• Gujarati News
  • National
  • The Possibility Of Sidhu Visiting, Increased Activity At The Moga based Home, Has Previously Been Met By CM Channy

કોંગ્રેસમાં સામેલ થશે સોનૂ સૂદ!:સિદ્ધુ મુલાકાત કરે તેવી શક્યતા, મોગા સ્થિત ઘરે સક્રિયતા વધી, અગાઉ CM ચન્નીને મળી ચુક્યા છે

ચંડીગઢ18 દિવસ પહેલા

કોરોનાના સમયમાં લોકોની મદદ કરી ચર્ચામાં આવેલી બોલીવુડના સ્ટાર સોનૂ સૂદ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.આ માહિતી સામે આવતા પંજાબનું રાજકારણ ગરમાયું છે. પંજાબમાં કોંગ્રેસ વડા નવજોત સિદ્ધૂ સોનૂ સૂદને મળવા માટે મોગા પહોંચી શકે છે. સિદ્ધૂના આવવાના સમાચાર મળતા જ મોગામાં સોનૂના ઘરે હલચલ વધી ગઈ છે. અગ્રણી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે.

AAP માં જવાની ચર્ચા હતી
સોનૂ સૂદ શુક્રવારે જ ચંડીગઢમાં CM ચરણજીત ચન્ની સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીશ ચૌધરી પણ હતા. અહીં શું વાત થઈ તે અંગે કંઈ જ જાણી શકાયું નથી. બેઠક અને તેને લગતી માહિતીને ગુપ્ત રાખવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સોનૂ સૂદ પ્રેસ કોન્ફરન્સ કરી સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. આ અગાઉ સોનૂ સૂદ AAP તરફથી CMનો ચહેરો બનાવવાની પણ ચર્ચા હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ જાણવા ઈચ્છે છે કે સોનૂ પોતે ચૂંટણી લડવા ઈચ્છે છે અથવા તો પરિવારના કોઈ સભ્ય માટે ટિકિટ ઈચ્છે છે. સોનૂ સૂદ મોગાના રહેવાસી છે, જ્યાં તેમની બહેન જમીની સ્તર પર ખૂબ જ સક્રિય છે.

બ્રાંડ એમ્બેસેડર બનવાવવા ઈચ્છે છે સરકાર
સોનૂ સૂદ કોરોના કાળ બાદ ખૂબ લોકપ્રિય છે. ચર્ચા એવી પણ છે કે પંજાબ સરકારે તેમને બ્રાંડ એમ્બેસેડર બનાવવા ઈચ્છે છે, જેથી તાજેતરમાં જ વીજળી, પેટ્રોલ-ડીઝલ સંબંધિત નિર્ણયોનો પ્રચાર કરી શકાય. સોનૂ અગાઉ પણ કેપ્ટન અમરિંદર સિંહના CM તરીકેના કાર્યકાળમાં કોરોના જાગૃકતા માટે બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુક્યો છે.

વીડિયોથી થઈ રાજકારણમાં આવવાની ચર્ચા
સોનૂ સૂદ કેટલાક દિવસ અગાઉ જ પંજાબના રાજકારણમાં ચર્ચામાં આવ્યા હતા. તેમણે એક વીડિયો મારફતે કહ્યું હતું કે નેતાઓના મેનિફેસ્ટો અંગે જનતા સાથે એગ્રીમેન્ટ થવો જોઈએ. જીત્યા બાદ શપથ લેતી વખતે રાજીનામુ સાથે રાખવું જોઈએ. જો તેઓ નિયત સમયમાં વચન પૂરા ન કરે તો રાજીનામુ આપી દેવું જોઈએ.

કેજરીવાલ સાથે કરી ચુક્યા છે મુલાકાત
સોનુ સૂદ આ અગાઉ AAPના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી ચુક્યા છે. તેને લીધે એવી પણ અટકળો વહેતી થઈ હતી કે તેઓ પંજાબમાં આમ આદમી પાર્ટીના CM તરીકેનો ચહેરો હોઈ શકે છે. તેને લીધે પંજાબનું રાજકારણ ગરમાયું હતું. જોકે સોનું સૂદ હંમેશા સક્રિય રાજકારણમાં આવવાન વાતને નકારી રહ્યા છે. તેઓ બોલીવુડમાં જ કામ કરતા રહેવા ઈચ્છે છે.