તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Petitioner Asked Crores Of Rupees Are Taken From The Common Man, Why Be Lenient With The Leaders?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક પહેર્યા વિના ચૂંટણી પ્રચાર મુદ્દે HCમાં સુનાવણી:દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ECને નોટિસ પાઠવી, અરજદારે પૂછ્યું હતુ- સામાન્ય માણસ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો, નેતાઓ પર નરમાઈ કેમ?

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • લાખોની ભીડ વચ્ચે નેતાઓ માસ્ક પહેર્યા વિના ચૂંટણીપ્રચાર કરી રહ્યા
  • સામાન્ય માણસ પાસેથી કરોડો રૂપિયાની રકમ વસૂલવામાં આવી

હજારો લાખોની ભીડ વચ્ચે નેતાઓ માસ્ક પહેર્યા વિના ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ, માસ્ક ન પહેરવા માટે વિવિધ રાજ્યોમાં અત્યારસુધી સામાન્ય માણસ પાસેથી કરોડો રૂપિયાની રકમ વસૂલવામાં આવે છે. દિલ્હી હાઇકોર્ટમાં આ અંગેની એક અરજી પર આજે સુનાવણી કરવામાં આવી. કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે આ મામલે જવાબ માંગ્યો છે.

આ સંદર્ભે 17 માર્ચે યુપીના ભૂતપૂર્વ ડીજીપી અને થિંક ટેન્ક સીએએસસીના અધ્યક્ષ વિક્રમ સિંહે એક અરજી દાખલ કરી હતી. એ પહેલાં તેમણે ચૂંટણીપંચને કાનૂની નોટિસ પણ મોકલી હતી. કોર્ટે 22 માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ચૂંટણીપંચને નોટિસ ફટકારીને 30 એપ્રિલ પહેલાં એનો જવાબ ફાઇલ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ, 23 માર્ચે કેન્દ્ર સરકારે કોરોનાની નવી ગાઈડલાઇન્સ બહાર પાડી. એનો અમલ કરવા અરજદારે કોર્ટમાં અરજી આપી હતી અને વહેલી સુનાવણીની માગ કરી હતી.

જનતા હોય કે નેતા, નિયમ સૌના માટે એક હોવો જોઈએ
સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિરાગ ગુપ્તાએ કહ્યું હતું કે આ અરજીમાં કાયદાની સામે 'સમાનતા' અને 'જીવન'ના મૂળભૂત અધિકારનો હવાલો આપીને એમ કહેવામાં આવ્યું છે કે દેશમાં દરેક માટે નિયમો અને કાયદા એક હોવા જોઈએ. જો ચૂંટણીપ્રચાર દરમિયાન ઉમેદવારો, સ્ટાર પ્રચારકો અથવા સમર્થકો માસ્ક પહેરવાનો નિયમ તોડે, તો તેઓ પર કાયમી ધોરણે અથવા નિશ્ચિત સમય માટે ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ચૂંટણીપંચે મીડિયા દ્વારા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં "માસ્ક" અને "સોશિયલ ડિસ્ટન્સ" વિશે જાગૃતિ લાવી હતી.

ફોટો કોલકાતાનો છે. અહીં માસ્ક વિના ચૂંટણીપ્રચાર કરતા એક પાર્ટીના કાર્યકર્તાઓ.
ફોટો કોલકાતાનો છે. અહીં માસ્ક વિના ચૂંટણીપ્રચાર કરતા એક પાર્ટીના કાર્યકર્તાઓ.

સામાન્ય જનતા પાસેથી રાજ્યોએ મોટી રકમ વસૂલી
દિલ્હી પોલીસે એપ્રિલથી જુલાઈ 2020 સુધીમાં 2.4 કરોડ રૂપિયા સામાન્ય જનતા પાસેથી દંડ તરીકે વસૂલ્યા. નવેમ્બર માસમાં ફરીથી ગાઇડલાઇન્સ બાદ માત્ર 5 દિવસમાં દોઢ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16.77 કરોડ 20 એપ્રિલથી 23 ડિસેમ્બર સુધી વસૂલવામાં આવ્યા. ચૂંટણીલક્ષી રાજ્ય તામિલનાડુમાં પોલીસે જૂન 2020માં બે કરોડ વસૂલ્યા હતા. ઉત્તરાખંડમાં 6.85 કરોડ રૂપિયા લોકડાઉનના સમયે વસૂલવામાં આવ્યા હતા. ઝારખંડ પોલીસે લોકડાઉન સમયે માસ્ક ન પહેરવા પર આશરે 5 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ્યા. બિહારમાં પણ આ આંકડો 12 કરોડને પાર કરી ગયો છે. રાજ્યોની સૂચિ હજી પણ લાંબી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો