તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Results Of The Third Phase Trial Of The Novavex Vaccine Came Out, 90.4% Effective In Fighting Corona Infection

વધુ એક વેક્સિનને મંજૂરીની આશા:નોવાવેક્સની વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ આવ્યા, કોરોના સંક્રમણથી લડવામાં 90.4% અસરકાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વેક્સિના ટ્રાયલ બ્રિટનમાં કરવામાં આવ્યા છે. તે વિવિધ વેરિએન્ટ્સથી પ્રોટેક્ટ કરવામાં પણ અસરકારક રહી છે - Divya Bhaskar
આ વેક્સિના ટ્રાયલ બ્રિટનમાં કરવામાં આવ્યા છે. તે વિવિધ વેરિએન્ટ્સથી પ્રોટેક્ટ કરવામાં પણ અસરકારક રહી છે

અમેરિકાની કંપની નોવાવેક્સની તૈયાર કરવામાં આવેલી ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો આવી ગયા છે. આ કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામે તે ઘણી અસરકારક સાબીત થઈ છે. વેક્સિનને માઈલ્ડ, મોડરેટ તથા સીવર ડિસીસમાં 90.4% ફાઈનલ એફિકેસી દેખાડી છે. આ ટ્રાયલ બ્રિટનમાં કરવામાં આવ્યો છે.

વધારે સારા પરિણામને લીધે ટૂંક સમયમાં આ વેક્સિનના ઈમર્જન્સી યુઝને મંજૂરી મળવાની આશા વધી ગઈ છે. આ વેક્સિન અલગ-અલગ વેરિએન્ટથી પ્રોટેક્સ કરવામાં પણ અસરકારક રહી છે. વિશ્વભરમાં વેક્સિનની અછત વચ્ચે કંપનીએ આ પરિણામ જાહેર કર્યાં છે.
ભારત માટે કેટલી અસરકારક અસર
નોવાવેક્સ અને ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ વર્ષમાં કોરોના વેક્સિનના રૂપિયા 200 કરોડના ડોઝ તૈયાર કરવાના કોન્ટ્રેક્ટ કર્યાં છે. ઓગસ્ટમાં આ ડીલ સાઈન કરવામાં આવ્યા હતા. સમજૂતી પ્રમાણે ઓછા અને મધ્યમ આવકવાળા દેશો તથા ભારત માટે ઓછામાં ઓછા 100 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

હવે ટ્રાયલના પરિણામ આવ્યા બાદ કંપની 2021ના ત્રીજા ત્રિમાસિકમાં અમેરિકા, UK અને યુરોપમાં ઈમર્જન્સી યુઝની મંજૂરી માંગશે. આ કારણથી સપ્ટેમ્બર અગાઉ વેક્સિન મેળવવું મુશ્કેલ છે.

બાળકો પર પણ વેક્સિનનો ટ્રાયલ કરી રહ્યા છે કંપની

નોવાવેક્સ પોતાની વેક્સિનના બાળકો પર ટ્રાયલની શરૂઆત કરી ચુક્યા છે. કંપનીએ 12-17 વર્ષ ઉંમરના 3,000 બાળકો પર ટ્રાયલ્સ શરૂ કર્યો છે. જોકે, તેને અત્યાર સુધી કોઈ પણ દેશમાં મંજૂરી મળી શકી નથી. તેમા સામેલ થઈ રહેલા બાળકોની બે વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવશે.

અમેરિકા અગાઉ કરી ચુકી છે 12 હજાર કરોડની ડીલ
નોવાવેક્સની અમેરિકાને 10 કરોડ ડોઝ આપવા માટે કરાર કર્યાં છે. આ સોદા 1.6 અબજ ડોલર (આશરે 12 હજાર કરોડ રૂપિયા) છે. આ સાથે બ્રિટન, કેનેડા અને જાપા સાથે પણ વેક્સિન સપ્લાઈ માટે સમજૂતી કરવામાં આવી છે.