તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Previous Day Saw 3.82 Million Cases, Nine Times More Than The Number Of Newly Infected Cases In The United States; While 3.37 Lakh Patients Recovered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:દેશમાં સંક્રમણના નવા કેસ અને મોતના વિક્રમજનક આંકડા સામે આવ્યા; 24 કલાકમાં 4.12 લાખ કેસ નોંધાયા, 3,979 મોત નિપજ્યા

4 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. બુધવારે ફરી એક વખત 24 કલાકમાં નવા દર્દી અને મોતના આંકડાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં.આજેે દેશમાં 4 લાખ 12 હજાર નવા કેસ મળ્યા હતા. જ્યારે 24 કલાકમાં 3,979 મૃત્યું થયા છે.

જોકે સારી વાત એ છે કે 3,30,525 દર્દી સાજા થયા છે. 3 દિવસ સતત કેસોમાં ઘટાડો આવતા મંગળવારના રોજ ફરીથી નવા સંક્રમિત કેસોના આંકમાં વધારો નોંધાયો છે. આ બીજી વખત છે કે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે દર્દી મળ્યા છે. આ અગાઉ 30 એપ્રિલના રોજ 4 લાખ 2 હજાર 14 કેસ સામે આવ્યા હતા અને 3525 દર્દીના મોત થયા હતા.

આ અગાઉ મંગળવારે દેશમાં ગત 24 કલાકમાં 3,783 લોકોના મોત થયા હતા. રાહતની વાત એ રહી કે 3.37 લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ 3.82 લાખ
 • ગત 24 કલાકમાં કુલ મોતઃ 3,783
 • ગત 24 કલાકમાં સાજા થયાઃ 3.37 લાખ
 • અત્યારસુધી કુલ સંક્રમિતઃ 2.06 કરોડ
 • અત્યારસુધી કુલ સાજા થયાઃ 1.69 કરોડ
 • અત્યારસુધી કુલ મૃત્યુ પામેલાઃ 2.26 લાખ
 • સારવાર હેઠળઃ 34.84 લાખ

કોરોના અપડેટ્સ

 • બિહારે પણ કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન લાદ્યું છે. અત્યારસુધી દેશમાં આ 9મું રાજ્ય છે જેને લોકડાઉનની ઘોષણા કરી છે. મંત્રિઓ અને અધિકારીઓ સાથેની બેઠકમાં મંગળવારના રોજ સીએમ નીતીશ કુમારે 15મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.
 • મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાના 5 નવા સ્ટ્રેન સામે આવ્યા છે. દિલ્હીથી પ્રાપ્ત થયેલી રિપોર્ટમાં 35 સેમ્પલમાં આ સ્ટ્રેન સામે આવ્યા હતા. નાગપુરની ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજ અને નાગપુર મેડિકલ કોલેજમાં શંકાસ્પદ દર્દીઓના કેસને તપાસ અર્થે મોકલાયા હતા. જેમાં 74માંથી 35 સેમ્પલમાં 5 મ્યૂટેશન મળી આવ્યા હતા. ત્યાંના માઈક્રોબાયોલોજીના પ્રોફેસરે જણાવ્યું હતું કે આમાં 26 સેમ્પલ ડબલ મ્યૂટેશનના છે.
 • કેન્દ્રીય આરોગ્ય સંયુક્ત સચિવ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે દેશના કોવિડ દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો નોંધાયો છે. રિકવરી રેટ 2મેના રોજ 78 ટકા હતો, એ 3જી મેએ વધીને 82 ટકા થઈ ગયો હતો. તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સાથે વાત કરીને ઈન્ડસ્ટ્રીના ઓક્સિજનને મેડિકલ વપરાશ માટે લેવાની વાત કરવામાં આવશે. હવે દેશમાં 1050 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ પર કામ કરાઈ રહ્યું છે અને ઓક્સિજન પ્લાન્ટ પાસે જ કોવિડ સેન્ટર બનાવવામાં આવશે.

પ્રમુખ રાજ્યની પરિસ્થિતિ અંગે માહિતી

1. મહારાષ્ટ્ર
અહીંયા મંગળવારના રોજ 51,880 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 65,934 લોકો સાજા થયા છે, તો 891નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 48.22 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 41.07 લોકો સાજા થયા છે, તો 71,742 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ 6.41 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

2. ઉત્તરપ્રદેશ
અહીંયા મંગળવારના રોજ 25,770 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 38,683 લોકો સાજા થયા છે, તો 351નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 13.68 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 10.81 લોકો સાજા થયા છે, તો 13,798 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. હાલ 2.85 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

3. દિલ્હી
અહીંયા મંગળવારના રોજ 18,043 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 20,293 લોકો સાજા થયા છે, તો 448નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 11 લાખ 94 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 10.85 લોકો સાજા થયા છે, તો 17,414 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ 89,592 દર્દીઓ સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ
અહીંયા મંગળવારના રોજ 15,785 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 12,093 લોકો સાજા થયા છે, તો 210નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 7.87 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 6.53 લોકો સાજા થયા છે, તો 9,485 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ 1.24 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

5. ગુજરાત
અહીંયા મંગળવારના રોજ 13,050 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 12,121 લોકો સાજા થયા છે, તો 131નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 6.20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 4.64 લોકો સાજા થયા છે, તો 7,779 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. હાલ 1.48 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

6. મધ્યપ્રદેશ
અહીંયા મંગળવારના રોજ 12,236 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 11,249 લોકો સાજા થયા છે, તો 98નાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી 6.12 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 5.20 લોકો સાજા થયા છે, તો 6,003 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ 86,639 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો