તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Report Claims That Fewer Men Were Hospitalized In The Second Wave Than In The First, A 3.1% Increase In Hospital Deaths.

કોરોનાની બંને લહેરો પર રિસર્ચ:રિપોર્ટમાં દાવો- પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં ઓછા પુરુષોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, હોસ્પિટલમાં મૃત્યુમાં 3.1%નો વધારો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • બીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણ યુવાનોને લાગ્યું
  • ઓક્સિજન અને વેન્ટિલેટરની બીજી લહેરમાં સૌથી વધુ જરૂર પડી

કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારે વિનાશ સર્જાયો છે. દેશમાં પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં ફેબ્રુઆરીથી 11 મે સુધીમાં ઘણા ઓછા પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે આ દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યામાં 3.1%નો વધારો થયો હતો.

આ દાવો એક અધ્યયનમાં કરવામાં આવ્યો છે, જે બંને લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ક્લિનિકલ પ્રોફાઇલ્સનું રિસર્ચ કર્યા પછી સામે આવ્યું છે. આ અભ્યાસ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (NCDC)ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે.

આ અભ્યાસ ICMR, AIIMS અને NCDC દ્વારા કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ ICMR, AIIMS અને NCDC દ્વારા કરવામાં આવ્યો હતો.

યુવાનો બીજી લહેરમાં સૌથી વધુ સંક્રમિત થયા
અભ્યાસ મુજબ, પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં યુવાનોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે, જોકે બંને તરંગોમાં હોસ્પિટલમાં દાખલ થનારા 70% દર્દીઓ 40 વર્ષથી વધુ ઉંમરના હતા. આ અભ્યાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે લોકો પ્રથમ અને બીજા લહેર વચ્ચેના તફાવતને સમજી શકાય. આ તમામ ડેટા નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રીમાંથી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં દેશભરમાંથી 41 હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં યુવાનોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે.
પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં યુવાનોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે.

આ અભ્યાસમાં પ્રથમ લહેર માટેનો ડેટા 1 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી 2020 સુધી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજી લહેર માટેનો ડેટા 1 ફેબ્રુઆરીથી 11 મે 2021 દરમિયાન લેવામાં આવ્યો હતો.

રિસર્ચમાં સામે આવ્યું

  • બીજી લહેરમાં દરેક વયના લોકોનાં મૃત્યુનો આંક વધ્યો છે, માત્ર 20 વર્ષથી ઓછી વયના લોકોને બાદ કરતાં.
  • બીજી લહેરમાં 20 વર્ષથી ઓછી વયના અને 20-39ની વય વચ્ચેના લોકો સૌથી વધુ હોસ્પિટલમાં દાખલ થયા.
  • બંને લહેરમાં સંક્રમિતોમાં સામાન્ય લક્ષણ તાવ જ હતો.
  • બીજી લહેરમાં શ્વાસની તકલીફ સૌથી વધુ સામે આવી. ઓક્સિજન અને મિકેનિકલ વેન્ટિલેટરની સૌથી વધુ જરૂર પડી.
  • બીજી લહેરમાં તે યુવાઓ સૌથી વધુ સંક્રમિત થયા, જેમને પહેલેથી જ કોઈ બીમારી હતી.