તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • With 75% Of The State's Population Engaged In Agriculture, Farmers' Votes In Two thirds Of The Assembly Seats Determine Victory Or Defeat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબમાં ખેડૂત મુદ્દો નહિ પરંતુ મજબૂરી:રાજ્યની 75% વસ્તી ખેતી સાથે જોડાયેલી, વિધાનસભાની બે-તૃતીયાંશ સીટ પર ખેડૂતોના વોટ નક્કી કરે છે હાર-જીત

જાલંધર2 મહિનો પહેલાલેખક: મનીષ શર્મા
 • કૉપી લિંક

હાલ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનની ચર્ચા ચાલી રહી છે. તેના કારણે પંજાબની અગ્રણી પાર્ટી અકાલી દળ હોય કે દિલ્હી પછી રાજકીય ભવિષ્યને સુરક્ષિત રાખવામાં જોડાયેલી આમ આદમી પાર્ટી(AAP) કે પછી સતામાં બેઠેલી કોંગ્રેસ હવે બધી રાજકીય પાર્ટીઓ ખેડૂતોની માનતી થવા માટે એ તમામ પગલાઓ ભરી રહી છે, જેનાથી આગામી ચૂંટણીમાં પંજાબના ખેડૂતોની સાથે તેમની સાથે જોડાયેલા અડતિયા અને મજૂર વર્ગની વોટ બેન્કને પોતાના પક્ષમાં કરી શકાય.

આ જ કારણે પહેલા કેપ્ટને પંજાબમાં ખેડૂત આંદોલનને સંપૂર્ણ સમર્થન કર્યું. પછી દિલ્હી કૂચમાં તેમની સરકારે કોઈ રોકટોક ન કરી અને હવે હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જ અને પાણી છોડવામાં આવ્યું તો કેપ્ટને આક્રમક વલણ અપનાવતા હરિયાણા સરકારને સીધો સવાલ કરીને ખેડૂતોમાં છાપ બનાવવાની કોશિશ કરી.

ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યા પછી હવે પંજાબ સરકારે ખેડૂતો પર નોંધાયેલા કેસ પરત લેવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે આ મુખ્ય મુદ્દો એ કારણે પણ છે કે કોંગ્રેસના સત્તામાં પરત ફરવાથી લઈને તેમની વ્યક્તિગત છબી માટે ખેડૂતો મહત્વના છે.

ખેડૂતો શક્તિશાળી કારણ કે તેમના ખંભા પર ઈકોનોમિ
પંજાબની ઈકોનોમિ એગ્રીકલ્ચર આધારિત છે. ખેતી થવાથી માત્ર બજાર ચાલે છે એવું નથી પરંતુ મોટાભાગની ઈન્ડસ્ટ્રીઝ પણ ટ્રેક્ટરથી લઈને ખેતીવાડી સુધીનો સામાન બનાવે છે. પંજાબમાં 75 ટકા લોકો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ખેતી સાથે જોડાયેલા છે. પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં ખેડૂત, તેમના ખેતરોમાં કામ કરનાર મજૂર, તેમની પાસેથી પાક ખરીદનારા અાડતિયા અને ખાતર-જતુંનાશકોના વેપારીઓ સામેલ છે.

કેપ્ટન એક સાથે ઘણા નિશાન સાધી રહ્યાં છે
કોંગ્રેસની કેપ્ટન અરરિંદર સિંહની આગેવાની વાળી સરકાર ખેડૂત આંદોલન દ્વારા એક સાથે ઘણા નિશાનો સાધી રહી છે. પંજાબમાં ખેડૂત રાજકારણમાં એટલા માટે મહત્વના છે કારણ કે ખેડૂતોના પોતાના વોટ સિવાય તેમની સાથે જોડાયેલા ખેત મજૂર પર પણ તેમનો પ્રભાવ હોય છે. આ સિવાય મોટા ખેડૂતો અાડતિયાઓ અને ખેતીવાડી સાથે સીધા જોડાયેલા કારોબારી અને દુકાનદારોને પણ પ્રભાવિત કરે છે. આ બધાને કોંગ્રેસ સાથે જોડાવા તે એક મોટું રાજકારણ છે.

કેપ્ટનની વિરોધી રાજકીય પાર્ટીઓને ટક્કર આપવાની કવાયત

અકલી દળ પરત ફરે તેવું નથી ઈચ્છતા કેપ્ટન
અકાલ દળે 10 વર્ષ સરકાર ચલાવી પંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં તે 3 નંબરની પાર્ટી બની. પંજાબના લોકોએ તેને સૌથી મોટો વિપક્ષ રહેવા લાયક પણ રાખી નથી. અકાલી દળ કમબેકની પુરતી કોશિશ કરી રહ્યો છે.

AAPએ સોશિયલ મીડિયા સપોર્ટ તોડ્યો
ખેડૂત આંદોલન દ્વારા આમ આદમી પાર્ટીએ પંજાબમાં ફરીથી પોતાના પક્ષમાં વેવ બનાવવાની કોશિશ કરી. સોશિયલ મીડિયા પર AAP આક્રમક વલણ અપનાવી રહી છે. AAPના સમર્થક ખેડૂત આંદોલનના પક્ષમાં અને PM મોદીના વિરોધમાં સતત ચળવળ ચલાવી રહ્યાં છે.

કૃષિનું અર્થસાસ્ત્ર
કેટલિ મંડીઓ- 1850 (તેમા 152 મોટી મંડીઓ છે, જેને ગ્રેન માર્કેટ કહેવાય છે.).
મંડીઓનું ટર્નઓવર- વાર્ષિક 3500-3600 કરોડ (માર્કેટ ફી અને રુરલ ડેવલપમેન્ટ ફંડના માધ્યમથી સરકારને કમાણી).
ફાર્મ ઈક્વિપમેન્ટ- વાર્ષિક લગભગ 300 કરોડ રૂપિયા.
ટ્રાન્સપોર્ટ- 1000 કરોડ રૂપિયા વાર્ષિક.
ફર્ટીલાઈઝર- વાર્ષિક 15000 કરોડ.
આડતિયા કી કમાણી- વાર્ષિક 1500 કરોડ

પંજાબની ખેતીવાડીની જમીન 7.442 મિલિયન હેક્ટર છે. જેનો માલિકી હક 10.93 ખાલ લોકો પાસે છે. વર્ષ 2013ના કૃષિ સર્વેક્ષણ મુજબ દેશના ખેડૂતની વાર્ષિક આવક 77,124 રૂપિયા છે, જે દર મહિને 6,427 થાય. સૌથી વધારે આવક પંજાબના ખેડૂતની છે. જે દર મહિને 18059 રૂ. છે. બિહારના ખેડૂતોની આવક દર મહિને 3557 રૂ. છે. પંજાબનો ખેડૂત બિહારની સરખામણીમાં 6 ગણુ વધારે કમાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો