• Gujarati News
  • National
  • The Responsibility Of The First Factory Will Be Printed On Clothes Along With The Families Of The Surrendered Naxals, Supply Across The Country

મદદ:પહેલી જ ફેક્ટરીની જવાબદારી આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલોને-પીડિત પરિવારો સાથે મળીને કપડાં પર પ્રિન્ટિંગ કરશે, દેશભરમાં સપ્લાય

દાંતેવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતેવાડામાં 1 નવેમ્બરે ખૂલશે છત્તીસગઢની પહેલી ડેનેક્સ ટેક્સટાઈલ પ્રિન્ટિંગ ફેક્ટરી
  • અહીં 20 શૉપિંગ કોમ્પ્લેક્સ સાથે ટેક્સટાઈલ પ્રિન્ટિંગ ફેક્ટરી પણ હશે, અહીં ટ્રેનિંગ પણ અપાશે

છત્તીસગઢમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલો હવે નક્સલ પીડિત પરિવારો સાથે મળીને ડેનેક્સ ટેક્સટાઈલ પ્રિન્ટિંગ ફેક્ટરી ચલાવશે. આ બધી મળીને બ્રાન્ડેડ ક્લોથ કંપનીઓ માટે કપડાં પર પ્રિન્ટિંગનું કામ કરશે. અહીં પ્રિન્ટ કરાયેલા કપડાં અને સિલાઈ પછી તે વિવિધ માધ્યમોથી દેશભરના બજારોમાં મોકલાશે. આ ફેક્ટરી કારલી વિસ્તારમાં બની રહી છે.

આ છત્તીસગઢની પહેલી ફેક્ટરી હશે, જેની જવાબદારી નક્સલ પીડિત પરિવારો અને આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલોને સોંપાશે. અહીં આવા 100 નક્સલને રોજગારી મળશે. દાંતેવાડાના કલેક્ટર દીપક સોનીએ કહ્યું કે, શહીદ મહેન્દ્ર કર્મા કોલોનીમાં ડેનેક્સ ટેક્સટાઈલ પ્રિન્ટિંગની પહેલી ફેક્ટરી ખૂલશે. અહીં નક્સલ પીડિત પરિવારના સભ્યો સાથે આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલોને પણ આવાસીય વ્યવસ્થા કરાઈ છે. ડેનેક્સની આ ચોથી ફેક્ટરી હશે. ત્રણ ફેક્ટરીમાં કપડાંની સિલાઈનું કામ થાય છે. હવે કારલીમાં મશીનો પ્લાન્ટ કરવાનું કામ એક-બે દિવસમાં શરૂ થશે.

1 નવેમ્બરથી ટ્રેનિંગની સાથે રોજગારી આપવાની શરૂઆત કરાશે. અહીં 20 શૉપિંગ કોમ્પલેક્સની સાથે ટેક્સટાઈલ પ્રિન્ટિંગ ફેક્ટરી પણ હશે, જેનાથી આ તમામ સારી આજીવિકા મેળવીને મુખ્યધારાની જીવનશૈલી જીવી શકશે. દાંતેવાડાને ગાર્મેન્ટનું હબ બનાવવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. ગાર્મેન્ટની 3 ફેક્ટરી ખૂલતા અહીં 800થી વધુ મહિલાઓને નોકરી મળી ગઈ છે. દાંતેવાડા પોલીસે જૂન 2020ના રોજ લોન વર્રાટૂ અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર પછી 445થી વધુ નક્સલ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. તેમને રોજગારી અપાઈ રહી છે. કલેક્ટરના મતે, આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલોને રોજગારી આપવા તેમની તમામ વિગતો સાથે યાદી પણ બનાવાઈ રહી છે.

અત્યાર સુધી 3 ફેક્ટરી ખૂલી ચૂકી છે, 800 મહિલાને રોજગારી મળી

  • 31 જાન્યુઆરી 2021ના રોજ હારમમાં પહેલી ફેક્ટરી ખૂલી. અહીં 500 મહિલા કામ કરીને ગુજરાન ચલાવી રહી છે.
  • જૂન 2021એ બારસૂરમાં બીજી ફેક્ટરી ખૂલી, જેમાં 150 મહિલાને રોજગારી મળી છે.
  • ગારમેન્ટની ત્રીજી ફેક્ટરી સૌથી પછાત બ્લોક કટેકલ્યાણમાં છે. તેમાં પણ 150 મહિલા કામ કરે છે.
અન્ય સમાચારો પણ છે...