અગાઉથી જે બાબતની શક્યતા દર્શાવવામાં આવતી હતી એ પ્રમાણે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની શરૂઆત થઈ છે. રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.
11 શહેરોમાં સિલિન્ડર હજારને પાર
કયા શહેરમાં શું ભાવ રહેશે
શહેર | જૂનો ભાવ | નવો ભાવ |
અમદાવાદ | 906.50 | 956.50 |
દિલ્હી | 899.50 | 949.50 |
મુંબઈ | 899.50 | 949.50 |
લખનઉં | 937.50 | 987.50 |
કોલકતા | 926.00 | 976.00 |
ચંદીગઢ | 909.00 | 959.00 |
પટના | 989.50 | 1039.50 |
શિમલા | 945.00 | 995.00 |
દહેરાદૂન | 918.00 | 968.00 |
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર
આજે થયેલી જાહેરાત પ્રમાણે, પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.30 ચાલી રહ્યો હતો, જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો છે, જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા 88.89થી વધી રૂપિયા 89.74 થવા ગયો છે.
137 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં ફેરફાર થયો
પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021ના રોજ રૂ. 10 પ્રતિ લિટર ભાવ ઘટ્યા હતા. ત્યારથી લઈને 21 માર્ચ 2022 સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે 22 માર્ચે ભાવમાં વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.