તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેકબુક:સાંસદને જોઈને ફેસબુકની ફેક એકાઉન્ટ હટાવવામાં પાછીપાની

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેસબુકે ભારતમાં ફેક એકાઉન્ટ હટાવવાની તૈયારી કરી હતી, પરંતુ તેને આ મામલામાં એક ભાજપ સાંસદની સામેલગીરીના પુરાવા મળ્યા તો તેણે પાછીપાની કરી. ફેસબુકના એક પૂર્વ ડેટા સાયન્ટિસ્ટ સોફી ઝાંગે આ દાવો કર્યો છે. ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ પ્રમાણે, ઝાંગ કહે છે કે ભારતમાં આશરે તમામ રાજકીય પક્ષ ફેક એકાઉન્ટ્સ અને ફેક એક્ટિવિટીનો ઉપયોગ કરે છે. મેં ડિસેમ્બર 2019માં શંકાસ્પદ ફેસબુક એકાઉન્ટ ધરાવતાં ચાર નેટવર્ક શોધી કાઢ્યાં હતાં. તેના થકી ફેક લાઈક, કોમેન્ટ્સ, રિએક્શન અને શેર્સ થકી પ્રચાર કરવામાં આવે છે. તેમાંથી ભાજપ અને કોંગ્રેસના બે-બે નેટવર્ક પોતાના પક્ષના સમર્થનમાં એક્ટિવ હતાં.

ફેસબુકની ચેકપોઈન્ટ સિસ્ટમ થકી ભાજપ સાંસદની પણ તેમાં સામેલગીરી હોવાના પુરાવા મળ્યા હતા. આ સિસ્ટમ યુઝર્સને તેના અસલી નામ સાથે ફક્ત એક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપે છે. ‘ધ ગાર્ડિયન’એ દાવો કર્યો છે કે, અમે તે ભાજપ સાંસદનું નામ જાણીએ છીએ, પરંતુ જ્યાં સુધી તેમની વિરુદ્ધ મજબૂત પુરાવા ના મળે ત્યાં સુધી તેમનું નામ જાહેર નહીં કરીએ.

અમારા પરના આરોપ ખોટા, પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા અમે પ્રયાસ કરીએ છીએ: ફેસબુક
ફેસબુકના પ્રવક્તા લિજ બુર્જુઆએ કહ્યું છે કે, ઝાંગના આરોપ તથ્યહીન છે. અમે અમારા પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા બધા જ પ્રયાસ કરીએ છીએ. તેના માટે ફેસબુકની ખાસ ટીમ પણ છે, જેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તપાસ કરીને ત્રણ મોટા કેસ અંગે ભારત સરકાર સાથે વાત કરીછે. અમે અમારી નીતિઓ પ્રમાણે ફેક એકાઉન્ટ હટાવીએ છીએ.

ભારતમાં 2019ની ચૂંટણી પહેલાં લાખો કોમેન્ટ્સ, શેર્સ હટાવ્યા હતા
ઝાંગનો દાવો છે કે, મેં ભારતની 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં આશરે તમામ રાજકીય પક્ષના ફેસબુક એકાઉન્ટ તપાસ્યાં હતાં. ખાસ કરીને એ એકાઉન્ટ્સની તપાસ કરી હતી, જેમાં વાંધાજનક મેસેજીસ હતા. ત્યારે ફેસબુકે આ પેજો પર આવેલા 22 લાખથી વધુ રિએક્શન્સ, 17 લાખ શેર્સ અને 3.30 લાખ કોમેન્ટ્સ હટાવ્યા હતા

ફેસબુક પર પહેલાં પણ લાગ્યા હતા રાજકીય પક્ષપાતના આરોપ
અગાઉ પણ ફેસબુક પર રાજકીય પક્ષપાતના આરોપ લાગી ચૂક્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન અખબાર ‘વૉલસ્ટ્રીટ જર્નલ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. તેમાં કહેવાયું હતું કે, ‘ફેસબુકની દક્ષિણ અને મધ્ય એશિયા પોલિસી ડિરેક્ટર આંખી દાસે ભાજપ નેતા ટી. રાજાસિંહ વિરુદ્ધ હેટ સ્પીચના નિયમો લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. કારણ કે, આંખીને ડર હતો કે, તેનાથી ફેસબુકના ભાજપ સરકાર સાથે સંબંધ બગડી શકે છે.

ચેકપોઈન્ટ સિસ્ટમથી ભાજપ સાંસદનું શંકાસ્પદ એકાઉન્ટ પકડાયું
‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ પ્રમાણે, ફેસબુકના એક કર્મચારીએ 19 ડિસેમ્બર, 2020ના રોજ 500 એકાઉન્ટની માહિતી ચેકપોઈન્ટને મોકલી હતી. આ ખાતાં ત્રણ નેટવર્ક સાથે જોડાયેલાં હતાં. તે કર્મચારી 20 ડિસેમ્બરે પણ ચોથા નેટવર્ક સાથે જોડાયેલા 50 એકાઉન્ટ ચેકપોઈન્ટને મોકલવાની પ્રક્રિયા પર કામ કરતો હતો, પરંતુ ત્યારે તે અટકી ગયો. તેણે એક ખાતાને ‘એક્સ ચેક સિસ્ટમ’, ‘ગવર્મેન્ટ પાર્ટનર’ અને ‘હાઈ પ્રાયોરિટી ઈન્ડિયન’ તરીકે ટેગ કર્યું હતું. ઝાંગનો દાવો છે કે, આ સિસ્ટમનો ઉપયોગ મહત્ત્વના એકાઉન્ટને ઓળખવા કરાય છે. પછી મને સમજાયું કે, તે શંકાસ્પદ એકાઉન્ટ ભાજપ સાંસદના હતાં. બાદમાં દસ્તાવેજો પરથી એ પણ ખબર પડી કે, ઝાંગે શંકાસ્પદ એકાઉન્ટ વિશે ફેસબુક મેનેજમેન્ટને વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ તેની ફરિયાદો સાંભળવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...