• Gujarati News
  • National
  • The Rioters Pelted Stones At The Vehicles Involved In The Procession, Setting The Vehicles On Fire.

10 ફોટામાં દિલ્હી જહાંગીરપુરી હિંસા:શોભાયાત્રામાં સામેલ વાહનો પર ચઢીને તોફાનીઓએ પથ્થરમારો કર્યો, વાહનોને આગ ચાંપી હતી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • તોફાનીઓના પથ્થરમારામાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

શનિવારે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા નીકળી રહી હતી. જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. કુશલ સિનેમા પાસે બનેલી ઘટના બાદ બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓએ પથ્થરમારો કર્યા બાદ દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે શનિવારે મોડી રાત્રે જણાવ્યું કે FIR નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. અમે લોકો સાથે સતત સંપર્કમાં છીએ અને શાંતિ જાળવી રાખવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરીએ છીએ. આ પહેલા એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક તોફાનીઓ શોભાયાત્રામાં સામેલ વાહનો પર ચઢી ગયા હતા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન ઉજવણી કરી રહેલી ભીડ પોતાનો જીવ બચાવવા ભાગવા લાગી હતી. તસવીરોમાં જુઓ સમગ્ર ઘટના..

ગઈ સાંજે લગભગ 5.30 વાગ્યે કુશલ સિનેમા પાસે તોફાનીઓએ શાભાયાત્રા પર હુમલો કર્યો હતો. તોફાનીઓનું ટોળું યાત્રામાં સામેલ વાહનો પર ચઢી ગયું હતું અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી.

તોફાનીઓના હુમલા બાદ શોભાયાત્રામાં સામેલ લોકો પોતાના વાહનો રસ્તા પર છોડીને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા.

પોલીસ કમિશ્નર દીપેન્દ્ર પોઠકે જમાવ્યું હતુ કે શોભાયાત્રા દરમિયાન બે જુથ વચ્ચે અથડામણ થયું હતુ. તોફાનીઓએ તલવાર, છરી અને લાકડી-ડંડા વડે હુમલો કર્યો હતો.

ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં એક સબ ઈન્સ્પેક્ટર અને 5 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. કેટલાક નાગરિકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કર આંકડા આપવામાં આવ્યા નથી.

શોભાયાત્રા પર હુમલા બાદ બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. બંને તરફથી પથ્થરમારો થયો હતો. મોડી સાંજ સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. થોડી જ વારમાં પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી.

તોફાનીઓએ જહાંગીરપુરીમાં અનેક કાર અને ટ્રકને પણ નિશાન બનાવી હતી. લાકડીઓ વડે કારના કાચ તોડી નાખ્યા હતા. લોકો તેમના વાહનો છોડીને જીવ બચાવવા માટે જ્યાં તેમને રસ્તો મળ્યો ત્યાં દોડી ગયા હતા.

રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનોને પણ આગ ચાંપી હતી. પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. રસ્તા પર પડેલા લાકડીઓ અને પથ્થરો પરિસ્થિતિનું વર્ણન કરવા માટે પૂરતા હતા.

તોફાનીઓનો સામનો કરવા માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસની રાયોટ કંટ્રોલ ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ ફોર્સે સમગ્ર વિસ્તારમાં રાતભર કૂચ કરી હતી.

જહાંગીરપુરીમાં દરેક જગ્યાએ પોલીસ ફોર્સ તૈનાત છે. આખી રાત ડ્રોન દ્વારા પણ વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. લોકોને અફવાઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

એક સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પોલીસ દળ શોભાયાત્રામાં સાથે હોત તો આ ઘટના ન બની હોત. તેમનું કહેવું છે કે ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...