• Gujarati News
  • National
  • The Police Had Posted A Notice At The House In Lucknow, The Police Became Active After Submitting The Surrender Application In The Court.

લખીમપુર હિંસા કેસ:મુખ્ય આરોપી આશિષની જામીન અરજી ફગાવી; મિત્ર અંકિતને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષના મિત્ર અંકિત દાસને લખીમપુર હિંસા કેસમાં CJM કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. અંકિતે આજે સવારે ક્રાઈમ બ્રાંચમાં પહોંચીને સરેન્ડર કર્યું હતું. 5 કલાક લાંબી પૂછપરછ બાદ અંકિતને CJM કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. અંકિત દાસે અહીં કહ્યું હતું કે તે ફોર્ચ્યુનર કાર હાજર હતો, પરંતુ હું નિર્દોષ છું.

દરમિયાન મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. હવે, તેમના વકીલ અવધેશ સિંહ આવતીકાલે (ગુરુવારે) ફરીથી જિલ્લા ન્યાયાધીશને જામીન માટેની અરજી સુપરત કરશે.

ખાસ વાત એ છે કે અંકિત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસનો ભત્રીજો છે. અંકિત સાથે અન્ય આરોપી લતીફે પણ સરેન્ડર પણ કરી દીધું છે. પોલીસે બુધવારે સવારે જ અંકિતના લખનઉ નિવાસસ્થાને નોટિસ ચોંટાડી હતી. થોડા કલાકો પછી તેણે સરેન્ડર કર્યું. અંકિત કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષનો મિત્ર છે.

ફોર્ચ્યુનર અંકિતની હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ થાર જીપ દ્વારા ખેડૂતોને કચડવાનો વીડિયો સામે આવ્યો હતો. તેની પાછળ ચાલી રહેલી ફોર્ચ્યુનર અંકિતની હતી. ફોર્ચ્યુનરની પાછળ જે સ્કોર્પિયો વીડિયોમાં દેખાઈ રહી હતી તે લખીમપુરના કોન્ટ્રાક્ટરની છે. અંકિતના વકીલ વિકાસ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એસઆઈટીએ પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. તેના પર ક્રાઈમ બ્રાંચ આવી પહોંચી છે. કાળી ફોર્ચ્યુનર તેની હતી, પરંતુ તે તેમાં નહોતા.

ઉલ્લેખનીય છે કે અંકિત દાસ અને લતીફ વતી સરેન્ડર માટે CJMની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તિકુનિયા પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતો. પરંતુ, પોલીસ રિપોર્ટ પહેલા જ અંકિતે ક્રાઈમ બ્રાંચ સમક્ષ સરેન્ડર કર્યું હતું. લખીમપુર હિંસા કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં લવકુશ, આશિષ પાંડે અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા અને ડ્રાઇવર શેખર ભારતી છે.

અંકિતનો ડ્રાઈવર જ્યુડિશિયલ કસ્ટડીમાં
આ અગાઉ મંગળવાર (12 ઓક્ટોબર)ને પોલીસે અંકિત દાસના ડ્રાઈવર શેખ ભારતીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ શેખર સાથે પૂછપરછમાં લાગી છે. પોલીસ સૂત્રો પ્રમાણે ઘટના સમયે શેખર ભારતી કાળા રંગની ફોર્ચ્યુનર ચલાવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...