તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

G-20 સમિટમાં મોદી:PMએ કહ્યું- બીજા વિશ્વ યુદ્ધ પછી કોરોના વિશ્વની સામે સૌથી મોટો પડકાર

નવી દિલ્હી/રિયાદ11 દિવસ પહેલા
પીએમ મોદીએ કહ્યું કે આ માનવતાના ઈતિહાસમાં એક મહત્વનો વણાંક છે. વર્ક ફ્રોમ એની વ્હેર હવે ન્યૂ નોર્મલ છે

કોવિડ-19 મહામારી બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયા માટે સૌથી મોટો પડકાર છે. આ માનવતાના ઈતિહાસમાં એક મહત્વનો વણાંક છે. વર્ક ફ્રોમ એની વ્હેર હવે ન્યૂ નોર્મલ છે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 સમિટમાં કરી છે. તેઓએ G-20ને વર્ચ્યુઅલ સેક્રેટેરિએટ બનાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો. ભારત 2022માં G-20 સમિટની યજમાની કરશે.

નવા ગ્લોબલ ઈન્ડેક્સ માટે 4 મંત્ર આપ્યા
વડાપ્રધાને કોરોના પછી વિશ્વ માટે એક નવા ગ્લોબલ ઈન્ડેક્સ તૈયાર કરવાની પણ સલાહ આપી. જેમાં ચાર વસ્તુઓ સામેલ છે. પહેલી- મોટા ટેલેન્ટ પુલને તૈયાર કરવા. બીજી- તે નક્કી કરવું કે ટેકનિક સમાજના તમામ વર્ગો સુધી પહોંચે. ત્રીજી- ગવર્નેન્સ સિસ્ટમાં પારદર્શિત અને ચોથી- આપણી પૃથ્વીની સાથે વિશ્વાસની ભાવના સાથેનો વ્યવહાર કરવો.

તેઓએ કહ્યું કે 4 વસ્તુઓના આધારે G-20 એક નવા વિશ્વનો પાયો રાખી શકે છે. મોદીએ G-20ના કામકાજ માટે ડિજિટલ સુવિધાઓને વધુ ઉત્કૃષ્ણ કરવા માટે ભારતના આઈટીના મહારતને ઉપયોગ કરવાની રજૂઆત કરી. સાઉદી આરબના કિંગ સલમાને આ સમિટનો પ્રારંભ કર્યો. સમિટ કોરોનાને કારણે ઓનલાઈન કરવામાં આવી.

એકસાથે કરવામાં આવતા પ્રયાસ મુશ્કેલીમાંથી બહાર કાઢશે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે G-20 નેતાઓની સાથે ઘણી જ સાર્થક ચર્ચા થઈ. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના પ્રયાસથી વિશ્વ આ મહામારીમાંથી ઝડપથી બહાર નીકળશે. આપણાં કામકાજમાં પારદર્શિતા આપણાં સમાજે મળીને અને વિશ્વાસની સાથે મુસીબત સામે લડવા માટે પ્રેરિત કરવામાં મદદગાર રહેશે. ધરતી માટે વિશ્વાસની ભાવના આપણે સ્વસ્થ અને સમગ્ર જીવન શૈલી માટે પ્રેરણા આપશે.

20 સૌથી અમીર દેશોના નેતા સામેલ

વિશ્વના 20 સૌથી અમીર દેશોના સંગઠન G-20ની બેઠક શનિવારથી શરૂ થઈ છે. આ વખતે આ આયોજન સાઉદી આરબ કરી રહ્યું છે. આ પહેલી વખત છે કે આયોજનની જવાબદારી કોઈ આરબ દેશને મળી છે. 2 દિવસ સુધી ચાલનારી આ સમિટ ઓનલાઈન કરવામાં આવી રહી છે. કોરોનાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ છે, અનેક દેશો વચ્ચે જોવા મળતા તણાવ અને અમેરિકામાં સત્તા બદલવાને કારણે આ બેઠક ઘણાં જ પડકારો વચ્ચે થઈ રહી છે.

ક્લાઈમેન્ટ ચેન્જનો મુદ્દો આ સમિટના કેન્દ્રમાં રહી શકે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ આ સમિટમાં સામેલ થયા છે.

મોટા નેતાઓની સાથે ટ્રમ્પની અંતિમ બેઠક
વ્હાઈટ હાઉસે તે વાતની પુષ્ટિ કરી છે કે ટ્રમ્પ બંને દિવસ સમિટમાં સામેલ રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડન સામે હાર મળવાને કારણે આ સમિટ ટ્રમ્પ માટે વિશ્વના મોટા નેતાઓની સાથે વાતચીતની અંતિમ તક છે. આગામી વર્ષે 20 જાન્યુઆરીએ તેઓને વ્હાઈટ હાઉસ છોડવું પડશે.

શું છે G-20?
G-20ની સ્થાપન 1999માં કરવામાં આવી હતી. જેનું હેડકવાર્ટર પેરિસમાં છે. આ સંગઠનમાં અમેરિકા, રશિયા, ભારત, ચીન, બ્રિટન, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, યુરોપિય સંઘ, ફ્રાંસ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, સાઉદી આરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા અને તુર્કી સામેલ છે. સ્પેન સ્થાયી મહેમાન સભ્ય છે. તેઓને દર વર્ષે બોલાવવામાં આવે છે.
આ દેશોના પ્રતિનિધિ દર વર્ષે ફાયનાન્સિયલ અને સોશિયલ મુદ્દે ચર્ચા કરવા માટે એકઠાં થાય છે. આ દેશો વર્લ્ડ ઈકોનોમીમાં 80 ટકાથી વધુનો ભાગ કવર કરે છે. સમગ્ર વિશ્વની કુલ વસ્તીના બે તૃતિયાંશ આ દેશોમાં રહે છે. ઈન્ટરનેશનલ ટ્રેડનો ત્રણ ચતુર્થાશ ભાગ આ દેશોથી જ થાય છે. G-20ના લીડર્સની પહેલી સમિટ 2008માં વોશિંગ્ટનમાં મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો