• Gujarati News
  • National
  • The Police Reached The Spot Where He Was Making A Reel On The Railway Track Wearing A Yellow Dress

પોલીસે ટેડી બિયરને પકડ્યું:પીળો ડ્રેસ પહેરીને રેલવેટ્રેક પર રીલ બનાવતો હતો ત્યાં જ પોલીસ પહોંચી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક વ્યક્તિ રેલવેટ્રેક પર ટેડી બિયર બનીને ઇન્ટાગ્રામ માટે રીલ બનાવતી હતી. પોલીસને આ વાતની જાણ થતાં જ તરત તે ત્યાં પહોંચી ગઈ હતી અને પીળો ડ્રેસ પહેરેલી હાલતમાં, એટલે કે ટેડી બિયરના ગેટઅપમાં જ તેને પકડી લીધો હતો. પોલીસ આ જ ડ્રેસમાં તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

ગોરખપુરમાં નંદાનગર રેલવે ક્રોસિંગ પર એક વ્યક્તિને રીલ બનાવવી ભારે પડી હતી. કોઈ વ્યક્તિએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે ફાટક નંબર 157 પાસે એક વ્યક્તિ ટેડી બિયરનો ડ્રેસ પહેરીને રીલ બનાવે છે અને જોખમી સેલ્ફી લે છે. એ રીલ બનાવતો બનાવતો ફાટક તરફ જઈ રહ્યો છે.

પોલીસે ટેડી બિયર બનેલી વ્યક્તિની અટકાયત કરી હતી.
પોલીસે ટેડી બિયર બનેલી વ્યક્તિની અટકાયત કરી હતી.

ફોલોઅર્સ વધારવા અખતરો કર્યો

આ વાતની જાણ થતાં જ પોલીસે ટેડી બિયરને રોકીને પૂછપરછ કરી હતી. એમાં તેણે પોલીસને કહ્યું હતું કે પોતે 22 વર્ષનો છે અને તેનું નામ સૂરજકુમાર છે અને પિતાનું નામ રામકુમાર છે. તે ગોરખપુરના શાહપુર જિલ્લાનો રહેવાસી છે.

પોલીસે જ્યારે પૂછ્યું કે તું ટેડી બિયરના ડ્રેસમાં શું કરે છે તો તેણે ખુલાસો કર્યો કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધી રહ્યા છે અને હજી વધારવા માટે આ નવો પ્રયોગ કર્યો, એટલે કાંઈક નવું કરવા ટેડી બિયરનો ડ્રેસ ભાડે લીધો અને રેલવેટ્રેક પર આવીને રીલ બનાવતો હતો. જોકે પોલીસે ટેડી બિયર બનેલા યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેની સામે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.

રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રે રીલ બનાવી

રાજકોટમાં યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસી ફોનમાં વાત કરતો હોય એવી રીલ્સ બનાવી છે. આ રીલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી. આ રીલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા હતા.

રીલ્સ બનાવવાની ઘેલછા પાછળ મનોવિજ્ઞાને સરવે કર્યો હતો

આજના યંગસ્ટર્સમાં સૌથી મોટું વ્યસન હોય તો એ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી ફેમસ થવાનું. આ વ્યસન તેમને કેટલું ભારે પડી શકે છે એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને 8 મહિના પહેલાં 1150 યુવાન પર એક સરવે કર્યો હતો, જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં હતાં. આ સરવેમાં રીલ્સને 65%એ બીભત્સતા, 71%એ માનસિક બીમારી અને 59%એ પીડા વ્યક્ત કરવાનું માધ્યમ ગણાવ્યું હતું. રીલ્સ બનાવવાની ઘેલછા ધરાવનારી વ્યક્તિ સામાજિક અંતર વધારતી જાય છે.

રીલ્સે આજની પેઢીને સામાજિક રીતે દૂર કરી દીધી

આજની યુવા પેઢીને ઘણા લોકો વચ્ચે ફેમસ થવું છે અને એનું માધ્યમ છે સોશિયલ મીડિયા અને ખાસ એમાં મુકાતી પોસ્ટ, રીલ્સ અને પોતાના વીડિયો બનાવવાની ઘેલછા. આ ઘેલછા આજની પેઢીને સામાજિક રીતે દૂર કરી દીધા હોય એવું અનુભવાય છે. એના વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વરુ જિજ્ઞા અને ડો.ધારા આર. દોશીએ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં સરવે કર્યો હતો, જેમાં રીલ્સ અને પોતાના જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ઘેલછા વિશેનાં મંતવ્યો લેવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...