• Gujarati News
  • National
  • The Rioters Chased The Bike And Stabbed The Young Man In The Back; Doctors Worked Hard To Save Lives

જોધપુર રમખાણનો સૌથી ભયાનક વીડિયો:તોફાનીઓએ બાઇકનો પીછો કરી યુવકની પીઠમાં છરી મારી દીધી; ડોક્ટરોએ મહામહેનતે જીવ બચાવ્યો

12 દિવસ પહેલા

ધ્વજ ફરકાવવાને લઈને જોધપુરમાં શરૂ થયેલી હિંસાના ચાર દિવસ બાદ લોકોનું જીવન ફરી સામાન્ય બની ગયું છે. આ દરમિયાન રમખાણનો અત્યારસુધીનો સૌથી ભયાનક વીડિયો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તોફાનીઓએ કેવી રીતે બાઈક પર જઈ રહેલા યુવકને દોડાવીને તેની પીઠમાં ચપ્પુ ઘુસાડી દીધું.

આ યુવકનું નામ દીપક છે, જે મંગળવારે થયેલી હિંસામાં ઈજાગ્રસ્ત થયો હતો. ઉપદ્રવવાળા દિવસે બંને ભાઈ દીપક અને લોકેશ સિંહ રમખાણ દરમિયાન લોકોને ઘરોમાં જ રહેવા અને દુકાનો બંધ કરવા માટેનું એલર્ટ આપી રહ્યા હતા. બંને ભાઈ મોતી ચોકથી સુનારોની ગલી થઈને સિલવાટોના બાસ આવ્યા તો સામે તોફાનીઓની ભીડ હતી. તેમનાં હાથોમાં હથિયારો પણ હતાં.

લોકેશે ગાડી દોડાવી. દીપક પાછળની સીટ પર બેઠો હતો. એ દરમિયાન સફેદ કપડામાં એક યુવક દોડતાં-દોડતાં તેમની બાઈકનો પીછો કરવા લાગ્યો. બંને કશું સમજે એ પહેલાં તોફાનીએ દીપકની પીઠમાં ચપ્પુ મારી દીધું. તે ભયાનક દિવસની કહાની હવે લોકેશ દ્વારા જ સાંભળો.

દીપક હજુ પણ MDM હોસ્પિટલમાં દાખલ છે. તેને સાત ટાંકા આવ્યા છે. તેની તબિયત હાલ સ્થિર છે.
દીપક હજુ પણ MDM હોસ્પિટલમાં દાખલ છે. તેને સાત ટાંકા આવ્યા છે. તેની તબિયત હાલ સ્થિર છે.

લોકેશના કહ્યા પ્રમાણે, તોફાનીઓએ મોઢા પર કપડું બાંધેલું હતું. બૂમો પાડી રહ્યા હતા... આને મારી દો-કાપી દો. જોતજોતાંમાં અમે લોકોને એલર્ટ કરવા લાગ્યા. આ દરમિયાન ખ્યાલ જ ન આવ્યો કે ક્યારે એક તોફાનીએ મને ચપ્પુ મારી દીધું. ચપ્પુ વાગતાંની સાથે જ દીપક ગભરાઈ ગયો અને બાઈક રોકવાનું કહેવા લાગ્યો, તે ધીમે ધીમે બેભાન થઈ રહ્યો હતો અને બાઈકની નીચે પડવા જેવો થઈ ગયો હતો. એક વખત તો એવું લાગ્યું કે તેને પથ્થર વાગ્યો છે. તેણે મને એમ જ કહ્યું કે મને પથ્થર મારી દીધો છે બાઈક રોકો. પરંતુ મેં પરિસ્થિતિ જોઈને બાઈક ન રોકી.

દોઢ કિલોમીટર દૂર મહિલા બાગ હોસ્પિટલ લઈને પહોંચ્યો તો માલૂમ પડ્યું કે પથ્થર નહીં, પીઠમાં ચપ્પુ હતું. અહીંથી તેને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સાંજે આશરે ત્રણ વાગે દીપકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. બાદમાં ડોક્ટરોએ ચપ્પુ કાઢ્યું.

હજુ પણ હોસ્પિટલમાં દાખલ, સાત ટાંકા આવ્યા
દીપક હજુ પણ MDM હોસ્પિટલમાં દાખલ છે. સાત ટાંકા આવ્યા છે. હાલ સ્થિતિ ઠીક છે. આ જ સોસાયટીના રહેવાસી દુર્ગા કટ્ટાએ જણાવ્યું હતું કે હું ગેલરીમાં ઊભી હતી. એક સફેદ કપડાં પહેરેલા યુવકે ચપ્પુ માર્યું. ચપ્પુ માર્યા બાદ પણ યુવક તેની પાછળ દોડતો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...