• Gujarati News
  • National
  • The Prime Minister Said The Development Of The Country From The Development Of The States; Work Has Been Going On With This Idea For 8 Years

દેવઘરમાં મોદી:બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી; કહ્યું- અગાઉ શિલાન્યાસ થતા...પથ્થર લટકેલા રહેતા, અમે એવું થવા દેતા નથી

દેવઘર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ કહ્યું- વેપાર અને રોજગારની નવી તકો પણ ખુલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઝારખંડની ધાર્મિક નગરી દેવઘર પહોંચ્યા હતા. તેમણે અહીં એરપોર્ટ અને એઈમ્સ સહિત સંખ્યાબંધ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને 10 કિલોમીટરનો રોડ શૉ કરી 12 જ્યોતિર્લિંગ પૈકી એક બાબા વૈદ્યનાથના દર્શન તથા પૂજન કર્યું હતું. બાબા ધામમાં તેમણે એક રેલીને સંબોધિત કરી હતી અને અગાઉની સરકારોની આકરી ટીકા કરી હતી.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને કોલકાતા માટે ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે દેવઘરને ઝારખંડના વિકાસને વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. 16 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતી વખતે તેમણે કહ્યું કે આનાથી ઝારખંડના વિકાસને વેગ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દેવઘર એરપોર્ટનું સપનું લાંબા સમયથી જોવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ઝારખંડના લાખો લોકોનું જીવન સરળ બનશે. વેપાર અને રોજગારની નવી તકો પણ ખુલશે.

રોડ શો કરતા વડાપ્રધાન વૈદ્યનાથ મંદિરે ગયા

એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા વૈદ્યનાથ ધામ મંદિર પહોંચી ગયા છે. એરપોર્ટથી વૈદ્યનાથ ધામ મંદિરનું અંતર લગભગ 10 કિલોમીટર છે. રોડ શો કરતા વડાપ્રધાન વૈદ્યનાથ મંદિર પહોંચી ગયા છે. આ દરમિયાન રસ્તાની બાજુએ ઉભેલા લોકો હાથ હલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા.

કાર્યક્રમ બાદ તેઓ રોડ શો કરીને બાબા વૈદ્યનાથ મંદિર જવા રવાના થયા હતા.
કાર્યક્રમ બાદ તેઓ રોડ શો કરીને બાબા વૈદ્યનાથ મંદિર જવા રવાના થયા હતા.
રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન .
રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન .

400 થી વધુ નવા રૂટ પર હવાઈ સુવિધા
વડાપ્રધાને કહ્યું કે આજે સરકારના પ્રયાસોના ફાયદા આખા દેશમાં દેખાઈ રહ્યા છે. UDAN યોજના હેઠળ છેલ્લા 5-6 વર્ષોમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા લગભગ 70 નવા સ્થળોને ઉમેરવામાં આવ્યા છે. આજે સામાન્ય નાગરિકોને 400 થી વધુ નવા રૂટ પર હવાઈ મુસાફરીની સુવિધા મળી રહી છે.

વડાપ્રધાને એરપોર્ટ પરથી જ AIIMSની 250 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને એરપોર્ટ પરથી જ AIIMSની 250 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ થાય છે
વડાપ્રધાને કહ્યું કે રાજ્યોના વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ થાય છે. દેશ છેલ્લા 8 વર્ષથી આ વિચાર સાથે જ કામ કરી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષમાં ઝારખંડને હાઇવે, રેલ્વે, એરવેઝ, વોટરવેઝ જેવી દરેક રીતે જોડવાના પ્રયાસમાં એક જ વિચાર, એક જ લાગણી સર્વોપરી રહી છે.

AIIMSમાં 250 બેડનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું
આ પછી, વડાપ્રધાને દેવઘર AIIMSના નવા 250 બેડનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ તેઓ સીધા બાબા વૈદ્યનાથ ધામ મંદિર માટે રવાના થયા હતા. બાબાનાં મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ પીએમ સીધા દેવઘર કોલેજમાં સભા સ્થળ પર ગયા હતા. ત્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ લગભગ એક કલાકનો હતો. બાબા વૈદ્યનાથના દર્શન બાદ મંદિરમાં જ વડાપ્રધાન 22 દેવતાઓની પૂજા કરી હતી.

વડાપ્રધાને એરપોર્ટ પરથી જ AIIMSની 250 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને એરપોર્ટ પરથી જ AIIMSની 250 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે: હેમંત સોરેન
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ઝારખંડ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આજે ઝારખંડ કેન્દ્રની મદદથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.

દેવઘર એરપોર્ટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા.
દેવઘર એરપોર્ટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા.

10,270 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
PMએ 6,565 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના 8 પ્રોજેક્ટ, રેલવેના ત્રણ પ્રોજેક્ટ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો એક પ્રોજેક્ટ સામેલ છે. આ સાથે પીએમએ 10,270 કરોડની અનેક યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...