• Gujarati News
  • National
  • The Prime Minister Will Make His Point Through A Radio Program Today; The Second Wave Of Corona Can Speak To Oxygen And Vaccination

PM મોદીની મન કી બાત:મોદીએ ડોકટરો, ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોરોનાના દર્દીના અનુભવને સાંભળ્યા; મોદીએ કહ્યું વેક્સિન બાબતે અફવાના શિકાર ન બનો

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કોરોના આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોવિડ દર્દીઓના અનુભવોને દેશની જનતા સાથે શેર કર્યા. તેમણે વેક્સિનેશન વિશે પણ સ્પષ્ટતા કરી હતી કે વેક્સિનનું મહત્વ બધા જાણી રહ્યા છે. કોઈપણ અફવાઓ માં ન આવશો. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં વેક્સિનનું મહત્વ દરેક લોકો જાણી રહ્યા છે. કોઈપણ અફવાઓ માં ન આવશો. ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી રહી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દ્વારા નિ: શુલ્ક વેક્સિનેશનનો કાર્યક્રમ આગળ પણ ચાલુ જરહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે કે તેઓ ભારત સરકારના મફત વેક્સિન અભિયાનનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.

કોરોના અને વેક્સિનેશન બાબતે ડોકટરો સાથે વાત કરી

  • સૌ પ્રથમ મોદીએ મુંબઈના ડો.શશાંક સાથે વાત કરી. આ દરમિયાન ડો.શશાંકે કહ્યું કે લોકો ખૂબ જ મોડા સારવાર શરૂ કરે છે. જો તમે સરકારી માહિતીનું પાલન કરશો, તો તમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. હળવા કોવિડ માટે અમે ઓક્સિજન મોનિટર કરીએ છીએ, તાવ જોઈએ છીએ. જ્યારે તાવ વધે છે ત્યારે પેરાસિટામોલ આપીએ છીએ. મોદીએ વધુમાં કહ્યું હતું કે મધ્યમ કોવિડમાં ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. યોગ્ય અને સસ્તી દવા લેવી જોઈએ. ઓક્સિજન પણ આપવો પડે છે. હંમેશાં એવું બની રહ્યું છે કે રિમડેસિવિર છે, તેના કારણ હોસ્પિટલમાં ઓછું રોકાવું પડે છે. તેનો પ્રારંભિક ઉપયોગ જ ફાયદાકારક છે, પરંતુ તેની પાછળ દોડવું જોઈએ નહીં. જ્યારે ડોકટરો જણાવે ત્યારે જ લો. પ્રાણાયામથી લાભ થશે. લોહી પાતળું કરતાં ઈન્જેક્શન લોકો સાજા થઈ જાય છે, પણ ડોકટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. મોંઘી દવાઓ પાછળ દોડવું જરૂરી નથી. દેશમાં કોરોનાના કારણે ખરાબ સ્થિતિ બાબતે મન કી બાતમાં સંબોધન કરતાં મોદીએ જણાવ્યુ હતું કે, કોરોના આપણાં ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે.
  • ત્યાર બાદ મોદીએ ડો.નાબિદ સાથે વાત કરી. આ દરમિયાન નાબિદે કહ્યું કે ભયનું વાતાવરણ હતું, લોકો કોવિડને મોત જ માનવા લાગ્યા છે. હોસ્પિટલોના કર્મચારીઓમાં પણ ભયનું વાતાવરણ હતુ. સમય પસાર થતાં, અમે જોયું કે રક્ષણાત્મક ગિયર અને સાવચેતી સાથે દરેક સુરક્ષિત રહી શકે છે. અમે નિરીક્ષણ કર્યું છે કે 90-95% દર્દીઓ દવાઓ વિના જ સ્વસ્થ થઈ રહ્યા છે. બીજી લહેરમાં પણ ગભરાવાની જરૂર નથી. જો તમે રક્ષણાત્મક માર્ગો અને પ્રોટોકોલનું પાલન કરો છો, તો તમે સુરક્ષિત રહેશો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો. આપણા દેશમાં બે વેક્સિન છે, કોવેક્સિન અને કોવિશીલ્ડ. જમ્મુ અને કાશ્મીરની વાત એ છે કે, અહીં 15-16 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આડઅસરો વિશે મૂંઝવણ હતી. હજી સુધી આપણને તેજોવા મળી નથી. સામાન્ય વેક્સિનમાં તાવ આવવો તે સામાન્ય છે. લોકો વેક્સિન લીધા બાદ પોઝિટિવ થઈ શકે છે, પરંતુ બીમારીમાં સ્થિતિ ગંભીર થશે નહીં. જીવલેણ સાબિત થશે નહીં.

કોરોનાના ​​​​​દર્દીઓ વચ્ચે રહેતી નર્સો સાથે પણ વાત કરી

  • વડાપ્રધાન મોદીએ રાયપુરની સિસ્ટર ભાવના સાથે વાત કરી હતી. ભાવનાએ કહ્યું કે મારો કોવિડનો અનુભવ 2 મહિનાનો છે. અમે 14 દિવસ ફરજ બજાવીએ છીએ અને પછી અમને આરામ આપવામાં આવે છે. જ્યારે મારી ડ્યૂટી લાગી તો મેં મારા પરિવાર સાથે વાર શેર કરી. તેઓ બધા ગભરાઈ ગયા અને ડરી ગયા. ભાવનાત્મક પરિસ્થિતિ ઉભી થઈ અને દીકરીએ પૂછ્યું કે તમે ડ્યૂટી પર જાઓ છો? જ્યારે હું કોવિડ સેન્ટર નજીક ગઇ ત્યારે ત્યાં દર્દીઓ એટલા ભયભીત હતા કે તેઓ કંઈપણ સમજી રહ્યા ન હતા. અમે તેમના ડરને કેવી રીતે દૂર કરી શકીએ તે માટે, અમે એક સારું વાતાવરણ આપ્યું. અમને સૌથી પહેલા પીપીઇ કીટ પહેરવા માટે કહેવામા આવ્યું. તેને પહેરીને ડ્યૂટી કરવી ખુબ જ મુશ્કેલ છે. મને ખબર ન હતી કે અમારા સાથી કોણ છે. અમે લોકોને સાથે મળીને દર્દીઓનો ભય દૂર કર્યો. દર્દીઓમાં બધા લક્ષણો હતા પરંતુ તેઓ ટેસ્ટ કરાવતા ન હતા. ટેસ્ટ કરાવવામાં મોડુ કરી રહ્યા હતા અને ત્યાં સુધીમાં તો સંક્રમણ ફેફસામાં વધુ જતુ હતું. જ્યારે અમે તમામ પ્રકારના દર્દીઓ જોયા, ત્યારે તેઓએ કહ્યું કે અમે ડરને કારણે આવી શક્યા નથી. ડર સારો નથી હોતો, તમે અમને સાથ આપો અને અમે તમને સાથ આપીશું.
  • ત્યારબાદ મોદીએ બેંગલુરુથી સિસ્ટર સુરેખા સાથે વાત કરી હતી. સુરેખાએ જણાવ્યું હતું કે જવાબદાર નાગરિકો હોવાના કારણે વહેલામાં વહેલી તકે ટેસ્ટ કરાવો. જો તમને કોઈ લક્ષણો દેખાય છે, તો તમે આઇસોલેટમાં રહો. ચિંતા કરશો નહીં, સકારાત્મક બનો. મેં વેક્સિન લીધી છે. વેક્સિન લેવાથી ડરશો નહીં. કોઈ વેક્સિન 100% સુરક્ષા પ્રદાન કરતી નથી. ઇમ્યુનિટી ડેવલપ થવામાં સમય લાગે છે. પરંતુ તેને મુકાવો. ઉકાળો પીવો, કસરત કરો. ફ્રન્ટ લાઇન કામદારો સાથે સહાનુભૂતિ રાખો. અમે તમારા લોકો માટે જ કામ કરી રહ્યા છીએ, અમને તમારા સહકારની જરૂર છે.

એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો પણ અનુભવ જાણ્યો

  • મોદીએ કહ્યું, "એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રેમ વર્માજી છે. પ્રેમ વર્માજી પ્રેમ અને લગન સાથે તેમનું કાર્ય અને ફરજ બજાવે છે. તેમની સાથે વાત કરીએ." આ પછી પ્રેમે કહ્યું, "હું ડ્રાઈવર છું. અમને જેવો કોલ આવે છે, તરત જ અમે દર્દી પાસે જઇએ છીએ. બે વર્ષથી સતત કામ કરી રહ્યા છે. કિટ, ગ્લવ્સ, માસ્ક પહેરીને અમે તેમને હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે. દરેક વ્યક્તિએ આ ડોઝ લેવા જોઈએ.મારી માતાએ કહ્યું કે નોકરી છોડી દો. ત્યારે મેં કહ્યું કે દર્દીને કોણ પહોચાડશે. હમણાં બધા જ નોકરી છોડી રહ્યા છે પણ હું નોકરી છોડીશ નહીં. મોદીએ કહ્યું કે હું તમારી માતાને પ્રણામ કરું છું. બધી એમ્બ્યુલન્સના ડ્રાઇવરોની માતાઓ શું વિચારે છે, જ્યારે આ વાત કરોડો લોકો જાણશે, ત્યારે તેમને આ વાર સ્પર્શી જશે.

કોરોના સર્વાઇવર સાથે પણ વાત કરી

  • મોદીએ કહ્યું કે ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદીએ કોરોનાને હરાવ્યો છે. તેમના અનુભવો આપણા માટે ઉપયોગી થશે. કોરોના સામે લડવા માટે તેમની પ્રશંસા કરું છું. આ બાબતે પ્રીતિએ કહ્યું, "મને પહેલાં ઘણી નબળાઈ હતી, ત્યારબાદ મને ગળું સુકાવાનું શરૂ થયું. મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ આવતાની સાથે જ મેં મારી જાતને આઇસોલેટ કરી લીધી. ડોકટરોની સલાહ લીધા પછી મેં સારવાર શરૂ કરી દીધી. મેં બધી જરૂરીયાતની વસ્તુઓ રૂમમાં રાખી પોતાને બંધ કરી દીધી. મેડિટેશન સાથે યોગ કર્યા, ઉકાળો પીધો, પોષ્ટિક ખોરાક ખાધો, પાણી પીધું, ગરમ પાણી પીધું, પ્રોટીનયુક્ત આહાર લીધો. ગભરાશો નહીં, સકારાત્મક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં યોગ અને ઉકાળો લેવાનું બંધ નથી કર્યું. પોષ્ટિક ખોરાક હજુ પણ ચાલુ જ છે.'

મોદીના સંબોધનની 3 મહત્વપૂર્ણ વાતો

1. કોરોના વાવાઝોડાએ દેશને હચમચાવી દીધો
આજે, હું તમને મન કી બાત એવા સમયે બોલી રહ્યો છું, જ્યારે કોરોના આપણાં સૌના દુખ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે. ઘણા બધા આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા છે.
કોરોનાની પ્રથમ લહેરનો સફળતાપૂર્વક લડ્યા પછી, દેશ આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ કોરોનાના આ વાવાઝોડાએ દેશને હચમચાવી નાખ્યો છે.

2. દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો
સમાજના લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો છે. કેટલાક લોકો ક્વોરેન્ટાઇનમાં રહેતા લોકોને દવા પહોંચાડી રહ્યા છે, તો કેટલાક શાકભાજી-દૂધ-ફળો પહોંચાડી રહ્યા છે. કોઈ એમ્બ્યુલન્સ સેવા મફત કરી રહ્યા છે. ગામડાઓમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. લોકો પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. બહારથી આવનારાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરોમાં પણ યુવાનો પ્રયાસ કરી રહ્યા છે.

3. આપણે ટૂંક સમયમાં જ આ આપત્તિમાંથી બહાર આવીશું
દેશ દિવસ-રાત હોસ્પિટલમાં વેન્ટિલેટર અને દવા માટે કામ કરી રહ્યો છે, તો દેશવાસીઓ પણ હૃદયથી કોરોનાના પડકાર સામે લડી રહ્યા છે. આ લાગણીઓ આત્મવિશ્વાસ અને શક્તિ આપી રહી છે. આજે મન કી બાતમાં આખી ચર્ચા કોરોના પર જ રાખવામાં આવી છે. આજે આપણી પ્રાથમિકતા આ કોરોનાને હરાવવાની છે. મહાવીર જયંતી પણ છે. હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. રમજાન મહિનો ચાલી રહ્યો છે. આગળ બુદ્ધ પૂર્ણીમા છે, ટાગોર જયંતી, ગુરુ તેગબહાદુર જયંતી છે. આ બધા અમને ફરજ માટે પ્રેરણા આપે છે. આગ્રહ કરું છું કે સૌને વેક્સિન આપવાની છે અને સાવધાન રહેવાનુ છે. દવાઈ પણ કડાઈ પણ. આપણે જલ્દી જ આ આપત્તિમાંથી બહાર આવીશું.