તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Rate Of Transition From One To Another Has Halved, Previously 1 Was Infecting 2.5 Infected People, Now It Is 1.25.

R નંબર:એકથી બીજામાં સંક્રમણનો દર અડધો થયો, પહેલા 1 ચેપગ્રસ્ત 2.5 લોકોને સંક્રમિત કરી રહ્યો હતો, હવે 1.25ને

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં કોરોના ચેપની ઝડપ ઘટી છે. બે મહિના પહેલાની તુલનાએ આ લગભગ 50 ટકા નીચે આવી છે. નિષ્ણાતોએ તેને સમજાવવા માટે એક નવું ટર્મ “R નંબર’ વાપર્યુ છે. આર નંબર એટલે કે કોરોના વાઇરસનો રિ-પ્રોડક્ટિવિટી રેટ (પુન:પ્રજનન દર). ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડૉ. સમીરન પાંડા અનુસાર R નંબર ગત બે મહિનાની તુલનાએ અડધો રહી ગયો છે. પહેલા આ દર 2.5 હતો. હવે 1.25થી 1.5 વચ્ચે છે. તેનો સીધો અર્થ એ છે કે પહેલા વાઈરસથી ચેપગ્રસ્ત કોઈ વ્યક્તિ અઢી લોકોને ચેપ લગાડી રહી હતી.

R નંબરનો દર નીચે જાય તો વાઇરસ ખતમ થાયઃ ડો. અરોડા
રાષ્ટ્રીય કોરોના કાર્યદળના સભ્ય ડૉ. નરેન્દ્ર અરોડા કહે છે કે જો વાઈરસનો R નંબર એકથી નીચે જતો રહે અને આ ઝડપ યથાવત્ રહે તો વાઈરસ ખતમ થવાની શક્યતા હોઈ શકે છે. જોકે તેની સાથે ડૉક્ટર પાંડાની ચેતવણી પણ ઉલ્લેખનીય છે. તેમના અનુસાર આપણા વર્તન પર જ નિર્ભર કરે છે કે વાઇરસ ખતમ થશે કે નહીં? એટલા માટે આપણે માસ્ક પહેરવું, સતત હાથ ધોવા, ભીડમાં જતા સંયમ વર્તતા રહેવું પડશે.

આ રીતે સમજો: R નંબરનો દર આ રીતે બદલાયો
બે મહિના પૂર્વે 10 કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ આગળ 25 લોકોને ચેપ લગાડી રહ્યા હતા. તે 25 ચેપગ્રસ્ત 63 લોકોને અને 63 લોકો 158 લોકો માટે ચેપના કારણ બની રહ્યા હતા. હાલ 10 લોકો 1.5 રિ-પ્રોડક્ટિવિટીના દરે 15 લોકોેને ચેપગ્રસ્ત કરી રહ્યા છે. આ 15 ચેપગ્રસ્ત આશરે 23 લોકોને અને 23 ચેપગ્રસ્ત આગળ 35 લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.

લક્ઝમબર્ગની કંપનીની ગુજરાતમાં સ્ટોરેજ ફેસિલિટી
દેશના ખૂણેખૂણામાં વેક્સિન ટ્રાન્સપોર્ટેશનનો કરાર લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમને મળી શકે છે. આ કંપની આવતા અઠવાડિયે એક ટીમ ગુજરાત મોકલી રહી છે. એટલે અહીં પણ તેની ફેસિલિટી ઊભી થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે તેમના કાઉન્ટર પાર્ટ સાથે વાત કરી હતી. તેના પગલે આ ફેસિલિટીનું ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...