• Home
  • National
  • The Prime Minister mentioned Chhath twice in his 16 minute speech, the food plan was extended till November, the state has elections in October November.

મોદીના મનમાં બિહાર / વડાપ્રધાને 16 મિનિટના ભાષણમાં 2 વખત છઠનો ઉલ્લેખ કર્યો, અન્નયોજના નવેમ્બર સુધી લંબાવી, રાજ્યમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી છે

The Prime Minister mentioned Chhath twice in his 16-minute speech, the food plan was extended till November, the state has elections in October-November.
X
The Prime Minister mentioned Chhath twice in his 16-minute speech, the food plan was extended till November, the state has elections in October-November.

  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ગરીબ પરિવારોને 5 કિલો ઘઉં અથવા ચોખા મફત મળે ચે
  • દેશમાં સૌથી વધારે પ્રવાસી મજૂર બિહારના, લોકડાઉનમાં 32 લાખ લોકો ઘરે પહોંચ્યા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:26 PM IST

બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલા સંબોધનમાં આ ચૂંટણીનો અનુભવ થયો હતો. 16 મિનિટના ભાષણમાં મોદીએ માત્ર એક નવી જાહેરાત કરી હતી. ગરીબ મજૂરો માટે કરવામા આવેલી આ જાહેરાતમાં તહેવારીનો વાત કરીને મોદીએ બિહારના પ્રસિદ્ધ તહેવાર છઠનો 2 વખત ઉલ્લેખ કર્યો હતો. 

મોદીએ શું કહ્યું ?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે નવેમ્બર મહિનાના અંત સુધી કરી દેવાયો છે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપતી આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને દર મહિને દરેક સભ્ય પ્રમાણે 5 કિલો ઘઉં અથવા ચોખા અથવા દરેક પરિવારને એક કિલો દાળ મફતમાં મળતી રહેશે. 

બિહાર માટે આ જાહેરાતનું મહત્વ
ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં વિધાનસભા ચૂંટણી થશે. છઠ પૂજા 20 અને 21 નવેમ્બરે થશે. સૌથી વધુ પ્રવાસી મજૂર બિહારના જ છે. લોકડાઉનના કારણે તેમનું કામકાજ છિનવાઇ ગયું છે. એક રિપોર્ટ અનુસાર લોકડાઉનના લીધે બિહારના 32 લાખ મજૂરો ઘરે પરત ફર્યા છે. 

નવરાત્રિ સાથે દૂર્ગા પૂજાનો પણ ઉલ્લેખ
મોદીએ નવરાત્રિ, દશેરા અને દિવાળીની વાત કહી. તેની સાથે જ પશ્વિમ બંગાળના પ્રસિદ્ધ તહેવાર દૂર્ગા પૂજાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી છે. 

ખેડૂતો અને મધ્યમવર્ગને પણ ધ્યાનમાં રાખ્યા
મોદીએ કહ્યું- આજે ગરીબો અને જેમને જરૂર છે તેવા લોકોને સરકાર જો મફતમાં અનાજ આપી શકે છે તો તેને શ્રેય માત્ર બે વર્ગોને જાય છે. પહેલા- આપણા મહેનતુ ખેડૂતો અને બીજા આપણા દેશના ઇમાનદાર ટેક્સપેયર. તમારા પરિશ્રમ અને સમર્પણના કારણે જ સરકાર આ મદદ કરી શકે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી