જેલથી આઝાદ શહીદના પિતા...કહ્યું- 'ગુનેગાર જેવો વ્યવહાર કર્યો':પોલીસે ગાળો ભાંડી, મારઝૂડ કરી અને કપડાં ફાડ્યાં; ઢસડીને ગાડીમાં બેસાડ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગલવાન ઘાટીમાં શહીદ જય કિશોર સિંહના પિતા રાજ કપૂર સિંહને જામીન મળી ગયા છે. ગુરુવારે સાંજે તેમને જેલથી આઝાદ કરવામાં આવ્યા. આઝાદ થયા પછી તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું હતું કે ગુનેગાર કરતાં પણ ખરાબ વર્તન મારી સાથે કર્યું.

ચાર દિવસ પછી જેલથી આઝાદ થઈ મોડી રાતે ઘરે પરત ફરેલા રાજ કપૂર સિંહે જણાવ્યું હતું કે તે શહીદ દીકરાના સ્મારકની પાસે સૂતા હતા. રાતે બે પોલીસકર્મી આવ્યા અને કહ્યું કે જંદહા પોલીસ સ્ટેશનના બડા બાબુ બોલાવે છે, ઊઠતાંની સાથે જ તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. કુર્તો પણ પહેરવા ન દીધો. કપડાં ફાડી નાખ્યાં. તેઓ મને ઢસેડીને કાર સુધી ખેંચી ગયા. પોલીસ સ્ટેશન લઈ જતાં પહેલાં પોલીસકર્મીઓએ માર માર્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ મારઝૂડ કરી હતી.

બીજી તરફ, મહુઆ SDPO પૂનમ કેસરીએ કહ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ઉચ્ચ અધિકારી પોતે તપાસ કરી રહ્યા છે. મુઝફ્ફરપુર IG પંકજ કુમાર સિન્હાએ શહીદના પરિવારની મુલાકાત લીધી, સાથે જ સ્મારક સ્થળનું નિરીક્ષણ કર્યું.

જણાવી દઈએ કે બુધવારે આ મામલો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી પોલીસ હેડક્વાર્ટર દ્વારા CID તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પછી જિલ્લાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ શહીદના ગામ પહોંચ્યા. શહીદ જય કિશોર સિંહના પરિવાર અને વિપક્ષી હરિનાથ રામ વચ્ચે સ્મારકને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને બુધવારે સ્થાનિક લોકોએ સમાધાન માટે સવારે 11થી 4 વાગ્યા સુધી પંચાયત યોજી હતી. આમ છતાં વિપક્ષી હરિનાથ રામે કોઈ અધિકારીની વાત ન સાંભળી.

સમાધાન માટે સવારે 11થી 4 વાગ્યા સુધી પંચાયત યોજાઈ હતી.
સમાધાન માટે સવારે 11થી 4 વાગ્યા સુધી પંચાયત યોજાઈ હતી.

રસ્તો રોકવા બાબતે વિવાદ
ફરિયાદી હરિનાથ રામે જણાવ્યું હતું કે શહીદ જવાનના સ્મારકની સામે એક સરકારી રસ્તો છે. સ્મારક બનાવીને તેમનો રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શહીદના પરિવારે મને અનુસૂચિત જાતિનો હોવાના કારણે પરેશાન કર્યો હતો. અમારી જમીન સ્મારકની નજીક છે.

તેમણે તેમની જમીન પર સ્મારક બનાવ્યું નથી, પરંતુ મારી જમીનની સામે બનાવ્યું છે. એને કારણે મને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હરિનાથ રામે જણાવ્યું હતું કે સ્મારકની બાઉન્ડરી વોલ રાતના અંધારામાં ગુપ્ત રીતે બનાવવામાં આવી હતી.

આ સ્મારક સામાજિક લોકોના કહેવાથી બનાવવામાં આવ્યું છે.
આ સ્મારક સામાજિક લોકોના કહેવાથી બનાવવામાં આવ્યું છે.

સ્મારકથી શાળાને કોઈ વાંધો નથી
મહુઆ SDO સુમિત કુમાર અને મહુઆ SDPOએ બંને પક્ષના લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે સ્મારક સ્થળથી પ્રતિમા હટાવવાની જીદ પર અડગ રહ્યા. સ્મારક સ્થળની જમીનના બદલામાં શહીદ જય કિશોર સિંહના પરિવારજનો અલગ જમીન અથવા રૂપિયા આપવા તૈયાર છે છતાં બીજા પક્ષના હરિનાથ રામ નથી માની રહ્યા.

સ્મારક સ્થળની જમીન શ્રી શિવદુલાર સિંહ હાઈસ્કૂલને દાનમાં આપવામાં આવી છે.
સ્મારક સ્થળની જમીન શ્રી શિવદુલાર સિંહ હાઈસ્કૂલને દાનમાં આપવામાં આવી છે.

શહીદનું સ્મારક છે, હું એને હટાવવા નહીં દઉં- ભાઈ
શહીદ જય કિશોર સિંહના મોટા ભાઈ નંદકિશોર સિંહે જણાવ્યું હતું કે સરકારી શાળાની જમીન પર આ સ્મારક સમાજના લોકોના કહેવાથી બનાવવામાં આવ્યું છે, જેને કારણે શાળાને કોઈ વાંધો નથી. તેમણે કહ્યું હતું કે સ્મારકના નિર્માણ અંગે શાળા પ્રશાસન પાસેથી લેખિતમાં એનઓસી મેળવવામાં આવશે. જ્યાં શહીદ સ્મારક છે, હું એને ત્યાંથી હટાવવા નહીં દઉં.

જય કિશોર સિંહ 2020માં ગલવાન ઘાટીમાં શહીદ થયા હતા
નોંધનીય છે કે 16 જૂન 2020ના રોજ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં બિહાર રેજિમેન્ટના 12મી બટાલિયનના જવાન જય કિશોર સિંહ ચીનના સૈનિક સાથે લડતાં લડતાં શહીદ થયા હતા. એ બાદ તત્કાલીન વિપક્ષના નેતા તેજસ્વી યાદવે શહીદ જય કિશોરની પ્રતિમા બનાવીને મોકલી હતી.

જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. શહીદની માતાને 25 હજાર રૂપિયાની સહાય આપી.
જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. શહીદની માતાને 25 હજાર રૂપિયાની સહાય આપી.
અન્ય સમાચારો પણ છે...