• Gujarati News
  • National
  • The Political Meaning Of This Song Is Being Extracted By Adding To The Statement That 50 Years Are Not Going Anywhere

પાયલટે ગીત ગાયું- જીના યહાં, મરના યહાં:રાજસ્થાનના રાજકારણમાંથી 50 વર્ષ ક્યાય ન જવાના નિવેદન સાથે આ ગીત જોડી રાજકીય તારણો કઢાઇ રહ્યા છે

એક મહિનો પહેલા
દિલ્હીમાં એક કાર્યક્રમમાં સચિન પાયલટે જીના યહા મરના યહા ઈસકે સિવા જાના કહા ગીત ગાયુ હતું

રાજસ્થાનના ભૂતપૂર્વ ડેપ્યુટી CM સચિન પાયલટનું દિલ્હીમાં એક ચેરીટી શોમાં ગીત ગાવું તે ચર્ચાનો વિષય બની ગયો છે. અલ્બર્ટ હોલ પર રોટરી ક્લબના એક કાર્યક્રમમાં સચિન પાયલટ પણ હાજરી આપવા પહોંચ્યા હતાં. પાયલટે અહીં 1970માં આવેલી ફિલ્મ મેરા નામ જોકર ફિલ્મનું એક ગીત જીના યહાં મરના યહાં, ઈસકે સિવા જાના કહાં ગાઈને સંભળાવ્યું. પાયલટના આ ગીતને તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. પાયલટે ભલે ચેરિટી શોમાં આ ગીત ગાયુ પણ રાજકારણમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

કોંગ્રેસ સંગઠનમાં નવી જવાબદારી મળવા પર રાજસ્થાનના રાજકારણથી દૂર જવાની અટકળો વહેતી થવા મુદ્દે સચિન પાયલટે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું 50 વર્ષ સુધી ક્યાય જવાનો નથી. પાયલટ રાજસ્થાનમાં સતત કનેક્ટ રહેવા અને ત્યાના રાજકારણમાં જ એક્ટિવ રહેવાની વાત કહીં ચૂક્યા છે. આ ગીતના શબ્દો પણ તે જ નિવેદન તરફ ઈશારો કરે છે. ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત એકબીજાના વિરોધી છે. ગયા મહિને મંત્રી મંડળ વિસ્તારમાં પાયલટ સમર્થકોને જગ્યા ન મળવા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થશે. આ અટકળો પર સચિન પાયલટે જાહેરમાં કહ્યું હતું કે હું ક્યાય જવાનો નથી.

ટેરિટોરિયલ આર્મીમાં પાયલટનું પ્રમોશન, કેપ્ટન બન્યા પાયલટ
સચિન પાયલટ ટેરિટોરિયલ આર્મી સાથે જોડાયલા છે. પાયલટે યૂપીએ સરકારમાં મંત્રી રહેતા લેફ્ટિનેન્ટના પદે ટેરિટોરિયલ આર્મી જોઈન કરી હતી. હાલમાં જ ટેરિટોરિયલ આર્મીમાં પાયલટ પ્રમોટ થઈને કેપ્ટન બન્યા છે. પાયલટનો પરિવાર સેનાનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, તેમના પિતા રાજેશ પાયલટ પણ ઈન્ડિયન એરફોર્સમાં ફાઈટર પાયલટ હતાં. તેમણે સ્કવોડ્રન લીડરના પદે ઘણા ઓપરેશન્સમાં ભાગ લીધો હતો. સચિન પાયલટ વર્ષમાં કેટલાક દિવસ ટેરિટોરિયલ આર્મીમાં સર્વિસ આપતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...