• Gujarati News
  • National
  • The Plane Caught Fire Mid air, Both Pilots Steered The Plane Into A Hill Before Crashing.

...તો પછી 2500 લોકોના ગામ પર પડ્યું હોત MiG-21:આકાશમાં ઉડતા વિમાનમાં જ આગ લાગી હતી, ક્રેશ થાય તે પહેલા બંને પાઇલોટ ટેકરી તરફ વિમાનને લઈ ગયા હતા

10 દિવસ પહેલા
  • ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર વિમાનમાં આગ લાગી હતી.

રાજસ્થાનના બાડમેરમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશમાં બંને પાઈલટોએ લગભગ 2500 લોકોના જીવ બચાવી લીધા હતા. બાડમેરના ભીમડા ગામથી 2 કિલોમીટર દૂર ઈશરામોના તલા ગામમાં ગુરુવારે રાત્રે લગભગ 9.10 કલાકે આ દુર્ઘટના બની હતી. નિયમિત ઉડાન પર નીકળેલા ફાઈટર વિમાનમાં આકાશમાં જ આગ લાગી ગઈ હતી. તેમ છતાં, બહાદુર પાઇલટ્સે પોતાના જીવની પરવા કરી ન હતી. તેઓ આગ લાગેલા મિગને ક્રેશ થતા પહેલા 2 કિમી દૂર રેતીની ટેકરી તરફ લઈ ગયા હતા. દુર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયા હતા.

જો MiG ગામમાં પડ્યું હોત તો જાન-માલનું મોટું નુકસાન થયુ હોત. દુર્ઘટનામાં શહીદ થયેલા વાયુ પાઈલટોમાં વિંગ કમાન્ડર મોહિત રાણા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ અદ્રીતીય બળ સામેલ છે. મોહિત હિમાચલ પ્રદેશના મંડીનો હતો, જ્યારે અદ્રીતીય જમ્મુનો રહેવાસી હતો.

IAF ફાઈટર એરક્રાફ્ટ MiG-21 ટ્રેનિંગ માટે ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડાન ભરી. ભારતીય વાયુસેના અનુસાર, ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર વિમાનમાં આગ લાગી હતી. બંને પાઈલટને પણ આ વાતની જાણ હતી. એવામાં સમજદારી દાખવીને બંને પાઈલટ વિમાનને ગામથી દૂર લઈ ગયા અને તે રેતીની ટેકરી પર ક્રેશ થયું હતુ. ધડાકોનો અવાજ 3 કિમી દુર સુધી સંભળાયો હતો, જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં આસપાસના રેતીની ટેકરીઓમાં પણ આગ પ્રસરી ગઈ હતી.

ગામની ઉપરથી બે ત્રણ ચક્કર લગાવ્યા, પછી ટેકરી તરફ લઈ ગયા
ગામવાસી ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે વિમાનમાં આકાશમાં જ આગ લાગી ગઈ હતી. તે ગામની ઉપરથી બે-ત્રણ ચક્કર લગાવ્યા હતા. પાયલોટને કદાચ અંદાજો હતો કે અહીં આસપાસ વસ્તી છે. વિમાન સોકલા બાજુથી આવ્યું હતું. તેને ઉતરવા માટે કોઈ સ્થાન ન મળતાં, તેઓ રેતીની ટેકરી તરફ ગયા, જ્યાં તે ક્રેશ થઈ ગયુ હતુ.

સ્થાનિક હનુમાન સિંહનું કહેવું છે કે આગ એટલી જોરદાર હતી કે લોકો પાયલોટની નજીક જઈ શક્યા ન હતા. જ્યારે આગ થોડીક ઓછી થઈ પછી અમે પાયલોટને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

લોકોનું કહેવું છે કે પાયલોટ મિગને ગામથી દૂર લઈ ગયા. પેરાશૂટ ન ખોલવાને કારણે બંને વિમાનની સાથે જમીન પર પડ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયા.
લોકોનું કહેવું છે કે પાયલોટ મિગને ગામથી દૂર લઈ ગયા. પેરાશૂટ ન ખોલવાને કારણે બંને વિમાનની સાથે જમીન પર પડ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયા.

મિગ ક્રેશ થયું ત્યા 10-15 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો
ભીમડા ગ્રામ પંચાયતના ઈશરામોનાં તલા ગામ નજીક જ્યાં મિગ ક્રેશ થયું હતું તેમાં 10-15 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો. તેનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખરાયેલો હતો. કાટમાળમાં આગ પણ લાગી હતી. લોકોએ કોઈક રીતે માટી નાખીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અને સેનાના અધિકારીઓ અકસ્માતની 45 મિનિટ બાદ જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સેનાએ અડધા કિલોમીટરનો વિસ્તાર કોર્ડન કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.
પોલીસ અને સેનાના અધિકારીઓ અકસ્માતની 45 મિનિટ બાદ જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સેનાએ અડધા કિલોમીટરનો વિસ્તાર કોર્ડન કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.

પાયલોટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી
સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આ ગામમાં લગભગ 2500ની વસ્તી છે અને જ્યાં મિગ ક્રેશ થયું હતુ ત્યાં પણ ઘણી ઝૂંપડીઓ હતી. તેમને બચાવતા પાયલટ રેતીના પડાડ તરફ વિમાનને લઈ ગયા હતા. ઘટનાસ્થળેથી લોકોને તેમનું પર્સ, ઘડિયાળ અને મોબાઈલ મળી આવ્યા હતા, તમામ વસ્તુઓ પ્રશાસનના અધિકારીઓને સોંપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...