સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે.
બેઠકમાં વડાપ્રધાનની 5 મહત્વની વાતો...
વડાપ્રધાન સમક્ષ તમામ વિકલ્પો રજૂ કરાયા
આજે યોજાયેલી બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે બોર્ડ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાના હતા, પણ તેમની તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેજરીવાલે પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પરીક્ષાના આયોજન અંગેના વિકલ્પો તથા પરીક્ષા રદ્દ કરવાના વિકલ્પ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે અગાઉના પર્ફોમન્સના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે.
કેન્દ્રએ ચુકાદા માટે સુપ્રીમ કોર્ટ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો
CBSE અને ICSE બોર્ડની પરીક્ષા અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પ્લાન રજૂ કરશે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જે પણ નિર્ણય લેશો તેની પાછળ મજબૂત દલીલ આપવી પડશે. ન્યાયમૂર્તિ ખાનવિલકરે કહ્યું કે વિદ્યાર્થીઓને ઘણી આશા હતી કે આ વર્ષે પણ અગાઉના વર્ષની માફક પરીક્ષા નહીં યોજાય અને નંબરિંગ માટે મેથડ સિસ્ટમ અપનાવવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના 3 વિકલ્પ તૈયાર હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરીક્ષા યોજવા માટે શિક્ષણ મંત્રાલયે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટને PMO તરફથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી હતી. મંત્રાલય પાસે 3 દરખાસ્ત હતી. જેને વડાપ્રધાન તરફથી મંજૂરી મેળવવાની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.