તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામમંદિર ટ્રસ્ટની મીટિંગ 29મીએ:અયોધ્યામાં 1100 કરોડના ખર્ચે બનશે રામમંદિર, સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે

અયોધ્યા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામી ગોવિંદ દેવ ગિરિનું અનુમાન છે કે મંદિર ભવનના નિર્માણમાં લગભગ 400 કરોડનો ખર્ચ થઈ શકે છે. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સ્વામી ગોવિંદ દેવ ગિરિનું અનુમાન છે કે મંદિર ભવનના નિર્માણમાં લગભગ 400 કરોડનો ખર્ચ થઈ શકે છે. (ફાઈલ ફોટો)

અયોધ્યામાં રામ મંદિર સાડા 3 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. મુખ્ય મંદિર સહિત આખું કોમ્પ્લેક્સ બનાવવામાં લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિનું અનુમાન છે કે મુખ્ય મંદિર બનાવવામાં લગભગ 400 કરોડનો ખર્ચ આવી શકે છે. તેઓએ કહ્યું કે આ સમયે મંદિર ટ્રસ્ટના ખાતા લગભગ 100 કરોડ રૂપિયાનું ડોનેશન જમા થઈ ગયું છે.

મકરસંક્રાતિથી ચાલશે ધનસંગ્રહનું અભિયાન
સ્વામી ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યું કે હવે મંદિર માટે અનુમાનિતફંડની વ્યવસ્થા કરવાની છે. જે માટે મકરસંક્રાંતિથી ધનસંગ્રહ અભિયાન સમગ્ર દેશમાં ચાલશે. જેમાં લગભગ 60 કરોડ લોકોનો સંપર્ક કરવામાં આવશે. અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.

તેઓએ જણાવ્યું કે 29 ડિસેમ્બરે દિલ્હીમાં થનારી બેઠકમાં મંદિરની ટેકનિકલ ડિઝાઈન પર ટેકનિકલ એકસપર્ટ્સની ટીમના રિપોર્ટ પર ચર્ચા થશે. તો મંદિર નિર્માણમાં થનારા ખર્ચ પર પણ ચર્ચા થશે.

પ્રાચીન પદ્ધતિથી રાખવામાં આવશે મંદિરનો પાયો
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. બે સપ્તાહ પહેલાં લોડ ટેસ્ટિંગ દરમિયાન પિલર 2થી 5 ઈંચ સુધી ધસી ગયો હતો. મંદિરનો પાયાની સપાટી 200 ફુટ નીચે પીળી માટી નહીં, રેત મેળવવામાં આવી છે. પાયાની મજબૂતી માટે પાઈલિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે પિલર પર ભાર આપવામાં આવ્યો તો ધસી ગયો હતો.

જે બાદ એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે મંદિરનો પાયાનું નિર્માણ હવે 1200 ભૂમિગત થાંભલાઓને બદલે પ્રાચીન પદ્ધતિથી થશે. જેની ડિઝાઈન નક્કી કરવા માટે દેશના ટોપ-8 ટેક્નોક્રેટ્સની કમિટીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. કમિટીની અધ્યક્ષતા દિલ્હી IITના પૂર્વ ડાયરેક્ટર વીએસ રાજુ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો