• Gujarati News
  • National
  • The PLA, The Militant Group Responsible For The Manipur Attack, Is Being Funded By China, And Training Camps Are Being Held In Myanmar Bangladesh.

ભાસ્કર તપાસ:મણિપુર હુમલાની જવાબદારી લેનાર ઉગ્રવાદી સંગઠન PLAને ચીન દ્વારા ફંડિંગ, મ્યાનમાર-બાંગલાદેશમાં ચાલી રહ્યા છે ટ્રેનિંગ કેમ્પ

મણિપુર18 દિવસ પહેલા
મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો કરવામાં આવ્યો હતો .
  • ઉગ્રવાદી સંગઠન PLAના તાર પાડોશી દેશ ચીન સાથે જોડાયેલા છે

શનિવારે મણિપુરમાં સેના પર હુમલો કર્યાના દસ કલાક પછી, બે ઉગ્રવાદી સંગઠનો પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટે જવાબદારી સ્વીકારી છે. તેમાંથી PLAના તાર પાડોશી દેશ ચીન સાથે જોડાયેલા છે. તેને ચીનમાંથી જ ફંડિંગ મળે છે. સાથે જ પાડોશી દેશો બાંગ્લાદેશ-મ્યાનમારમાં પણ આ સંગઠનના ટ્રેનિંગ કેમ્પ છે.

હુમલામાં નિશાન બનાવાયેલું વાહન, જે લોહીથી રંગાયેલું હતું.
હુમલામાં નિશાન બનાવાયેલું વાહન, જે લોહીથી રંગાયેલું હતું.

PLA મણિપુરને અલગ રાજ્ય બનાવવા માંગે છે

  • ક્યારે બન્યું? 25 સપ્ટેમ્બર, 1978ના રોજ એન. બિશેશ્ર્વર સિંહના નેતૃત્વમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ધ્યેય શું છે? મણિપુરને ભારતથી અલગ કરવા માટે હત્યાઓ, નાગા અને કુકી જૂથોને એક કરી રહ્યા છે.
  • ટ્રેનિંગ ક્યાં? મ્યાનમારમાં બે અને બાંગ્લાદેશમાં પાંચ કેમ્પ છે. તેમાંથી લગભગ 1,000 ઉગ્રવાદીઓએ અત્યાધુનિક શસ્ત્રોની તાલીમ મેળવી છે.
  • શું કાર્યવાહી? સુરક્ષા દળોએ થોબલના ટેકચમમાં PLA કેમ્પ પર દરોડો પાડ્યો, જેમાં લગભગ તમામ ટોચના નેતૃત્વનો ખાતમો કર્યો. બિશેશ્ર્વરની પણ 6 જુલાઈ, 1981ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
  • ફરી ક્યારે સક્રિય થયું? 8 એપ્રિલ, 1989ના રોજ, PLAના ઉગ્રવાદીઓએ ઈમ્ફાલ નજીક IPS અધિકારી વંદના મલિક પર ઘાત લગાવીને હુમલો કર્યો.
  • ફંડિંગના સ્ત્રોતો? જાન્યુઆરી 1991ના દસ્તાવેજ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાણ. ભારતમાં આ આતંકવાદીઓના ઉછેર માટે ચીન તરફથી જંગી ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
પત્ની અનુજા શુક્લ સાથે વિપ્લવ ત્રિપાઠી- (ફાઇલ ફોટો)
પત્ની અનુજા શુક્લ સાથે વિપ્લવ ત્રિપાઠી- (ફાઇલ ફોટો)

મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટ; હાલમાં 2 સંગઠનો સાથે મળીને બન્યું
મણિપુરમાં થોડા દિવસો પહેલા, બે ભૂગર્ભ સંગઠનો મણિપુર નાગા રિવોલ્યુશનરી ફ્રન્ટ (NRF) અને યુનાઈટેડ નાગા પીપલ્સ કાઉન્સિલ (UNCP) એ મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટ (MNPF) બનાવવા માટે હાથ મિલાવ્યા હતા. આ મર્જરનું સંયુક્ત નિવેદન પણ બંને દ્વારા સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવ્યું હતું. તેના સંગઠનનો હેતુ મણિપુરને અલગ રાજ્ય બનાવવાનો પણ છે.

આસામ રાઈફલ્સના કાફલા પર IED હુમલો થયો હતો
મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો કરવામાં આવ્યો હતો .આ હુમલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા હતા. જ્યારે આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવના પત્ની અનુજા શુક્લા (37) અને પુત્ર આશિષ ત્રિપાઠી (5)નું પણ આ હુમલામાં મોત થયું હતું. આ હુમલો મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લાના સિંઘટમાં થયો હતો, જ્યાં ઉગ્રવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને IED હુમલો કર્યો હતો. મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટ (MNPF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢ જિલ્લાના વતની હતા. તેનો જન્મ 1980માં થયો હતો. તેમણે સૈનિક સ્કૂલ રીવામાં અભ્યાસ કર્યો. આસામ રાઈફલ્સમાં લેફ્ટનન્ટ કમાન્ડન્ટ ત્રિપાઠીએ ડિફેન્સ સ્ટડીઝમાં M.Sc. કર્યા પછી પ્રમોશન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...