• Gujarati News
 • National
 • The Purvanchal Express Veno Runway, 600 Km From Here, Will Play A Decisive Role In The War Situation On Both Fronts. PM Modi To Inaugurate Expressway

PMએ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું કર્યું ઉદ્દઘાટન:મોદીએ કહ્યું- 'અગાઉની સરકારના CM મારી સાથે ઊભા રહેવામાં પણ ડરતા હતા'

લખનઉ/સુલતાનપુર2 મહિનો પહેલાલેખક: ડીડી વૈષ્ણવ
 • મોદીએ કહ્યું- આ એક્સપ્રેસ-વે લાખો-કરોડોના ઉદ્યોગો લઈને આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા છે. PM મોદીએ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM મોદીને ભગવાન શ્રીરામના મંદિરના મોડલની ભેટ આપી હતી. કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 1 વાગે અને 55 મિનિટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ સંબોધન કરતાં 'જય હિન્દ' અને 'જય જય શ્રીરામ'ના નારા લગાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોનાં હું ચરણ સ્પર્શ કરું છું અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેનો તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.

પૂર્વાંચલ એક્સપ્રેસ-વે યુપીના વિકાસનો એક્સપ્રેસ
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં વિચાર્યું નહોતું કે આ જ એક્સપ્રેસ પર હું વિમાન દ્વારા પણ ઊતરીશ. આ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે યુપીના વિકાસનો એક્સપ્રેસ-વે છે.

યુપીની અગાઉની સરકારોએ પૂર્વાંચલના વિકાસ પર ધ્યાન આપ્યું નહોતું
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ એક્સપ્રેસ-વે યુપીનું ગૌરવ છે. આ યુપીની અજાયબી છે. યુપીના લોકો માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સમર્પિત કરી હું ધન્યતા અનુભવું છું. તેમણે રાજ્યની પાછલી સરકારો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં જે રીતે રાજનીતિ થઈ છે, યુપીમાં અગાઉની સરકારોએ યુપીના વિકાસ તરફ ધ્યાન આપ્યું નહીં. તેમણે યુપીને માફિયાઓ અને ગરીબીના હવાલે કરી દીધું હતું.

એક્સપ્રેસ-વે લાખો-કરોડોના ઉદ્યોગ લઈને આવશે
PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે 340 કિમી એક્સપ્રેસ-વેની વિશેષતા માત્ર એ જ નથી કે લખનઉ, બારાબંકી, સુલતાનપુર, આંબેડકરણગાર, મઉ, આઝમગઢ અને ગાઝિપૂરને જોડાશે. તેની વિશેષતા એ છે કે લખનઉના તે શહેરોને જોડશે જેમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. આજે યુપી સરકાર યોગીજીના નેતૃત્વમાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં આ એક્સપ્રેસ-વે લાખો-કરોડોના ઉદ્યોગો લાવવાનું માધ્યમ બનશે.

મોદીએ કહ્યું- અગાઉની સરકારના CM મારી સાથે ઊભા રહેવામાં પણ ડરતા હતા
PM મોદીએ કહ્યું કે 2014મા જ્યારે મને સેવા કરવાની તક મળી ત્યારે મે અહીના સાંસદ તરીકે મે અહીંયાની સ્થિતિઓને જીણવટભરી ચકાસી. ગરીબોને પાક્કા ઘર માળે, ગરીબોના ઘરે શૌચાલય હોય, દરેકના ઘરે વીજળીની સુવિધાઓ હોય, એવા ઘણા કામો હતા જે કરવા ખૂબ જ જરૂરી હતા. પરંતુ મને ખૂબ જ દર્દ થતું હતું કે યુપીમાં જે સરકાર હતી, તેમણે મને સાથ આપ્યો ન હતો. એટલું જ નહીં, જાહેરમાં મારી બાજુમાં ઊભા રહેવામાં પણ ડરતા હતા અને તેમને પોતાની વોટબેંક નારાજ થવાનો ડર રહેતો હતો.

તેમને એટલી શરમ આવતી હતી કે કામનો હિસાબ આપવા માટે તેમની પાસે કશું જ નહતું. યુપીમાં અગાઉની સરકારે યુપીના લોકો સાથે અન્યાય કર્યો છે, તેમણે ભેદભાવ કર્યા છે, માત્ર પોતાના પરિવારનું જ હિત સાચવ્યું છે. મોદીએ કહ્યું કે આવું કરનારાઓને યુપીના લોકો યુપીના વિકાસના રસ્તા પરથી હટાવી દેશે.

યુપીના વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું
મોદીએ સંબોધન કરતાં કહ્યું કે પહેલા યુપીમા ઘણો જ વીજકાપ થતો હતો, તેને કોઈ ભૂલી શકશે નહીં. કોણ ભૂલી શકે છે કે યુપીમાં કાયદો અને વ્યવસ્થાના શા હાલ હતા. યુપીમાં આરોગ્યની સુવિધાઓની શું સ્થિતિ હતી. છેલ્લા ચાર વર્ષમાં જ યુપીમાં પૂર્વ હોય કે પશ્ચિમ, હજારો ગામડાઓને નવા રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા છે. હજારો કિમો નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. હવે આપ સૌના સહકારથી યુપીના વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે.

મોદીએ કહ્યું કે યુપીમાં નવી મેડિકલ કોલેજો બની રહી છે, એઇમ્સ બની રહી છે, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ બની રહી છે. આજે મને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

સીએમ યોગીએ કહ્યું કે આજથી 3 વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 19 મહિનાથી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. તે છતાં પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વનું જ આ પરિણામ છે કે આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. આ યુપીનો ત્રીજો રણવે એક્સપ્રેસ-વે છે, જ્યાં ફાઇટર પ્લેન લેંડિંગ અને ટેક ઓફ કરી શકશે. આ પહેલા આગ્રા એક્સપ્રેસ-વે અને યમુના એક્સપ્રેસ-વે પર ફાઇટર જેટ ઉતરી ચૂક્યા છે.

આ પહેલા સોમવારે CM યોગી આદિત્યનાથે તૈયારીઓ બાબતની સમીક્ષા પણ કરી હતી. આ એક્સપ્રેસ-વે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. 30થી વધુ ફાઈટર એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે. આ અંતર્ગત 3.2 કિલોમીટર લાંબી એર સ્ટ્રિપ પર C-130J હર્ક્યુલસના ઉતરાણ પછી એરક્રાફ્ટ ટચ એન્ડ ગો ઓપરેશનની તૈયારીઓ શરૂ કરશે.

આ એર શો વિશ્વને સંદેશ આપશે કે ભારતે વ્યૂહાત્મક રીતે એક પગલું આગળ વધારીને એની તાકાત વધારી છે. એક્સપ્રેસ-વે બે મોરચે યુદ્ધની સ્થિતિમાં બેવડી ભૂમિકા ભજવશે. ઉત્તરીય અને પૂર્વીય સરહદોની નજીક હોવાને કારણે બંને મોરચે દુશ્મનને ખતમ કરવા માટે ફાઇટર વિમાનોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

સંરક્ષણ-નિષ્ણાતો એર માર્શલ (નિવૃત્ત) જેએસ ચૌહાણ, એર કોમોડોર (નિવૃત્ત) આરએન ગાયકવાડે ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન એનું વ્યૂહાત્મક મહત્વ જણાવ્યું છે. આવો, જાણીએ કઈ રીતે સૈન્ય તાકાતમાં વધારો થશે.

પૂર્વી અને ઉત્તરીય મોરચા પર વધી તાકાત

 • એરફોર્સના સુખોઈ 30 એમકેઆઈ, રાફેલ, સી-130 જે સુપર હર્ક્યુલસ જેવાં ફાઇટર જેટ હવે પૂર્વાંચલ એર સ્ટ્રિપ પર પણ લેંડિંગ અને ટેક ઓફ કરી શકશે.
 • પૂર્વ ફ્રન્ટ પર ચીન સામે યુદ્ધ દરમિયાન ઈમર્જન્સી ઉપયોગમાં આવનારો આ પ્રથમ એક્સપ્રેસ હશે.
 • અહીંથી બંને ફ્રન્ટ પરનું અંતર લગભગ 600 કિલોમીટર છે, એવામાં બે-ત્રણ કલાકની તૈયારી કરીને સરળતાથી બાલાકોટ જેવી સ્ટ્રાઈકને અંજામ આપી શકાય છે. આ કોમ્બેટ ઓપરેશનમાં સમય બેથી ત્રણ કલાકનો જ રહેશે.

મિસાઈલોને અહીંથી આપવામાં આવશે જડબાંતોડ જવાબ
ડોકલામ વિવાદ બાદ ચીને શિઝિયાંગ પ્રાંત અને તિબ્બતનાં ક્ષેત્રમાં 16 એરબેઝ તૈયાર કર્યા છે. એમાંથી 14 હજાર ફૂટની ઊંચાઈ પર અલી ગુંસા, બુરાંગ, તઝાંગ જેવા બેઝ સામેલ છે. અહીં ફાઇટર જેટની સાથે ચીનની લોંગ રેન્જમાં મિસાઇલ હેઠળ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં 5 મોટા એરબેઝ સાથે ઘણાં મોટાં શહેરો છે, જેમાં ગોરખપુર, દરભંગા, બક્ષી કા તાલાબ, પ્રયાગરાજ સહિત ઘણાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ લૉન્ગ રેન્જની મિસાઇલો લક્ષ્‍યાંક પર આવતાં જ એરફોર્સ માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર સુલતાનપુર નજીક લડાયક કામગીરી શરૂ કરવી સરળ બની જશે.

'ટચ એન્ડ ગો' ઓપરેશન દ્વારા સૈન્ય શક્તિ દર્શાવશે
એરફોર્સના પ્લાન B હેઠળ, એરબેઝના વિનાશની સ્થિતિમાં આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ યુદ્ધ સમયે કરવામાં આવશે, પરંતુ શાંતિના સમયમાં વર્તમાન પરિસ્થિતિમાં ભારત એની વ્યૂહાત્મક તાકાત બતાવશે. આ માટે આ એર સ્ટ્રિપ પર 30થી વધુ એરક્રાફ્ટ લેન્ડિંગ કરી રહ્યાં છે. અહીં આ પ્રકારનું 'ટચ એન્ડ ગો' ઓપરેશન સતત ચાલતું જ રહેશે, જેથી ચીનની સાથે પાકિસ્તાનને પણ ભારતના એરફોર્સની તાકાતને જોતું રહે. આ ઉપરાંત ટૂંક સમયમાં મોટા એક્સપ્રેસ-વેના રનવે પર ફાઈટર જેટ લેન્ડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતે ઉત્તરાખંડ ઉપરાંત ખાસ કરીને પૂર્વોત્તરમાં આવી તૈયારીઓ પૂર્ણ કરી છે.

પૂર્વાંચલ એક્સપ્રેસ-બે પર એર સ્ટ્રિપ આ માટે જરૂરી

 • સુલતાનપુરથી જોડાયેલું છે અયોધ્યા
 • લગભગ 150 કિમી દૂર છે કાશી
 • પૂર્વ અને ઉત્તરના એરબેઝ છે નજીક
 • પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની એર સ્ટ્રિપ નજીક છે નેપાળ બોર્ડર

દેશમાં દરખાસ્ત મુજબ12 એર સ્ટ્રિપ

 • સરહદ નજીક ભારતમાલા પ્રોજેક્ટના હાઇવે પર બાડમેર અને જેસલમેર વચ્ચે
 • ફલોદી અને જેસલમેર વચ્ચે નેશનલ હાઈવે પર એર સ્ટ્રિપ બનાવવા માટે જમીન નક્કી કરવામાં આવી છે
 • જમ્મુ અને કાશ્મીરમાં બિજબેહરા ચિનાર બાગ નેશનલ હાઈવે, LoC નજીક
 • ઉત્તરાખંડમાં રામપુર-કાઠગોડાઉન હાઇવે, ચીન સરહદ નજીક
 • પશ્ચિમ બંગાળમાં ખડગપુર કંજાર હાઇવે, બાંગલાદેશ સરહદ નજીક
 • આસામના મોહનવાડી- તિનસુકિયા હાઇવે, ચીન સરહદ નજીક

શું છે હાઇવે સ્ટ્રિપ

 • લશ્કરી વિમાનોના ઉતરાણ માટે હાઇવે સ્ટ્રિપ્સ અથવા રોડ રનવે ખાસ તૈયાર કરવામાં આવે છે.
 • ઈમર્જન્સીમાં આ રનવેને લશ્કરી એરબેઝમાં ફેરવવામાં આવે છે.
 • યુદ્ધની સ્થિતિમાં એરબેઝ સંપૂર્ણ રીતે નાશ પામ્યા બાદ જ અહીંથી એરક્રાફ્ટ ઓપરેટ થાય છે.
 • પ્રથમ હાઇવે સ્ટ્રિપ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવી હતી.
 • એ સમયે મોટરવેજને એરક્રાફ્ટના લેંડિંગ માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
 • હાઇવે સ્ટ્રિપ સામાન્ય રીતે 2થી 3.5 કિલોમીટર સુધી લાંબો હોય છે.
 • હાઇવે સ્ટ્રિપની પહોળાઈ વધુ હોય છે, એનો બેઝ સખત કોંક્રીટ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
 • એરબેઝના ઉપયોગના સમયે એની પાસે જ એરફિલ્ડ તૈયાર કરવામાં આવે છે.
 • એરક્રાફ્ટ લેંડિંગ માટે જરૂરી જગ્યાને કોરોબાર સિસ્ટમ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...