• Gujarati News
 • National
 • Find Out What Is The Rave Party In Controversy After The Cruise Raid, How Fast Is This Kind Of Party Culture Growing In India

ડ્રગ્સ સેવનનું AP સેન્ટર:ક્રૂઝ પર પડેલા દરોડાથી વિવાદોમાં આવેલી રેવ પાર્ટી શું હોય છે, ભારતમાં કેટલી ઝડપથી આ પ્રકારનું પાર્ટી કલ્ચર વધી રહ્યું છે એ જાણો

14 દિવસ પહેલા
 • ભારતમાં રેવ પાર્ટીની શરૂઆત ગોવામાં હિપ્પી સમુદાય દ્વારા કરવામાં આવેલી, ગોવાથી એ દેશભરના મોટા શહેરોમાં ફેલાવા લાગી હતી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ તાજેતરમાં મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર દરોડા પાડીને હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવેલું અને અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન સહિત અનેક લોકોની ધરપકડક કરવામાં આવી હતી. આ સાથે જ દેશના બોલિવૂડમાં ડ્રગ્સ સેવનનું અગાઉથી જ જે કલંક લાગેલું છે એ વધારે ઘટ બન્યું છે.

દેશમાં મોટાં શહેરોમાં માદક પદાર્થોનું સેવન સતત વધી રહ્યું છે ત્યારે રેવ પાર્ટીનો ટ્રેન્ડ પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેવટે રેવ પાર્ટી શું હોય છે અને આ પ્રકારની પાર્ટીનું ચલણ ભારતમાં ક્યારથી શરૂ થયું એ અંગે આજે આપણે વાત કરીશું.

રેવ પાર્ટી શું છે

 • સરળ ભાષામાં કહીએ તો રેવ પાર્ટીએ જોશ, મોજ-મસ્તીથી ભરેલી મહેફિલ. આ પ્રકારની પાર્ટીની 80 અને 90ના દાયકામાં જ શરૂઆત થયેલી. ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવતી આ પ્રકારની પાર્ટીમાં આર્થિક રીતે સમૃદ્ધ લોકોનો જમાવડો હોય છે. ખૂબ જ મોટા અવાજથી મ્યુઝિક વાગે છે. આ પાર્ટીમાં ડાન્સ અને નશો સામાન્ય વાત છે.
 • એ સંપૂર્ણ રાત્રિ દરમિયાન ચાલે છે. ઘણી વખત આ પ્રકારની પાર્ટી ચોવીસ કલાકથી લઈ ત્રણ દિવસ સુધી ચાલતી હોય છે. ડ્રગ્સનો કારોબાર કરનારાઓ માટે આ પ્રકારની પાર્ટી કમાણીનું ઉત્તમ સાધન હોય છે.
 • ટૂંકમાં કહીએ તો ડ્રગ્સ, શરાબ, સંગીત, ડાન્સ અને અનેક કેટલીક વખત સેક્સ વગેરેનો સંગમ એટલે રેવ પાર્ટી. આ પ્રકારની પાર્ટીઓમાં ખૂબ જ પ્રમાણમાં પૈસા ખર્ચ થતા હોય છે.
 • રેવ પાર્ટીની વિશેષતા એ છે કે એમાં દરેક વ્યક્તિ સામેલ થઈ શકતી નથી. આ પ્રકારની પાર્ટીમાં સામેલ થવા માટે ઘણી મોટી રકમની ચુકવણી કરવી પડે છે.
 • રેવ પાર્ટીને વધારે ભપકાદાર અને આકર્ષક બનાવવા માટે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ આપવામાં આવે છે, ધુમાડો નીકળતા મશીનો પણ લગાવવામાં આવે છે. આ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરવામાં કોડ લેંગ્વેજનો ઉપયોગ થાય છે.

રેવ પાર્ટીમાં કેવા પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થાય છે

 • રેવ પાર્ટીમાં ગાંજો, ચરસ, કોકીન, હશીશ, LSD, મેફેડ્રોન જેવાં ડ્રગ્સનો ઉપયોગ થાય છે. આ પ્રકારનાં ડ્રગ્સની અસર આશરે 7થી 8 કલાક સુધી રહેતી હોય છે.
 • જેઓ રેવ પાર્ટીનું આયોજન કરે છે તેઓ જ મોટા ભાગે આ પ્રકારના માદક પદાર્થો ઉપલબ્ધ કરાવતા હોય છે.
 • સામાન્ય રીતે ડ્રગ્સની ખરીદી કરનારા અને વેચનારા માટે રેવ પાર્ટીએ એક સુરક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ સ્થળ હોય છે.

રેવ પાર્ટીનો ઈતિહાસ

 • વર્ષ 1980થી 1990ના દાયકાથી વિશ્વભરમાં રેવ પાર્ટીનું પ્રમાણ વધવા લાગ્યું છે. અલબત્ત, આશરે 20-30 વર્ષ અગાઉ આ પ્રકારની પાર્ટી થતી હતી. લંડનમાં ખૂબ જ જોશીલી પાર્ટીઓને 'રેવ' કહેવામાં આવે છે.
 • અમેરિકાના ન્યાય બાબતોના વિભાગના એક દસ્તાવેજ પ્રમાણે, વર્ષ 1980ની ડાંસ પાર્ટીથી જ રેવ પાર્ટીનું ચલણ શરૂ થયું હતું. જેમ જેમ ટેકનોલોજી વિકસવા લાગી અને ડ્રગ્સનું નેટવર્ક વિસ્તરવા લાગ્યું તેમ તેમ રેવ પાર્ટીઓની લોકપ્રિયતા વધવા લાગી.
 • ભારતમાં રેવ પાર્ટીની શરૂઆત ગોવામાં હિપ્પી સમુદાય દ્વારા કરવામાં આવેલી. ગોવાથી એ દેશભરનાં મોટાં શહેરોમાં વ્યાપ વધવા લાગ્યો. હવે તો ઈન્ટરનેટ અને ટેક્નોલોજીના સમયમાં પાર્ટીઓનું આયોજન ખૂબ જ સરળ બની ગયું છે.
 • કેટલીક રેવ પાર્ટીઓમાં 'ચિલ રૂમ્સ' હોય છે, જ્યાં ખુલ્લેઆમ સેક્સ થાય છે. અનેક ક્લબ્સમાં ડ્રગ્સની આડઅસરો, જેવી કે ડિહાઈડ્રેશન અને હાઈપરથર્મિયાને ઘટાડવા માટે પાણી તથા સ્પોર્ટ્સ ડ્રિંક્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ભારતમાં માદક પદાર્થો કેવી રીતે પહોંચે છે

 • ભારતમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર અને નેપાળ માર્ગે હેરોઈન, કોકીન અને મોર્ફિનનો સપ્લાઈ આવે છે. અફઘાનિસ્તાન વિશ્વમાં સૌથી મોટો અફીણનો ઉત્પાદક દેશ છે. તે વાર્ષિક 5000થી 6000 ટન અફીણનું ઉત્પાદન કરે છે.
 • હવે જ્યારે તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારે આ કારોબારને ઘણો વેગ મળી રહ્યો છે. વર્ષ 2016માં યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)ની માહિતી પ્રમાણે, વિશ્વભરમાં કુલ 23.4 કરોડ લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. પ્રત્યેક વર્ષ આશરે 2 લાખ લોકો જીવ ગુમાવે છે.

હેરોઈનનો ખૂબ ઝડપથી વધી રહ્યો છે ઉપયોગ

 • નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2017માં દેશભરમાં આશરે 3.6 લાખ કિલો નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. એમાં ગાંજાનું પ્રમાણ સૌથી વધારે હતું. આ ઉપરાંત હેરોઈનની લોકપ્રિયતા પણ ઘણી વધી રહી છે.
 • વર્ષ 2017માં દેશભરમાં 2,551 કિલો અફીણ, 2146 કિલો હેરોઈન, 3.52 લાખ કીલો ગાજો, 3218 લાખ ચરસ અને 69 કીલો કોકેન જપ્ત કરવામાં આવ્યો હતો.
 • વર્ષ 2013 બાદ કોકેનનો સૌથી મોટો જથ્થો મળ્યો છે. કોકેન હાઈપ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ માનવામાં આવે છે. માટે એનું ચલણ ઘણું ઝડપથી વધી રહ્યું છે. એની તસ્કરી ખાસ કરીને પશ્ચિમી આફ્રિકાથી થાય છે.