તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RBIની નાણાકીય નીતિની સમીક્ષાથી માર્કેટ ઊછળ્યું:સતત ત્રીજીવાર રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં, GDPમાં ઘટાડાનું અનુમાન 7.5% કરાયું

મુંબઈ4 મહિનો પહેલા

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 2020-21માં GDPનું અનુમાન બદલી નાખવામાં આવ્યું છે. હવે તેમાં 7.5 ટકાનો ઘટાડો થવાની શકયતા છે. ઓક્ટોબરમાં GDPમાં 9.5 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. એટલે કે બે મહીનામાં ઘટાડાના અનુમાનમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

મોંઘવારીને ધ્યાનમાં રાખતાં RBIની કમિટીએ નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જે 4 ટકા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 3 દિવસ સુધી ચાલેલી કમિટીની બેઠક પછી શુક્રવારે કહ્યું છે કે મોંઘવારી દર હજી પણ ઊંચા સ્તરે રહી શકે છે. જોકે ઠંડીમાં એમાં થોડી રાહત મળે એવી શકયતા છે.

તેમણે કહ્યું હતું કે મોંઘવારી દર ઊંચો રહેવાનું કારણ સપ્લાઈ ચેનમાં સમસ્યા છે. જાણકારોએ પહેલાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. નિર્ણય પછી રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25 ટકાના સ્તરે યથાવત્ છે.

રિટેલ મોંઘવારી 6.8 ટકા રહી શકે છે
ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં કહ્યું હતું, રિટેલ મોંઘવારી નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિકમાં 6.8 ટકા, ચોથા ત્રિમાસિકમાં 5.8 ટકા રહેવાનું અનુમાન છે. RBIએ આ પહેલાં ઓક્ટોબરની મોનિટરી પોલિસીમાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે 2020-21માં દેશની જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્રીજા ત્રિમાસિકમાં 5.6 ટકાના ઘટાડાનું અનુમાન હતું, જ્યારે ચોથા ત્રિમાસિકમાં GDPમાં અડધા ટકાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

RBI ગવર્નરની 3 મુખ્ય વાતો

1.સપ્લાઈ સાઈડ મોંઘવારીના દબાણને કન્ટ્રોલ કરશે
સપ્લાઈ સાઈડ, જે મોંઘવારીનું દબાણ છે, તેને નિયંત્રણમાં લાવવા માટે વધુ પ્રયત્ન કરવાની જરૂરિયાત છે. કોર્પોરેટ આવક પરથી ખ્યાલ આવે છે કે ડિમાન્ડ સુધરી રહી છે અને પ્રોફિટના આંકડાઓ વધી રહ્યા છે. શહેરી માગમાં વધુ વૃદ્ધિ થવાને પગલે ગ્રામીણ માગમાં રિકવરી વધુ થવાની શકયતા છે. નાણાકીય ક્ષેત્રની સ્થિરતા જાળવી રાખવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે.

2.ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી કન્ટ્રોલ પર નિર્દેશ
આ સંસ્થાઓ રેગ્યુલેશનની સીમામાં છે, તેના માટે RBIએ ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી કન્ટ્રોલનો નિર્દેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગુરુવારે જ દેશની સૌથી મોટી બેન્ક SBI અને HDFC બેન્કની ડિજિટલ સેવાઓમાં ખામી પ્રકાશમાં આવી હતી. HDFC બેન્ક પર કોઈ પણ નવી ડિજિટલ સેવા લોન્ચ કરવા અંગે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય SBIની YONO ડિજિટલ સર્વિસ ગઈકાલે ઠપ થઈ ગઈ હતી.

3.ફરિયાદો સોલ્વ કરવામાં મોડું થવા પર ગ્રાહકોને વળતર
ગ્રાહકોની ફરિયાદનું સારી રીતે સમાધાન થાય તે માટે ફરિયાદોના સમાધાનમાં જો મોડું થાય તો મોનિટરી કમ્પેન્સેશન માટે એક વિસ્તૃત વ્યવસ્થાની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રસ્તાવિત ડિજિટલ ચુકવણી સુરક્ષા નિયંત્રણ માટે દિશા-નિર્દેશોને તાત્કાલિક સાર્વજનિક કરવામાં આવે તેવી શકયતા છે. કેટલીક જગ્યાએ કોરોનાના સંક્રમણમાં વૃદ્ધિ થઈ રહી છે, જોકે સકારાત્મક આર્થિક સ્થિતિઓ તેની પર હાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો