બેંગલુરુમાં કપલને મોડી રાત સુધી બહાર ફરવું મોંઘું પડ્યું:પોલીસે ત્રણ હજાર રૂપિયા દંડ ફટકાર્યો, દંપતીએ સોશિયલ મીડિયા પર આપવીતી સંભળાવી

બેંગલુરુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકાના બેંગલુરુમાં એક કપલને પોલીસ તરફથી પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસવાળાએ દંપતીને રાત્રે 11 વાગ્યા પછી પોતાના ઘરની પાસેની સડક પર ચાલવાને લઇને કાનૂનનું ઉલ્લંઘન કરવાનું જણાવ્યું અને તેમને દંડ ભરવા માટે મજબૂર કરવામાં આવ્યાં. ઘટના પછી પીડિતે ઓનલાઇન પોતાની આપવીતી સંભળાવી અને બેંગલુરુ પોલીસ આયુક્ત પાસે મદદ માગી.

કાર્તિક પત્રીએ 15 ટ્વિટ કરી સમગ્ર બિના શેર કરી. તેમણે જણાવ્યું કે તેઓ એક દુઃખદ ઘટના શેર કરવા માગે છે, જે તેમની પત્ની અને તેમની સાથે ઘટી. ગુરુવાર કાત્રે લગભગ 12.30 વાગે બંને એક મિત્રની બર્થડે કેક કાપીને પરત ખરી રહ્યાં હતાં. બંને પોતાના ઘરથી કેટલાક મીટર દૂર હતા, જ્યારે એખ પેટ્રોલિંગ કરતી વાન તેમની પાસે આવીને રોકાઇ અને પોલીસની વરદીમાં બેઠેલા બે લોકોએ તેમને ID કાર્ડ બતાવવા માટે કહ્યું. તે માટે તેઓ હેરાન રહી ગયા કે આવું કેમ થયું.

પોલીસકર્મી બોલ્યા- રાત્રે 11 વાગ્યા પછી સડક પર ફરવાની મંજૂરી નથી
દંપતીએ પોતાનાં આધારકાર્ડ પોલીસને બતાવ્યાં, ત્યાર બાદ તેમને ફોન જપ્ત કરી લીધો અને પર્સનલ ડિટેલ્સ પૂછવા લાગ્યા. પાત્રીએ લખ્યું કે અમે વિનમ્રતાથી સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન પોલીસવાળાએ ચલણ બુકમાં નામ અને આધાર નંબર લખવાનું શરૂ કરી દીધું. અમે પૂછ્યું કે અમારી પાસેથી દંડ કેમ લેવામાં આવી રહ્યો છે, તો એક પોલીસકર્મીએ તેમને જણાવ્યું કે રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર ફરવાની મંજુરી નથી.

પત્રી બોલ્યા-માફી માંગવા છતાં પણ ન માન્યા
પાત્રીએ લ્ખ્યું કે અમે એ વાતે સહમત ન હતા કે આવો કોઇ નિયમ છે. અમે આ સ્થિતિને આગળ વધારવા નહોતા માગતાં કારણ કે મોડી રાત થઇ ગઇ હતી અને તેમણે ફોન પણ જપ્ત કરી લીધો હતો. પત્રીએ દાવો કર્યો છે કે દંપતીએ આ પ્રકારના કાયદાથી અજાણ હોવા માટે માફી માગી, પરંતુ પોલીસે તેમને જવા દેવાની મના કરીને 3000 રૂપિયા દંડની વાત કરી.

બંને પોલીસકર્મી સસ્પેન્ડ
પત્રીએ લખ્યું કે અમે તેમને વિનંતી કરી કે અમને જવા દો, પરંતુ તેઓ માન્યા નહીં અને અમારી ધરપકડ કરવા અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવા લાગ્યા. મારી પત્નીની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. પછી એક પોલીસકર્મીએ મને થોડે દૂર લઇ જઇને સલાહ આગળની પરેશાનીથી બચવા માટે પૈસા આપી દો. આના પર હું 1000 રૂપિયા આપવા તૈયાર થઇ ગયો.

પોલીસકર્મી માની ગયો અને તરત તેણે ઓનલાઇન પેમેન્ટ માટે કહ્યું. પૈસા ભર્યા બાદ અમને ચેતવણી આપવામાં આવી અને જવા દીધા. પોલીસ ઉપાયુક્ત અનુપ એ શેટ્ટીએ આ ઘટના પર ધ્યાન પર ધ્યાન આપ્યું અને પત્રીને સખત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યપં. જોકે સમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને એક હેડ-કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમને આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડે તો તેઓ તેમનો સંપર્ક કરે.

અન્ય સમાચારો પણ છે...