ભાવવધારો:ઘરેલુ ગેસ-સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા વધ્યો, 1000 રૂપિયાએ પહોંચી કિંમત

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • અગાઉ માર્ચ 2022માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો

સામાન્ય માણસોને એક વખત ફરી મોંઘવારી નડશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. આ પહેલાં માર્ચ 2022માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

1 મેના રોજ કમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવ વધ્યા હતા
આ મહિનાની એક તારીખે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ ભાવવધારો 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા પછી વાદળી કલરના રંગના આ સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં હવે 2355.50 રૂપિયા છે. આ પહેલાં એની કિંમત 2253 રૂપિયા હતી.

5 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા
બીજી તરફ, 5 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા છે. એક મહિના પહેલાં એક એપ્રિલે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલાં એક માર્ચે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...