• Gujarati News
  • National
  • The Pet Dog Rescued The Owner From Being Kidnapped, With People Standing In The Middle Of The Road Watching The Spectacle

આને કહેવાય વફાદારી:પાલતુ કૂતરાએ માલિકને કિડનેપ થતા બચાવ્યો, રસ્તા વચ્ચે ઉભા લોકો તમાશો જોતા હતા

14 દિવસ પહેલા

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બનેલી એક ઘટનાની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. આ ઘટના એટલે પાળતું કૂતરાએ માલિકનું અપહરણ થતાં બચાવ્યું. હા, અહીં કેટલાક બદમાશો યુવકને માર મારી અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કૂતરો વચ્ચે પડ્યો અને માલિકનો જીવ બચાવ્યો હતો. ગ્વાલિયરની આ ઘટનામાં કૂતરાએ ન માત્ર તેના માલિકનું અપહરણ થતાં બચાવ્યું, પરંતુ બદમાશોને ઊભા પગે ભાગવા માટે મજબૂર પણ કર્યો. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. યુવકનું અપહરણ કરવા આવેલા લોકો સાથે તેના કૂતરાએ બાથ ભીડી હતી.

ધોળા દિવસે ગુંડાગીરી
ગ્વાલિયરના થાટીપુર પોલીસ સ્ટેશનની અશોક કોલોનીમાં રહેતો નીતિન શાક્ય તેના ઘરે હતો. તે જ સમયે વાનમાં ચાર-પાંચ બદમાશો તેના ઘરે આવ્યા હતા. બદમાશોએ નીતિનને બહાર બોલાવીને માર મારવાનું શરૂ કર્યું. તેઓ નીતિનને ધક્કો મારીને કારમાં બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ નીતિનને પકડીને બેફામ માર માર્યો હતો. ગુંડાઓના આ કૃત્યને કારણે અશોક કોલોનીમાં અફરાતફરી મચી ગઈ હતી.

પાડોશીએ નહીં, કૂતરાએ બહાદુરી બતાવી
હુમલાખોરો નીતિનને વાનમાં બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ કોઈએ નીતિનને બચાવવાનો પ્રયાસ ના કર્યો. આટલું જ નહીં કોઈએ પોલીસને જાણ પણ કરી ન હતી. પરંતુ નીતિનના પાલતુ કૂતરાએ હુમલાખોરો સાથે બાથ ભીડી હતી. જ્યારે તેણે અજાણ્યા લોકોને તેના માલિક પર હુમલો કરતા જોયા ત્યારે તે હચમચી ગયો. પહેલા તે બદમાશો પર ભસ્યો અને ત્યારબાદ મદદ માટે આમ તેમ દોડવા લાગ્યો. જ્યારે નીતિનને બચાવવા માટે કોઈ ન આવ્યું ત્યારે કૂતરાએ બદમાશો પર પૂરી તાકાતથી હુમલો કર્યો. કુતરાના હુમલાથી બદમાશો ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવીને નીતિનને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા.

સીસીટીવીમાં કૂતરાની બહાદુરી કેદ
ઘટના બાદ નીતિને થાટીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. હકીકતમાં, નીતિન પર હુમલો કરીને અપહરણ કરવાનો પ્રયાસ કરનારાઓના પરિવારની 21 વર્ષની છોકરી ત્રણ દિવસથી ગુમ છે. યુવતીના પરિવારજનોને શંકા છે કે નીતિનનો કોઈ સંબંધી તેમની પુત્રીને ઉપાડી ગયો છે અને આમાં નીતિન પણ સામેલ છે. આ બદમાશો પૂછપરછ કરવા નીતિન પાસે પહોંચ્યા હતા. જ્યારે નીતિને કોઈ માહિતી ન આપી તો તેણે તેનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બહાદુર કૂતરાએ તેને બચાવી લીધો.

અન્ય સમાચારો પણ છે...