તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને લોકડાઉનની સાથે વેગ આપવા માટે રૂપિયા 20 લાખના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજથી જે લોકોને વધારે ફાયદો મળનારો છે તેમા લેન્ડ (Land), લેબર (Labour), લિક્વિડિટી (Liquidity) અને લો (Law)નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ ચાર L ને અગ્રિમતા આપી છે.નિર્મલા સીતારમણ આવતીકાલે કેટલીક જાહેરાત કરી શકે છે
આ સંપૂર્ણ પેકેજને અલગ-અલગ ભાગોમાં નાણાં પ્રધાન સીતારમણ આગામી દિવસોમાં તબક્કામાં રીતે જાહેર કરશે. આ આર્થિક પેકેજથી લઘુ ઉદ્યોગ એટલે કે MSME, ગૃહ ઉદ્યોગ વગેરે મળશે. જેના પર કરોડોની આજીવિકા પર નિર્ભર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક પેકેજ આપણા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં 4 L પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. તે તમામ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરશે.
ખેડૂત અને નાના ઉદ્યોગ પર છે તેનું ફોકસ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક પેકેજ દેશના એ શ્રમિક માટે છે, દેશના એ ખેડૂત માટે છે, જે દરેક સ્થિતિ, દરેક મૌસમમાં દેશવાસીઓ માટે દિવસ રાત્ર પરિશ્રમ કરી રહ્યા છે. એક બાજુ મેક ઈન ઈન્ડિયા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલ છે.
ટુરિઝમ, રિયલ એસ્ટેટ, એવિએશન સૌથી વધારે અસરગ્રસ્ત
તેમણે કહ્યું કે દેશમાં જે સૌથી વધારે અસરગ્રસ્ત છે તે મુખ્યત્વે ટૂરિઝમ, હોટેલ, રિટેલ, રિયલ એસ્ટેટ, એવિએશન, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સેક્ટર છે. જોકે દરેક સેક્ટર કોઈને કોઈ રીતે અસર કરે છે. પણ આ સેક્ટરને સીધી રીતે અસર કરે છે. તેને પેકેજની આવશ્યકતા હતી. તેમનું કહેવું છે કે આ પેકેજ એમએસએમઈ સહિત જ્યારે નાના લોકો સુધી જશે તો તેનાથી દેશના અર્થતંત્રને સીધી રીતે અસર કરે છે, જેને પેકેજની જરૂર હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.