બુટલેગરને પકડવા માટે ઈન્સ્પેક્ટરે પોપટની મદદ લીધી!:પોલીસે પૂછ્યું- તારો માલિક ક્યાં છે? પોપટે જવાબ આપ્યો- કટોરા-કટોરા

12 દિવસ પહેલા

બિહારના ગયામાં એક અચરજ પમાડે તેવી ઘટના બની છે. બિહારમાં દારૂબંધી છે, એટલે બુટલેગરોને પકડવા માટે પોલીસ એક્શન લઈ રહી હતી. પોલીસે એક જગ્યાએ આના માટે રેડ પાડી હતી. તેના કારણે બુટલેગરો ભાગી ગયા હતા. તે જગ્યાએ ખાલી પોપટ જ હતો. ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટર કન્હૈયા કુમારે તે પોપટને પૂછ્યું કે 'એ પોપટ, અમૃત મલ્લાહ ક્યાં ગયો.' પોપટે જવાબ આપ્યો કે 'કટોરા-કટોરા.' આ પછી ઈન્સ્પેક્ટરે ફરી સવાલ કર્યો હતો કે 'શું કટોરામાં જ દારૂ બને છે? અમૃત મલ્લાહ ક્યાં ગયો, તારો માલિક ક્યાં ગયો. તને છોડીને ક્યાં ભાગી ગયો?' આ તમામ સવાલોના જવાબ તે પોપટે એક શબ્દોમાં આપ્યા હતા, 'કટોરા-કટોરા.'

આ મામલો ગયા જિલ્લાના ગુરુઆ પોલીસ સ્ટેશનનો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઈન્સ્પેક્ટર કન્હૈયા કુમાર પોલીસની ટીમ સાથે મંગળવારે રાત્રે દરોડા પાડવા માટે દારૂના તસ્કર અમૃત મલ્લાહના ઘરે પહોંચ્યા હતા. પોલીસ આવે તે પહેલાં જ બધા ભાગી ગયા હતા. ઘરમાં માત્ર પોપટ જ જોવા મળ્યો. તે પણ પાંજરામાં બંધ હતો. પોપટે જ્યારે ઘરમાં બહારના લોકોને જોયા તો તે જોરથી અવાજ કરવા લાગ્યો હતો.

બુટલેગરનું ઠેકાણું પૂછ્યું
આ પછી ઈન્સ્પેક્ટરનું ધ્યાન તે તરફ ગયું. ઈન્સ્પેક્ટરે તેની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં પોપટ કંઈ બોલ્યો નહિ. તે એક ક્ષણ માટે ચૂપ રહ્યો હતો. ગરદન નમાવીને તે શાંત રહ્યો હતો..

જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો ઈન્સ્પેક્ટરે પૂછ્યું - 'મને મિટ્ટુ (પોપટ) કહો, તો અમૃત મલ્લાહ કટોરામાં દારૂ બનાવે છે?' આના પર પણ પોપટ કંઈ બોલ્યો નહિ. તે કટોરા પર કટોરા બોલતો જ રહ્યો. બીજા પોલીસવાળા પણ પાછળથી કહેવા લાગ્યા, 'પૂછો-પૂછો, કદાચ તે કંઈક કહેશે.'

જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે ઈન્સ્પેક્ટરે શું કહ્યું...
ઈન્સ્પેક્ટર કન્હૈયા કુમારે કહ્યું હતું કે 'રાત્રે દરોડા દરમિયાન અમૃત મલ્લાહ ઘરમાં મળ્યો નહોતો અને તેના પરિવારના કોઈ સભ્યો પણ ઘરે મળ્યા નહોતા. ત્યાં એક પોપટ મળ્યો હતો. તે ઘણો અવાજ કરી રહ્યો હતો.'

'પોપટને જોઈને યાદ આવ્યું કે તેની સાથે વાત કરવી જોઈએ. કદાચ કેટલાંક રહસ્યો બહાર આવશે, પરંતુ પોપટ કટોરા-કટોરા સિવાય બીજું કંઇ બોલતો નહોતો. જ્યારે તેના માલિકે અમૃત મલ્લાહનું નામ લીધું, ત્યારે તે ચૂપ થઈ ગયો. તેની ગરદન નમાવીને તે થોડીવાર માટે શાંત થઈ ગયો હતો. પરંતુ મેં મીટ્ટુ કહ્યું કે તરત જ તેણે ફરીથી કટોરા બોલવાનું શરૂ કર્યું હતું. બસ આટલી જ વાત થઈ શકી.'

અન્ય સમાચારો પણ છે...