તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Prime Minister Will Preside Over The Annual Meeting Of CSIR At 11 A.m. Today, Joining Via Video Conference.

CSIRની બેઠકમાં સામેલ થશે મોદી:વડાપ્રધાન આજે સવારે 11 વાગ્યે CSIRની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે, વીડિયો-કોન્ફરન્સ દ્વારા જોડાશે

21 દિવસ પહેલા
વડાપ્રધાન ગુરુવારે અચાનક બાળકો સાથેની વાતચીતમાં સામેલ થયા હતા. આ વાતચીતનું આયોજન CBSE દ્વારા કરવામાં આવ્યું હતું.
  • CSIRમાં ઘણા જાણીતા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે
  • સપ્ટેમ્બર 1942માં CSIRની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતના વડાપ્રધાન એના અધ્યક્ષ હોય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની બેઠકમાં અધ્યક્ષતા સંભાળશે. આ બેઠકમાં મોદી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા એમાં જોડાશે.

CSIR વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય હેઠળ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગનો એક ભાગ છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, CSIRની પ્રવૃત્તિઓ દેશભરમાં 37 પ્રયોગશાળાઓ અને 39 આઉટરીચ કેન્દ્રો સુધી ફેલાયેલી છે. સોસાયટીના સભ્યોમાં ઘણા જાણીતા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. CSIRની બેઠક વાર્ષિક મળે છે.

ગુરુવારે મોદીએ અચાનક જ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા
હંમેશની જેમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌને અચરજ પમાડતા ગુરુવારે અચાનક બાળકો સાથેની વાતચીતમાં જોડાયા હતા. CBSE દ્વારા ઇન્ટરેક્શનનું આયોજન કરાયું હતું. વડાપ્રધાને 10માં ટોપ આવેલા એક બાળકને પૂછ્યું- ' તમે ધોરણ 12ની પરીક્ષા રદ થતાં નિરાશ થશો. ઘરના લોકો કહેતા કે તે 12માં પણ ટોચ પર કરશે, પણ બધું ખોવાઈ ગયું? ' વિદ્યાર્થી પણ હાજર જવાબી હતો. તેણે વડાપ્રધાનને કહ્યું, જે લોકો સખત મહેનત કરે છે તેમનું જ્ઞાન વ્યર્થ નથી જતું. ટોપર્સ નિરાશ થતા નથી. તેઓ ટોચ પર જ રહેશે.