તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Victim Was Also Beaten Along With The Accused Of Rape, 6 Relatives Were Arrested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમજનક ઘટના:રેપના આરોપીની સાથે પીડિતાને પણ માર માર્યો, 6 સંબંધીઓની ધરપકડ કરાઈ

અલીરાજપુરએક મહિનો પહેલા
બંનેને દોરી વડે બાધીને ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું.
  • બંનેને દોરી વડે બાધીને ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કેટલાક લોકોએ એક યુવક અને છોકરીને દોરીથી બાંધીને મારપીટ કરી છે. યુવક પર છોકરી પર રેપ કરવાનો આરોપ છે. મારપીટ કરનારાઓ છોકરીના સંબંધી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે રેપ પીડિતા અને આરોપીના ગામમાં સરઘસ કાઢ્યું. એવા સમાચાર છે કે તેમની સાથે ચાલી રહેલા કેટલાક લોકોએ ભારત માતાની જયના નારા લગાવી રહ્યાં હતા. જોકે તેની પુષ્ટિ થઈ શકી નથી.

છોકરીના સંબંધીઓએ શનિવારની રાતે આરોપીને પકડ્યો હતો. રવિવારે આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા પછી પોલીસે પીડિતાના 6 સંબંધીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટના પર પહોંચ્યા SP અને ASP
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સગીર છોકરીને યુવકની સાથે દોરીથી બાધવામાં આવી છે. કેટલાક યુવક ભારત માતાની જયના નારા લગાવતા પીડિતા અને આરોપીની સાથે ચાલી રહ્યાં છે. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે SP વિજય ભાગવાની, ASP બિટ્ટૂ સહગલ અને ચોકીના પ્રભારી પહોંચી ગયા.

મામલામાં 2 FIR નોંધાઈ
પોલીસે આ મામલામાં પીડિતા તરફથી 2 FIR નોંધી છે. પ્રથમ આરોપીની વિરુદ્ધ રેપની છે. તેમાં ધારા-376ની સાથે પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. બીજી FIRમાં પીડિતાએ પોતાના જ સંબંધીની વિરુદ્ધ મારપીટ, બંધક બનાવવા, અપમાનજનક વ્યવહાર કરવા અને જાનથી મારવાની કોશિશનો રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને FIRમાં જે ઓરોપીઓના નામ છે તેમની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં થઈ હતી ઓળખ
SP વિજય ભાગવાનીએ જણાવ્યું કે આરોપી યુવક પરણીત છે. તેની પીડિતા સાથે મુલાકાત ગુજરાતમાં થઈ હતી. તે પછી બંને પોતપોતાના ગામમાં પરત ફર્યા હતા. ત્યાં તેને અને પીડિતાને તેમના સંબંધીઓએ પકડી લીધા અને તેની સાથે મારપીટ કરી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો