસપી સિદ્ધાર્થ ચૌધરી પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના પગમાં ગોળી વાગી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે તેમને જેવી હિંસા અને આગ લગાડવાની માહિતી મળી તેઓ સંજયનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં એક તલવારધારી યુવકે તેમને દોડાવ્યા હતા. જોકે ત્યાર પછી જ્યારે તેમણે તેનો પીછો કર્યો અને તેની પાસેથી તલવાર છીનવવાની કોશિશ કરી તો તેમના અંગૂઠામાં ઈજા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમણે તેને ફરી પકડવાની કોશિશ કરી તો તેમના સાથીએ તેમની પર ગોળી ચલાવી હતી. એને પગલે તેમના પગમાં ઈજા થઈ હતી. જોકે સર્જરીની જરૂર પડી નહોતી. હાલ એસપી ઘરે જ આરામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...