સોનાની ‘ચાલ’...:દુનિયામાં કિંમત ઘટશે, પરંતુ દેશમાં વધવાની વકી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશેષજ્ઞો પાસેથી કિંમતની ચાલ અંગે જાણો

રેકોર્ડ સ્તરે જોવા મળી રહેલા સોનાની ‘સ્વર્ણિમ સફર’ને લઇને સવાલ છે કે તે કઇ દિશામાં જશે? મોંઘુ થશે કે સસ્તું? આ જ સવાલોના જવાબ તપાસવા માટે ભાસ્કરે દેશ-વિદેશના જાણકારોના મતોનું વિશ્લેષણ કર્યું હતું.

દુનિયાના વિશ્લેષકો અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતો 22% સુધી ઘટી શકે છે. જ્યારે, દેશના માર્કેટ નિષ્ણાતો અનુસાર, અહીં સોનું 8-10% મોંઘું થઇ શકે છે. કેપિટલ ઇકોનોમિક્સના રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટમાં સપ્લાય ચેન સુધરી છે. ગોલ્ડ માઇનિંગ વધ્યું છે. અમેરિકા-બ્રિટન જેવા દેશોમાં મોંઘવારી ઘટી છે. જેને કારણે રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરે છે. જેને કારણે સોનાની માંગ ઘટવાના અણસાર છે.

દુનિયાના 20માંથી 13 મોટા વિશ્લેષકોના મતે કિંમતો 5-22% સુધી ઘટશે
દુનિયાભરની 20 પ્રમુખ નાણાકીય સંસ્થાઓ તેમજ વિશ્લેષકોમાંથી 13ના મતે 2023માં સોનાની કિંમત 5-22% ઘટશે. તેમાં વર્લ્ડ બેન્ક, ક્રેડિટ સુઇસ અને કેપિટલ ઇકોનોમિક્સ જેવી સંસ્થાઓ સામેલ છે.

કિંમત ઘટવાનાં કારણો
1. ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ માઇનિંગમાં ઑક્ટો.-ડિસે.માં 12%નો વધારો
2. US, યુરોપ અને ચીનમાં સોનાનો વપરાશ ઘટવાની વકી
3. મોંઘવારી ધીરે ધીરે ઘટી રહી છે.
20 સંસ્થાઓમાંથી 3 (બેન્ક ઑફ અમેરિકા, BCA, ING). તેઓના મતે કિંમત54,685ની નજીક રહેશે.

કિંમત વધવાનાં કારણો
20 સંસ્થાઓમાંથી 4 (સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, પિયરે લેસોન્ડે, સેક્સો બેન્ક, રોબર્ટ કિયોસાકી)ના મતે કિંમતો વધશે.

1. મંદીના ડરથી માંગ વધશે. 2. મોંઘવારી 2 વર્ષમાં ઘટશે. 3. ચીનમાં સપ્લાયમાં અડચણ આવશે. 4. યુક્રેન યુદ્ધ વધવાથી માર્કેટ તૂટશે, સોનાની માંગ વધશે.

અને અહીં કિંમત રૂપિયા 62,000 સુધી જવાની શક્યતા| કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે સોનું 62 હજાર સુધી જઇ શકે છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધશે. 15% ઇમ્પોર્ટ ડ્યૂટીથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ઘટવાની વધુ અસર નહીં વર્તાય. રૂપિયો નબળો પડતા સોના માટે વધુ ડૉલર આપવા પડશે.

અન્ય સમાચારો પણ છે...