• Gujarati News
  • National
  • Scissors Penetrated An Inch And A Half Under The Eye While Playing, Removed After 10 Minutes Of Operation

3 વર્ષના બાળકની આંખમાં કાતર ઘૂસી ગઈ!:બાળક કાતરથી રમતું હતું ને આંખમાં અઢી ઇંચ સુધી અંદર ગઈ, 10 મિનિટના ઓપરેશન પછી કઢાઈ, રાજસ્થાનનો બનાવ

નાગૌર21 દિવસ પહેલા
  • સર્જરી પછી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું

રાજસ્થાનના નાગૌર શહેરમાં રમતાં-રમતાં ત્રણ વર્ષના બાળકના આંખમાં કાતર ઘૂસી ગઈ હતી. બાળકે ચીસ પાડતાં જ પરિવારના સભ્યોનું ધ્યાન બાળક તરફ ગયું હતું. બાદમાં ગંભીર સ્થિતિમાં બાળકને અજમેરની જેએલએન હોસ્પિટલમાં લઈ જવાયું હતું. જોકે 10 મિનિટના ઓપરેશન પછી કાતરને બહાર કાઢી લેવામાં આવી હતી. બાળક હવે સ્વસ્થ છે, તેની આંખની દૃષ્ટિ પણ સલામત છે.

ઘટના સોમવારની મોડી રાતની છે. ગજેન્દ્ર ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતાં-રમતાં કાતરનો આગલો ભાગ લગભગ 6 સેન્ટિમીટર સુધી તેની આંખની નીચે ઘૂસી ગયો હતો. કાતર આંખમાં જતાં જ બાળક જોરજોરથી રડવા લાગ્યું હતું. ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેને લઈને પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દેવેન્દ્ર શર્માએ સારવાર શરૂ કરી હતી. બાળકની તાત્કાલિક સર્જરી શરૂ કરી અને 10 મિનિટમાં જ ઓપરેશન કરીને કાતરને આંખમાંથી બહાર કાઢી ​​લેવામાં આવી હતી.

પોસ્ટ સર્જરી પછી બાળક સંપૂર્ણ રીતે સાજું
ડો.દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પોસ્ટ સર્જરી પછી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે પરિવારને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો ઘણા ડરી ગયા હતા. આંખના નીચેના ભાગમાં 6CM સુધી કાતર ઘૂસી ગઈ હતી. અસ્કિલેરા ખૂબ જ ડેમેજ થઈ હતી. જોકે સદનસીબે આંખને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નહોતું. પહેલા લોહીને રોકવામાં આવ્યું અને એ પછી કાતરને બહાર કાઢી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...