• Gujarati News
  • National
  • The Puducherry Government Has Decided To Keep Schools Closed In View Of Rising Cases, The Education Minister Announced

H3N2 વાયરસ હવે બાળકો સુધી પહોંચ્યો:પુડ્ડુચેરી સરકારે વધતા કેસોને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કર્યો, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં H3N2 ઇન્ફ્લુએન્ઝાના કેસો વધતા જ જાય છે. આની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. ત્યારે પુડ્ડુચેરીમાં પણ કેસો જોવા મળ્યા છે. જેને લઈને પુડ્ડુચેરી સરકારે પણ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. પુડ્ડુચેરી સરકારે જાહેરાત કરી છે કે 16 માર્ચથી 26 માર્ચ સુધી આ કેસોના કારણે સ્કૂલો બંધ રહેશે. જેમાં ધોરણ 1-8નો સમાવેશ થાય છે. આની જાહેરાત પુડ્ડુચેરીના શિક્ષણ મંત્રી એ. નમ્માશિવાયમે સત્ર વખતે કરી હતી.

નાના બાળકોમાં વાયરસની અસર જોવા મળતા નિર્ણય
H3N2 વાયરસની અસર આ કેન્દ્ર શાસિતના ચાર વિસ્તારોમાં જોવા મળી હતી. જેમાં પુડ્ડુચેરી, કરાઇકલ, માહે અને યનમ વિસ્તારમાં આ વાયરસનો પગપસેરો જોવા મળ્યો હતો. PTIની રિપોપ્ટમાં જણાવાયું છે કે આ વાયરસની અસર બાળકોમાં જોવા મળતા, ત્યાંની સરકારે સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

પુડ્ડુચેરીના શિક્ષણ મંત્રીએ આગમચેતીના ભાગરૂપે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો.
પુડ્ડુચેરીના શિક્ષણ મંત્રીએ આગમચેતીના ભાગરૂપે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો.

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
સત્ર વખતે હોમ એન્ડ એજ્યુકેશન મિનિસ્ટર એ. નમ્માશિવાયમે કહ્યું હતું કે 'આ ઇન્ફ્લુએન્ઝા ખાસ કરીને બાળકોમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને પ્રાઇવેટ અને સરકારી શાળામાં ધોરણ 1-8 સુધીની સ્કૂલોમાં રજા રાખવામાં આવી છે.'

કેન્દ્ર શાસિત આરોગ્ય વિભાગે 11 માર્ચે જણાવ્યું હતું કે પુડ્ડુચેરીમાં 4 માર્ચ સુધી વાયરલ H3N2 પેટાપ્રકારના 79 વાયરસના કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...