વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ની વાર્ષિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે તેઓએ આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પ્રોજેક્ટને સફળ બનાવવાની સૌથી મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગ પર છે. આ બેઠકનો વિષય 'ઈન્ડિયા@75: ગર્વમેન્ટ એન્ડ બિઝનેસ વર્કિંગ ટૂ ગેધર ફોર આત્મનિર્ભર ભારત' છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે CIIની આ બેઠક સ્વતંત્રતા પર્વની 75મી ઉજવણી નિમિતે થઈ રહી છે. આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે થઈ રહી છે. ભારતીય ઉદ્યોગના નવા સંકલ્પો માટે, નવા લક્ષ્યો માટે આ એક મોટી તક છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આજનું નવું ભારત, નવી દુનિયાની સાથે ચાલવા માટે તૈયાર છે, તત્પર છે. જે ભારત ક્યારેક વિદેશી રોકાણથી આશંકિત હતું, તે આજે દરેક પ્રકારના રોકાણનું સ્વાગત કરી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ફેરફાર જોવા મળ્યા છે તે તમામ લોકોએ જોયા છે. આજે ભારત અનેક ક્ષેત્રોમાં રોકાણકારોનું સ્વાગત કરે છે.
આજે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છેઃ વડાપ્રધાન મોદી
ભારતમાં બનેલી પ્રોડક્ટ્સના મહત્વ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે દેશવાસીઓની ભાવના, ભારતમાં બનેલી પ્રોડક્ટ્સની સાથે છે. કંપની ભારતીય છે તે જરૂર નથી પરંતુ આજે દરેક ભારતીય, ભારતમાં બનેલી પ્રોડક્ટ્સને અપનાવવા માગે છે.
તેઓએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણને લાગતું હતું કે જે કંઈ પણ વિદેશી છે, તે યોગ્ય જ છે. આ સાઇકોલોજીનું શું પરિણામ આવ્યું તે તમારા જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સારી રીતે સમજી શકે છે. આપણી પોતાની બ્રાંડ પણ છે, જે આપણે વર્ષોની મહેનત પછી ઊભી કરી છે, જેને વિદેશી નામોથી જ પ્રચારિત કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ યુવકોની પ્રશંસા કરી
બદલાતા જતા સમયમાં યુવાનોમાં જોવા મળતા ઉત્સાહની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદી કહ્યું કે આજે ભારતના યુવાનો જ્યારે મેદાનમાં ઉતરે છે તો તેમનામાં તે હિચક નથી જોવા મળતી. તેઓ મહેનત કરવા માગે છે, તેઓ રિસ્ક લેવા માગે છે, તેઓ પરિણામ લાવવા માગે છે. હાં અમે આ જગ્યાએથી સંબંધ રાખીએ છીએ. આ ભાવ આજે આપણે યુવાનોમાં જોઈ રહ્યાં છીએ. આ પ્રકારનો આત્મવિશ્વાસ આજે સ્ટાર્ટઅપમાં છે.
રાષ્ટ્રહિતમાં સરકાર મોટું રિસ્ક ઉઠાવવા તૈયારઃ વડાપ્રધાન મોદી
GST લાગુ કરવાના નિર્ણય અંગે વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં તે સરકાર છે જે રાષ્ટ્ર હિતમાં મોટામાં મોટું રિસ્ક ઉઠાવવા માટે તૈયાર છે. GST તો આટલા વર્ષો સુધી અટકેલું એટલા માટે રહ્યું કેમકે પહેલાંની સરકારમાં તે પોલિટિકલ રિસ્ક લેવાની હિંમત જ ન હતી. અમે ન માત્ર GST લાગુ કર્યું પરંતુ આજે અમે રેકોર્ડ સ્તરે GST કલેક્શન થતું પણ જોઈ રહ્યાં છીએ.
મેક ઈન ઈન્ડિયાની સાથે સાથે એક્સપોર્ટ અને રોજગારીને ગતિ આપવા માટે દેશમાં અસરકારક PLI સ્કીમ પણ શરૂ કરી છે. આ તમામ રિફોર્મ એટલા માટે છે કેમકે આજે દેશમાં જે સરકાર છે તે રિફોર્મ કમ્પ્લસનમાં નથી કરી રહી, પરંતુ આ આપણી કન્વિક્સનનો વિષય છે.
ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી ઈન્ડસ્ટ્રી પર દેશના વિશ્વાસનું જ પરિણામ છે કે આજે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વધી રહ્યો છે. અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ રહી છે. કંપનીઝ એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર આનું સૌથી મોટું ઉદાહરણ છે.
મેક ઈન ઈન્ડિયાની સાથે સાથે એક્સપોર્ટ અને રોજગારીને ગતિ આપવા માટે દેશએ પ્રભાવી PLI સ્કીમ પણ શરૂ કરી છે. આ તમામ રિફોર્મ એટલા માટે થઈ રહ્યું છે કેમકે આજે દેશમાં જે સરકાર છે તે રિફોર્મ કમ્પલસનમાં નથી કરી રહ્યાં પરંતુ તે અમારા માટે કન્વિક્સનનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.