બાગપતમાં પોલીસનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે., જ્યાં પૂરપાટ ઝડપે આવતી પીઆરવી વાને બે બાળકોને ટક્કર મારી હતી, કહેવામાં આવી રહ્યુ છે કે ત્યાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, અને તેમને પકડવા આ પીઆરવી વાન પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ત્યાં રસ્તો ક્રોસ કરતાં બે બાળકોને પીઆરવી વાને ટક્કર મારી હતી. જેમાં બંને બાળકો ઘયલ થઈ ગયા હતા. જો કે ઘટના સ્થળે હાજર લોકોએ ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાગપતના પોલીસ અધિક્ષકે સમગ્ર મામલાની તપાસ બાગપત વિસ્તારના અધિકારીને સોંપી છે. પોલીસ અધિક્ષકનું કહેવું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.