તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Petitioner Told The Supreme Court That Population Explosion Is The Root Of 50% Of The Problems, The Policy Of Two Children Is Applicable.

વધતી જનસંખ્યા સામે SCમાં 2 અરજી:સુપ્રીમ કોર્ટને અરજદારે કહ્યું- જનસંખ્યા વિસ્ફોટ 50% સમસ્યાઓનું મૂળ, બે બાળકોની નીતિ લાગુ થાય

નવી દિલ્હીએક મહિનો પહેલા
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય અને મૌલાના અબુલ કલામ આઝાદના પ્રપૌત્ર ફિરોઝ બખ્ત અહેમદ દ્વારા અરજી કરવામાં આવી છે. ફાઇલ ફોટો
  • અરજીમાં કહેવામા આવ્યું કે, વસ્તી વિસ્ફોટ પર કાબૂ મેળવવો તે ખૂબ જ જરૂરી
  • 2027 સુધીમાં જનસંખ્યા મામલે ભારત ચીનને પાછળ ધકેલી દેશે

દેશમાં વધી રહેલી વસ્તીને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે વસ્તી વિસ્ફોટ એ દેશની ઘણી સમસ્યાઓનું મૂળ છે, તેથી તેને નિયંત્રિત કરવું તે ખૂબ જ જરૂરી છે. આ અરજીઓ ભાજપના નેતાઓ અને વકીલ અશ્વિની ઉપાધ્યાય અને ફિરોઝ બખ્ત અહેમદ દ્વારા કરવામાં આવી છે. ફિરોઝ દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદનો પ્રપૌત્ર છે.

દેશમાં વસ્તી વિસ્ફોટ બાબતે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે.
દેશમાં વસ્તી વિસ્ફોટ બાબતે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે.

બે બાળકોની નીતિ ફરજિયાત બનાવવી જોઈએ
ફિરોઝની પિટિશનમાં જણાવાયું છે કે ભારતની અસલ વસ્તી સત્તાવાર રેકોર્ડમાં જણાવ્યા કરતા વધારે છે. આનાથી દેશના વિકાસને અસર થાય છે. ભારતમાં 50 ટકા સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. તેથી સરકારી નોકરી, મતદાન, ચૂંટણી લડવી અને સબસિડી લેવી જેવી અન્ય બાબતોમાં બે બાળકોની નીતિ ફરજિયાત બનાવવી જોઈએ.

પિટિશનમાં જણાવાયું છે કે ભારતમાં 50 ટકા સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે.
પિટિશનમાં જણાવાયું છે કે ભારતમાં 50 ટકા સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે.

2027 સુધીમાં ભારત ચીનને પાછળ છોડી દેશે
​​​​​​​અમેરિકાને પાછળ છોડી જવાનું સપનું જોનાર ચીન જન્મદરમાં ઘટાડો થતાં પરિણામોથી ચિંતિત છે. જૂન 2019માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ, આવતા વર્ષોમાં ચીનમાં વસ્તીમાં ઘટાડો થશે. જ્યારે, 2027 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે. ચીનની સેન્ટ્રલ બેંકે પણ રિપોર્ટમાં કહ્યું છે કે ચીનની વૃદ્ધ વસ્તી ભારતની યુવા વસ્તીનો મુકાબલો કરવામાં​​​​​​​ નિષ્ફળ થઈ જશે.

2027 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.
2027 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.